________________
લઘુત્તિ-પ્રથમ અધ્યાય–પ્રથમ પાદ
[૧૯
વખતે નાદધ્વનિનો સંસર્ગ થતાં અષ નામનો બાહ્ય પ્રયત્ન થાય છે. હવે જયારે વાયુની અપતા હોય ત્યારે અલ્પપ્રાણ નામને બાહ્ય પ્રયત્ન થાય છે અને જ્યારે વાયુની મહત્તા–અધિકતા–હોય ત્યારે મહાપ્રાણ નામને બાહ્ય પ્રયત્ન થાય છે. મહાપ્રાણુતા હોય ત્યારે ઉમતા થાય છે. હવે જ્યારે સર્વાગાનુસારી પ્રયને તીવ્ર થાય છે ત્યારે ગાત્રનો નિગ્રહ થાય છે, કંઠબિલ અણુ-નાનું બની જાય છે અને વાયુની ગતિ તીવ્ર હેવાથી સ્વર રક્ષ થઈ જાય છે ત્યારે ઉદાત્ત નામને બાહ્ય પ્રયત્ન થાય છે. જ્યારે સવ ગાનુસારી પ્રયત્ન મંદ થાય છે ત્યારે ગાત્ર ઢીલું થઈ જાય છે, કંઠબિલ મોટું થઈ જાય છે અને વાયુની મંદગતિ થવાને લીધે સ્વર સ્નિગ્ધ થઈ જાય છે ત્યારે અનુદાત્ત નામનો બાથ પ્રયત્ન થાય છે. હવે જયારે ઉદાત્ત સ્વર અને અનુદાત્ત સ્વર એ બન્નેનો સંનિપાત–એક સાથે મેળાપ – થાય છે ત્યારે સ્વરિત નામને બાહ્ય પ્રયત્ન થાય છે. આ રીતે ઉપર જણાવેલા અગિયારે બાથ પ્રયત્નોની ઉત્પત્તિપ્રક્રિયા સમજવાની છે.
વર્ણની નિષ્પત્તિના સમય પહેલાં જ વિવાર વગેરે બાહ્ય પ્રયત્ન વાયુને લીધે પેદા થાય છે. તેથી એ પ્રયત્નો વર્ણની નિષ્પત્તિ થયાં પહેલાં જ પેદા થઈ જતા હોવાથી બાથ પ્રયત્ન ગણાય છે અને પૃષ્ટતા વગેરે ઉપર કહેલા ચાર પ્રયત્ન–સ્થાન અને આસ્યમયની ક્રિયા થતાં જ્યારે વર્ણની નિષ્પત્તિ થવાનો સમય હોય છે ત્યારે જ–પેદા થતા હોવાથી આંતરપ્રયતને અથવા આસ્વપ્રયત્ન ગણાય છે. આ રીતે જે પ્રયત્નો વર્ણની નિષ્પત્તિ પહેલાં જ થઈ જાય છે તેને બાહ્ય ગણવામાં આવેલ છે અને જે પ્રયત્નો વર્ણની નિષ્પત્તિને સમયે જ પેદા થાય છે તેમને આંતરપ્રયતને ગણવામાં આવેલ છે. આમ, બારા પ્રયતનના સ્વરૂપની અને આંતરપ્રયત્નના સ્વરૂપની આ બીજી વ્યાખ્યા પણું બતાવેલ છે.
ક્યા યંજનના કયા બાથ પ્રયત્ન છે તે અંગે આચાર્યશ્રી જણાવે છે કે દરેક વર્ગનો પહેલે વ્યંજન અને બીજે વ્યંજન શ ષ સ, વિસગી, જિહવામૂલીય અક્ષર અને ઉપમાનીય વ્યંજને એ બધા વિવૃત કંઠવાળા, શ્વાસના અનુપ્રદાનવાળા અઘોષ પ્રયત્નવાળા છે.
દરેક વર્ગનો ત્રીજે, ચોથો અને પાંચમે વ્યંજન, અંત અક્ષરોય ર લ વ, હકાર અને અનુસ્વાર સંવૃત કંવાળા, નાદના અનુપ્રદાનવાળા શેષ પ્રયત્નવાળા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org