________________ અનિત્યપણાનું ભાવન કરવાથી બાહ્ય સામગ્રીની મહત્તા અને એનાથી આપણી મહત્તા આપણા મનમાંથી નાશ પામે છે. તેથી તેના માટે તીવ્રતર પાપ પ્રવૃત્તિઓ થતી નથી. વિષય સુખ એટલે બધી જ જાતની અનુકૂળ સામગ્રીઓ, પાંચ ઇન્દ્રિયના અનુકૂળ વિષયો. આમાં જીવનો જે રાગ-આસક્તિ છે તે નાશવંત સમજવાથી ઘટે છે. આરોગ્ય પણ કોઇનું કાયમી રહેતું નથી. તેથી આરોગ્યપણામાં જીવ સનત્કુમારનું દ્રશ્ચંત વિચારી ગર્વ કરે નહીં. એનો સદુપયોગ ધર્મ કરવાથી, તપત્યાગ-સંયમની આચરણાથી થાય છે. બાહ્ય શક્તિ નાશવંત અને નિરર્થક છે. સદ્ગતિ કે દુર્ગતિ આપવામાં જીવની વિવેકદ્રષ્ટિ કે અવિવેકદ્રષ્ટિ નિમિત્ત છે. આ વિવેકદ્રષ્ટિ એટલે જ શક્તિ અને સામગ્રીને પ્રધાનતા ન આપતા તેનો સારા સ્થાનમાં સદુપયોગ કરવો અને અસ્થાને કે અશક્ય સ્થાને તેની ઉપેક્ષા કરવી. જે શક્તિ-સામગ્રી-સમૃદ્ધિને પ્રધાનતા આપી તેનાથી પોતાનું પ્રધાનપણું સમજે અને એ જ્યાં ત્યાં, જેમ તેમ વાપરે તો તે અવિવેકપણું છે અને દુર્ગતિનું કારણ છે. માટે ધર્મી માણસ મરતી વખતે ગમે તેટલી ધન વગેરે ઋદ્ધિ હોય તેને વોસિરાવે છે. આ વોસિરાવવું એટલે કે બાહ્યથી છૂટતા પહેલા હૃદયથી આપણે છોડવું. હૃદયથી ત્યારે જ છૂટી શકે જ્યારે બધાની નશ્વરતા અને અસારતા સમજાઈ ગઈ હોય. સંસારની સારી કે નરસી અવસ્થામાં નાશવંતપણાનું જ્ઞાન આવ્યા પછી જીવ રાગાંધ ન થાય તેમ પીલો પણ ન બને. મધ્યસ્થ ભાવ-સમતાભાવમાં રમ્યા કરે. જીવને સુખમાં નાશવંતપણાની બુદ્ધિ નથી. તેથી ગાઢ પાપ અને રાગ કરે છે અને દુઃખમાં અનિત્યપણાનો વિચાર નથી તેથી વધારે અકળાય છે. માટે અનિત્યપણાની ભાવનાથી ધર્મ આવે અને સમતા પણ આવે. ક્ષાયિકભાવ અને સિદ્ધ અવસ્થા સિવાયની બધી અવસ્થાઓનો આત્મગુણોની સાધના માટે તેમજ પ્રભુ આજ્ઞાની આરાધના કરવામાં સહાયકરૂપે ઉપયોગ કરવો. બાકી સંસાર આખો હેય અને ઉપેક્ષણીય છે. તેથી અનિત્ય ભાવનાનું કાર્ય સંસારની બધી અવસ્થાઓને હેય અને ઉપેક્ષણીય તરીકે જોવાનું જીવ જો કરે તો રાગદ્વેષથી ઉપર ઊઠી સમતાભાવને આત્મસાત્ કરી સમાધિ, સદ્ગતિ ને છેવટે સિદ્ધિગતિ પામી શકે. K D