________________
ગુજરાતી ભાષાંતર કર્યું હોય તે તેઓને પૂરતે લાભ મળી શકશે. એમ ધારી શાસન-સમ્રાટુ સૂરિચક ચકવતી આબાલ- બ્રહ્મચારી સર્વતંત્ર સ્વતંત્ર આચાર્ય શ્રીમદ્વિજયનેમિસૂરીશ્વરજી પટ્ટાલંકાર કવિરત્ન પીયૂષપાણિ ભટ્ટારકાચાર્ય શ્રીમદ્વિ"જયામૃતસૂરીશ્વરજીના પ્રશિષ્ય મુનિરાજ શ્રી વિશાળવિજય. જીએ આ ગ્રંથનું સરળ ભાષાંતર કર્યું છે. પંન્યાસ પ્રવર પ્રખરવક્તા ધુરંધરવિજ્યજી ગણિવર્ય તથા મુનિરાજ શ્રી કરૂણાવિજ્યજીએ પ્રફ સંશોધનમાં જે સમયને ભેગ આપે તેના માટે અમે તેમના ત્રાણ છીએ. અમે આશા રાખીએ છીએ કે સમગ્ર જૈન બંધુઓ આ અપૂર્વ ગ્રંથનો લાભ લઈ અમારા શ્રમને સફળ કરશે.
આ ગ્રંથમાં કઈ ઠેકાણે જિનાજ્ઞા વિરૂદ્ધ છપાયું હોય અથવા દૃષ્ટિદેષથી ભૂલ રહી ગઈ હોય તેનું અમે મિથ્યાદુષ્કૃત માંગીએ છીએ.
આ ગ્રંથની પ્રસ્તાવના પૂ. પં. શ્રી યશોભદ્રવિજયજી ગણિવરે લખી આપી છે તથા આ પુસ્તકનું છાપકામ મર્યાકદિત સમયમાં કરી આપવા બદલ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસના માલિક શ્રી મણિલાલ છગનલાલ શાહનો સર્વેનો આભાર માનું છું.
લી. જશવંતલાલ ગીરધરલાલ શાહ ૧૨૩૮, રૂપાસુંદરચંદની પોળ, અમદાવાદ.