________________
૪૨
વિશ્વ અજાયબી :
(ભક્તિ અને મુક્તિ આપનારા શ્રમણોના શુભમંગલ નામો) જૈનદર્શનમાં આત્માની ભક્તિ વધારનારાં કેટલાંક પવિત્ર નામો જગપ્રસિદ્ધ છે, જેમના જીવનની એક એક પ્રવૃત્તિ આદરણીય હતી.
શ્રેણિક અભયકુમારથી પ્રતિષ્ઠિત બનેલી મગધની એક વખતની રાજધાની રાજગૃહી જ્યાં પ્રભુ મહાવીરે ચૌદ ચોમાસા કર્યા. જ્યાં મુનિસુવ્રતસ્વામીનાં ચાર કલ્યાણકો થયાં, એ રાજગૃહી સાથે સંકળાયેલાં શુભ નામોને યાદ કરો. મેતાર્યમુનિ, શાલિભદ્રજી, મેઘકુમાર, નંદિષેણ, જંબુસ્વામી, શäભવસૂરિજી, પુણિયો શ્રાવક આ બધા મહાપુરુષોએ માનવજીવનના ઉત્કર્ષ માટે અનેક ભૂમિકાઓ સર્જી આપી.
નવા જૈનો બનાવનાર તરીકે અમર નામના મેળવનાર રત્નપ્રભસૂરિ, હેમચન્દ્રાચાર્યજી, જિનદત્તસૂરિજી, વર્ધમાનસૂરિજી, રાજપૂતાનામાં રાજપૂતોને જૈનત્વની દીક્ષા આપનાર જિનેશ્વરસૂરિજીએ પણ મોટું કામ કર્યું.
મધ્યપ્રદેશની ઐતિહાસિક નગરી ઉજ્જૈન સાથે સંકળાયેલાં નામોમાં શ્રીપાળ રાજા, રાજા સંપ્રતિ, રાજા વિક્રમાદિત્ય, માનતુંગસૂરિજી, કવિ ધનપાલ, શોભન મુનિ, અવંતિકુમાર અને સિદ્ધસેન દિવાકરજી આ બધાં નામોનું આજે પણ ઘેરઘેર સ્મરણ થાય છે.
(સ્વપ્નદૃષ્ટા શ્રમણોનો પ્રબળ પુરુષાર્થ) વિવિધ ઐતિહાસિક કાળખંડોમાં પ્રાચીનકાળથી જૈન આચાર્યો અને મુનિવર આદિનું વિવિધક્ષેત્રે ઘણું પ્રદાન રહેલું છે. ઇસ્વીસનની પ્રારંભની સદીમાં ગુજરાતમાં સ્થિર થયેલા જૈનાચાર્ય પાદલિપ્તસૂરિજી, જેમના નામ પરથી સિદ્ધ નાગાર્જુને પાલિતાણા વસાવ્યું.
પ્રાચીનકાળમાં વાચના આપીને જ્ઞાનનો ફેલાવો થતો હતો. પ્રથમ આગમવાચના આ. શ્રી ભદ્રબાહુના સમયમાં પાટલીપુત્રમાં થઈ. બીજી આગમવાચના સમ્રાટ સંપ્રતિએ ઉજ્જૈનમાં આર્ય સુહસ્તિસૂરિજીની નિશ્રામાં કરાવી. ત્રીજી આગમવાચનામાં આર્યરક્ષિતસૂરિજીનું પ્રદાન હતું. ચોથી આગમવાચના મથુરામાં થઈ. સ્કંદિલસૂરિજી તેમાં મુખ્ય હતા.
આજનું વલ્લભીપુર, જે મૈત્રક રાજાઓના સમયમાં ગુજરાતની રાજધાની ગણાતું ત્યાં વિક્રમ સં. ૫૧૦માં જૈન સિદ્ધાંતગ્રંથો અને આગમો પુસ્તકારૂઢ થયા. તે સાંસ્કૃતિક વિદ્યાધામ વલ્લભીમાં જૈન સરીશ્વરો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઘણી રીતે આપ્લાવિત કરી હતી. દેવર્ધ્વિગણિ આદિ સ્થવિરોની જે ઐતિહાસિક પરિષદ મળેલી, જ્યાં એક સમયે એકીસાથે ૫00 આચાર્યોએ ચાતુર્માસમાં પધરામણી કરેલી. શિરોમણિ ગણાતો કલ્પસૂત્ર ગ્રંથ પણ જ્યાં લખાયેલો એ વલ્લભીપુરના જૈનમંદિરમાં સેંકડો લહિયાઓની મૂર્તિઓ નજરે પડે છે.
છઠ્ઠા સૈકામાં થયેલા જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ ઉપરાંત ચૂર્ણિવ્યાખ્યાનકાર જિનદાસ ગણિ મહત્તર, આઠમાં સૈકાના જિનભદ્રસૂરિ, જિનદત્તસૂરિ, હરિભદ્રસૂરિ, બપ્પભટ્ટસૂરિ, ઉદ્યોતનસૂરિ, જિનસેનસૂરિ, દશમા સૈકાના પાર્થ મુનિ, આચાર્ય સિદ્ધર્ષિ, હરિષેણાચાર્ય વગેરે મુખ્ય હતા.
જૈન સંસ્કૃતિએ વિક્રમની વીસમી સદીમાં વિરાટ છલાંગ ભરી જેમાં આપણને ચિદાનંદજી, હુકમ મુનિ, અમૃતવિજય, જશવિજય, રંગવિજય, દયાવિજય આદિનાં સ્તવનો આજે પણ દેરાસરો ઉપાશ્રયોમાં ગુંજતા રહ્યાં છે. સાહિત્યક્ષેત્રમાં અભિધાન રાજેન્દ્રકોશ એ વીસમી સદીનું અનુપમ અને અજોડ પ્રદાન છે. વિશ્વકોશ સમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org