________________ હોય એ ગુણ કે દોષ ? શાસ્ત્ર ભણીને સ્વતંત્ર થઈ શકાય, જ્યારે કોઈ કહે, “હું તો ગુરુ જેમ કહે એમ કરીશ, ગુરુ પરતંત્ર રહીશ, પણ શાસ્ત્ર ભણું જ નહિ” તો શું? ગુરુ પરતંત્ર રહેવું એ તો સારું જ છે, પણ શાસ્ત્રાભ્યાસ જ ન કરવો, એ શું ? સ્વતંત્ર રહેવા કરતાં શાસ્ત્ર ન ભણીને ગુરુ પરતંત્ર રહેવું, આમ કહેનાર નિંદ્ય બને છે. આપણી બધી શક્તિ વપરાય તે કામની ને રાખી મૂકેલી કામની? જરૂર પડે ત્યારે વપરાય એ કામની. શ્રાવકપણામાં આગળ વધવા 12 વ્રત જાણવા લેવા પડે. લીધા નથી, એનો અર્થ કે વ્રત પચ્ચકખાણમાં કેટલો લાભ થાય તેની આપણને ખબર નથી. આજ સુધી વ્રત પચ્ચકખાણ લીધા નથી તેનો અર્થ એ છે કે આપણા હૃદયમાં વ્રતની કિંમત નથી. છોકરો બે-પાંચ વર્ષનો થાય, સમજણો થાય ત્યારથી પૈસાનો સંગ્રહ કરે. ક્યાં સુધી સંગ્રહ ચાલુ રહે? આંખ મીંચાય ત્યાં સુધી. પૈસાનો સંગ્રહ કરવા માટેનું ભાન શાના કારણે છે? પૈસાની કિંમત છે, પૈસો હશે તો જ જોઈશે તે મલશે, આવી સમજણ આવે ત્યારથી ભાન આવે, એમ વ્રત પચ્ચકખાણમાં વધારો નથી થતો કારણ કે વ્રત પચ્ચકખાણની કંઈ કિંમત લાગતી નથી, આપણને લાભ દેખાતો નથી. ઉલ્ટા વ્રત પચ્ચકખાણ બધે આડા આવે છે એમ લાગે છે. એક પણ કરેલ વ્રત પચ્ચકખાણ આત્મા પર ઘણા ઘણા અંકુશ મૂકે છે. લોકમાં જેને ગર્ણિત ન મનાતુ હોય એને સામાન્યથી માણસ ગહિત ન માને. જે વાત લોક વ્યવહારમાં રૂઢ થઈ જાય એ નિંદાપાત્ર હોવા છતાં કોઈ એને નિંઘ ન માને. ટી.વી., વીડીયો, છાપા વગેરે જે કાંઈ લોક વ્યવહારમાં નિંદ્ય નથી ગણાતું એ આપણને એના પ્રત્યેના ગહિતપણામાંથી અગર્વિતપણામાં લઈ જાય છે, આપણી એના પ્રત્યેની ગહિંતપણાની બુદ્ધિ જ દૂર કરી નાંખે છે. અહિતકારી, અશિષ્ટ એવું સત્ય બોલવું એ પણ ગર્પિત છે. સાચાને સાચું કહેવાય? કાણાને કાણો કહીએ તો આપણને કાણા થવાનું પાપ બંધાય. મૂર્ખને મૂઓં કહીએ તો મૂર્ખ થવાનું પાપ બંધાય. ગાંડાને ગાંડો, લંગડાને લંગડો, તોતડાને તોતડો, બોબડાને બોબડો કહીએ તો જેવું કહીએ એવા જ થવાનું પાપ બંધાય. સારા રૂપમાં હોય અને સારું કહ્યું તો પુણ્ય બંધાય. જ્ઞાનીને જ્ઞાની કહીએ તો જ્ઞાનાવરણીય કર્મ તૂટે અને અજ્ઞાનીને અજ્ઞાની કહેતા વધારે જ્ઞાનાવરણીય કર્મ બંધાય. વિનયીને વિનયી કહીએ એનાથી આપણા આત્મામાં યોગ્યતા વધે, અને ઉદ્ધાંતને ઉદ્ધત કહેતા આપણા આત્મામાં ઉદ્ધતાઈ આવે.