________________ શમ સુખ ક્યારે આવે? અટ્ટમના પહેલા દિવસે, બીજા દિવસે ભૂખનું દુઃખ છે પણ પછી ભૂખ લાગતી નથી. ભૂખનું દુ:ખ શમસુખમાં પરિણમે છે. ભૂખ એ દુઃખ છે. ભૂખના દુઃખનો નાશ જેમ ખાવાથી થાય છે, તેમ સમતાથી પણ થાય છે. વિષયોનો ત્યાગ કરી, વિષયોનો તિરસ્કાર કરી, વિષયો દુર્ગતિદાયક છે એવું વિચારીને, કષાયોથી ભવમાં બ્રમણ થાય છે એવી વિચારણાથી શાંતિ મળે તે શમસુખ છે. ગુસ્સામાં સમતાસુખનો અનુભવ ક્યારે થાય? સંકલ્પપૂર્વક નિર્ણય કરો કે મારે બોલવું નથી અને છતાં થોડુંક બોલાઈ જાય તેનો પશ્ચાત્તાપ થાય ત્યારે માનસિક ક્ષમાનો નિર્ણય પણ ક્ષયોપશમ કરાવે. સમતાનું પ્રણિધાન નથી માટે ગુસ્સો આવે છે. ઘાસતેલમાં સળગવાની યોગ્યતા છે. ન સળગવું હોય તો ડબ્બાને પેક કરવો પડે, ચિનગારીથી દૂર રાખવો પડે. તેમ નિમિત્ત મળતાં કષાયો ઊભા થાય તે પહેલાં જ નિર્ણય કરો કે જવાબ આપવો જ નથી. ક્યારેક નિમિત્ત વિના કષાયો આવવા માંડે ત્યાં જ ભાવનાથી ભાવિત થાઓ કે માનસિક દુર્ગાન પણ થશે તો દુર્ગતિ મળશે. માટે બહારનું નુકશાન વેઠી લઈશ, પણ મારે દુર્ભાવ કે અરુચિ કરવા નથી. આપણી સ્વસ્થતા જાળવવી હોય તો પણ કષાય ન કરો. કષાયથી દુઃખ જ વધે છે, સુખ નહિ. શમસુખવાળાને તપ હોય કે પારણા, બધે જ આનંદ હોય. શમસુખ નથી તેને બધે જ વાંધા ઊભા થાય. સમતાનું સુખ કયું? સંસારની દરેક ચીજ વસ્તુમાં, સારી કે ખોટી પરિસ્થિતિમાં દુર્ગતિદાયકતા, વિષમતા, પરાધીનતા, અનિત્યતા, દુઃખદાયિતા છે, એવી બુદ્ધિ ઉત્પન્ન કરી દરેકમાં નિરાળો રહે તો સમતાસુખનો અનુભવ થાય. નિરાળાપણાનો ભાવ તે સમતા. માન અને અપમાન બન્નેમાં સમતા જોઈએ. આપણે સરળ છીએ. સામો આપણને માયાકપટ કરી છેતરવા આવે ત્યારે મારે મારા સ્વભાવમાં રહેવું છે તેમ વિચારી સામે આપણે માયાકપટ ન કરીએ તો સમતા સુખનો અનુભવ થાય. આ જગતની કોઇપણ, વસ્તુમાં જે મહત્વ દેખાય છે તે વિષયનું સુખ છે. હું ભણું તો મને માનપાન મળશે, મારી સારી સરભરા થશે; તો તે વિષયનું સુખ છે. પણ જ્ઞાન ભણવાથી મારા આત્માને કર્મો ઠગી ન જાય એવો વિચાર આવે