________________
૧૮ ]
સિદ્ધહેમ શબ્દાનુશાસન
ખાદ્ય પ્રયત્નનાં નામ આ છે: વિવાર-સવાર, શ્વાસનાદ, ધેાષ-અદ્રેષ, અલ્પપ્રાણ-મહાપ્રાણ, ઉદાત્ત-અનુદાત્ત અને સ્વરિત એમ અગિયાર ખાદ્ય પ્રયત્ન છે.
કાઈપણ વસ્તુ જ્યારે સ્પષ્ટ ઉચ્ચારણ થાય છે ત્યારે સ્થાન, કરણુ અને પ્રયત્નાની ક્રિયા થાય છે. કરણ ચાર છે: જીભનું મૂલ, જીભને મધ્ય ભાગ, અગ્ર ભાગ અને જીભના ઉપાય ભાગ. જ્યારે સ્થાન તથા આસ્યપ્રયત્ના સરખાં હેાય છે ત્યારે આ કરણા આપે!આપ સરખાં બની જાય છે. એથી જ સ્થાન અને આસ્વપ્રયત્નેાની સરખાઈને વિચાર બતાવેલ છે, પણ કરણની સરખાઈની જુદી ચર્ચા કરેલ નથી.
જ્યારે વણુને ધ્વનિ પેદા થાય છે ત્યારે સ્થાન, કરણ અને પ્રયત્ન પરસ્પર સ્પર્શ કરે છે તેનુ નામ ધૃતાપ્રયત્ન; જ્યારે સ્થાન, કરણ અને પ્રયત્ને પરસ્પર ઘેાડેા થોડા સ્પર્શ કરે છે. તેનું નામ ઈષત્કૃષ્ટતા પ્રયત્ન; જ્યારે સ્થાન, કરણ અને પ્રયત્ના પાસે પાસે આવી જઈને સ્પર્શ કરે છે તેનુ નામ સ ંવૃત્તતાપ્રયત્ન; અને જ્યારે એ સ્થાન, કરણ અને પ્રયત્ને દૂરથી પ કરે છે ત્યારે તેનુ નામ વિદ્યુતતાપ્રયતા. આ ચારે આસ્યપ્રયત્ન અથવા અન્ત:પ્રયત્ના અંદર થનારા પ્રયત્ન છે.
ઉપર જે અગિયાર બાહ્ય પ્રયત્નાનાં નામ આપેલાં છે તે પ્રયત્ના પેદા થવાની પ્રક્રિયા આ પ્રમાણે છે :
જ્યારે પ્રાણ નામને વાયુ ઊંચે આક્રમણ કરતા જાય છે અને મૂર્ધામાં પ્રતિઘાત પામે છે ત્યારે તે પ્રતિઘાત પામેલે પ્રાણવાયુ ત્યાંથી પાછે વળે છે અને પાછા વળતાં જ આપણા પેટના કાઠાની સાથે અથડાય છે. એ રીતે અથડાતાં જ કુંડનું બિલ પહેાળુ, થતાં વિવાર નામને ખાદ્ય પ્રયત્ન પેદા થાય છે અને ક ંઠનું બિલ જ્યારે સકાચ પામે છે ત્યારે સવાર નામને બાહ્ય પ્રયત્ન થાય છે. હવે જ્યારે ક ંદનુ બિલ પહેાળુ થાય છે ત્યારે શ્વાસ નામના બાહ્ય પ્રયત્ન થાય છે અને જ્યારે કઠનું બિલ સાંકડુ થાય છે ત્યારે નાદ નામના બાહ્ય પ્રયત્ન થાય છે. હવે સ્થાન તથા કરણના અભિધાત થતાં જ્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે ત્યારે નાદ પાછળ દેવાય છે તે વખતે નાદનિને! સસ થવાથી દ્વેષ નામને! માર્ચ પ્રયત્ન થાય છે અને જ્યારે સ્થાન તથા કરણના અભિધાત થતાં ધ્વનિ પેદા થાય છે ત્યારે શ્વાસ પાછળ દેવાય છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org