________________
પ્રકાશકીય–નિવેદન
અહિંસા અને પ્રેમના મહાદીપથી વસુધરાને પ્રકાશ પૂરનાર વિશ્વવંદ પરમાત્મા શ્રી મહાવીર સ્વામી આજથી લગભગ ૧૪૮૧ વર્ષ પૂર્વે આ પૃથ્વી પીઠ પર સપરિવાર વિચરતા હતા. ત્યારની આ હકીકત છે. ચરમતીર્થકર મહાવીર સ્વામી કે જેમનું “વર્ધમાન સ્વામી” એવું જગત પ્રસિદ્ધ નામ છે. તેઓએ ભવ્યજીવે પર અપૂર્વ ઉપકાર કરવા માટે આણંદ આદિ દશે શ્રાવકેને સત્યમાર્ગ દર્શનરૂપ આ ઉત્તમ દેશના આપી છે. અને એજ દેશના પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીએ ચરમhવળી શ્રી જખ્ખસ્વામી અત્રે સવિસ્તારે વર્ણવી છે. અને તે ઉપરથી વાચનાચાર્ય શ્રી રત્નલાભ ગણિના શિષ્યરત્ન શ્રી રાજકીતિ ગણિએ શ્રી વર્ધ માન દેશના નામક સંસ્કૃત ગ્રંથ ગદ્યબદ્ધ રચે છે આ . ગ્રંથમાં પ્રભુની પહેલી દેશના સાંભળી પ્રતિબોધ પામેલા આણંદ આદિ દશે શ્રાવકના ચરિત્રે તેમજ દષ્ટાંત સહિત. બાવીશ કથાઓને સમાવેશ થાય છે. તે પવિત્ર પુરૂષના. ચરિત્રનું વાંચન જૈન સમાજને અતિ ઉપયોગી તેમજ અનુકરણીય છે.
આ ગ્રંથ માગધી તેમજ સંસ્કૃત ભાષામાં હોવાથી જૈન બંધુઓ તેને પૂરતો લાભ લઈ શકતા નથી પરંતુ આ ગ્રંથનું