________________
પ્રસ્તુત યોગશતક જો કે આધ્યાત્મિક ગ્રંથ છે, પણ તપાસ કિરતાં “યોગશતક” નામની અન્ય કૃતિની પણ જાણ થઈ. એ કૃતિ વૈધક વિષયને લગતી છે, અને તે સંસ્કૃતમાં છે. “શતક ” હોવા છતાં એની પ્રાપ્ત પ્રતિઓમાં “૧૨૪ પધો છે. એ વૈધક વિષયક કૃતિની અનેક પ્રતિએ જૈન ભંડારમાં સુલભ પણ છે. અમે મુનિ શ્રી પુણ્યવિજયજી મારફત પાટણસ્થિત હેમચંદ્ર જ્ઞાનમંદિરમાંની એક પ્રતિ મેળવી અને તે જોઈ.
દરમ્યાન નયચકસંપાદક મુનિ શ્રી અંબૂવિજયજી દ્વારા માલૂમ પડયું કે ટિબેટન ગ્રંથોમાં પણ એક “યોગશતક' છે. આ ઉપરથી અમે શાંતિનિકેતન અને નાલંદા બૌદ્ધ વિદ્યાપીઠમાં તપાસ કરી તે માલુમ પડ્યું કે ટિબેટન ભાષામાં અનુવાદિત થયેલો તે યોગશતક ગ્રંથ પણ વિધકને લગતો છે. એ અનુવાદ સંસ્કૃત ઉપરથી જ થયું છે એ નિઃશંક છે. આ ઉપરથી અમે એ જાણવા પ્રયત્ન કર્યો કે ટિબેટનમાં અનુવાદિત “યોગશતક” અને પાટણના ભંડારમાંથી મળેલ “યોગશતક” એ બંને એક જ છે કે જુદા જુદા. છેવટે નાલંદા વિદ્યાપીઠના અધ્યાપક ડો. નથમલજી ટાટિયાએ ત્યાંના લામા પાસે ટિબેટન ઉપરથી થોડે સાર કઢાવી અમને મોકલી આપ્યો. જો કે એ સાર શરૂઆતનાં બે પોને અને છેવટના એક પધન જ હતા, છતાં શરૂઆતનાં બે પધોના સારની પાટણથી પ્રાપ્ત “યોગશતક "માંના શરૂઆતના બે સંસ્કૃત પદ્ય સાથે અર્થદષ્ટિએ સરખામણી કરી તો એમ લાગ્યું છે કે શરૂઆતનાં એ બે પધો બંનેમાં એક જ છે. ટિબેટન અનુવાદમાંના ત્રીજા પધથી માંડી આગળના પધોને સાર અદ્યાપિ ઉપલબ્ધ થયો નથી, એટલે એમ તે અત્યારે કહી ન શકાય કે આગળને ભાગટિબેટન અને સંસ્કૃત “યોગશતક'માં કેટલે અંશે સમાન છે કે જુદે છે, પણ શરૂઆતનાં બે પધોને ભાવ બન્નેમાં સમાન હવાથી એવી અટકળ થાય છે કે મૂળ કૃતિ એક હશે અને તેને ટિબેટનમાં