________________
શુકરાજનો પૂર્વભવ. દઈ મારી નાંખ્યો, સિંહપ્રધાન મૃત્યુ પામી વિમળાચળની વાવડીમાં હંસ તરીકે ઉત્પન્ન થયો, ત્યાં વાવડી અને તીર્થ દેખી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, અને તેથી પશ્ચાતાપ થવાથી ચાંચમાં ફુલ લઈ ભગવાનને ચડાવવાની અપૂર્વભક્તિપૂર્વક મૃત્યુ પામી તે સૌધર્મદેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવી અહિં આપના પુત્ર હંસકુમાર તરીકે ઉત્પન્ન થયો.
આ હંસકુમાર તે સિંહપ્રધાન છે, તેની જાણ થતાં વૈર વાળવા માટે મેં હંસકુમાર ઉપર હુમલો કર્યો, પણ જય પરાજય પૂર્વના પૂર્યા વિના મળતો નથી. હવે હું શ્રીદત્ત કેવલી પાસે દીક્ષા લઈ શેષ જીવન સારી રીતે પસાર કરીશ.” મૃગધ્વજ રાજા તથા બન્ને કુમારોએ પણ શુરની ક્ષમા માગી. મૃગધ્વજરાજા વિચારવા લાગ્યો કે, કેવલી ભગવાને મને ચંદ્રાવતીના પુત્રને જોઈશ, ત્યારે વૈરાગ્ય થશે. તેમ કહ્યું છે, તેને તો હજુ સુધી પુત્રનો સંભવ નથી. અને મારે ક્યાં સુધી આવા સંસારના કડવા અનુભવો સહન કરવાના અને સાંભળવાના રહેશે.” આ વિચાર કરે છે, તેટલામાં એક યુવાને આવી રાજાને નમસ્કાર કર્યો, રાજાએ પૂછ્યું “તું કોણ છે? તેટલામાં આકાશવાણી ઉત્પન્ન થઈ કે, “હે રાજન્ ! આ કુમાર ચંદ્રાવતીનો પુત્ર છે. તે નિઃશંક છે, છતાં તને શંકા ઉપજતી હોય, તો ઇશાન ખૂણામાં પાંચ યોજન ઉપર જે કદળીવન છે, ત્યાં યશોમતીયોગિની રહે છે, તેને પૂછી સર્વ વાત નિઃશંક કર,' રાજા આશ્ચર્ય પામી ઇશાનખૂણામાં ગયો, અને ત્યાં એક યોગિનીને જોઈ રાજાને જોઈ તુર્ત યોગિની બોલી કે, “હે રાજનું! જે આકાશવાણી તેં સાંભળી તે તદ્દન સત્ય છે. છતાં નિઃશંકતા માટે આ યુવાન ચંદ્રાવતીનો પુત્ર કેમ અને કઈ રીતે છે, તે માટે હું કહું તે સાંભળો.
ચંદ્રપુરનગરમાં સોમચંદ્રરાજા હતો, તેને ભાનુમતી રાણી હતી. હેમવંતક્ષેત્રમાંથી એક યુગલ ચ્યવી ભાનુમતીના ગર્ભમાં ઉત્પન્ન થયું. જન્મબાદ તેના માતા-પિતાએ તેનું નામ ચંદ્રશેખર અને ચંદ્રાવતી પાડ્યું. ઉંમર લાયક થતાં ચંદ્રાવતીનું લગ્ન હે રાજા! તારી સાથે થયું, અને ચંદ્રશેખરનું યશોમતી રાજકન્યા સાથે થયું. પૂર્વભવના સ્નેહથી ચંદ્રશેખર-ચંદ્રાવતીને પરસ્પર કામવાસના જાગૃત થઈ, ચંદ્રશેખરે કામદેવયક્ષને પ્રસન્ન કરી, “ચંદ્રાવતીનો પુત્ર રાજાને ન મળે, ત્યાં સુધી અદશ્ય રહી, યથેચ્છ રીતે વર્તતાં તને કોઈ દેખશે નહિ.' તેવું તેણે વરદાન મેળવ્યું, અનુક્રમે ચંદ્રાવતી સાથે યથેચ્છ સુખ વિલસતાં તેને પુત્ર થયો, તેનું નામ ચંદ્રાંક પાડ્યું, અને તે પુત્રને પોતાની પરિણીત સ્ત્રી યશોમતીને સોંપ્યો. યશોમતિ, પતિ અને પુત્ર સુખથી રહિત હોવાથી પોતાના બાળકની જેમ તે છોકરાને તેણે ઉછેર્યો. આમ છતાં આ બધું દેવપ્રભાવથી અજ્ઞાત રહ્યું. જોતજોતામાં ચંદ્રાંકકુમાર યુવાન થયો, યશોમતીનું ચિત્ત યુવાન ચંદ્રાંકકુમારને દેખી વિહળ બન્યું અને તેણે વિચાર્યું કે, “જે પતિ મને છેતરી-ભગિનીને ભોગવે છે, તેને છેતરી મારા નહિ એવા કુમાર સાથે મને ભોગ ભોગવતાં શો વાંધો છે ?' એમ વિચારી કામવિહળ બનેલ યશોમતીએ ચંદ્રાંક આગળ પોતાનો દુષ્ટ વિચાર રજુ કર્યો.
ચંદ્રાંક ચમક્યો અને બોલી ઉઠ્યો કે, “તું માતા થઈ આવો નીચ વિચાર કરતાં કેમ શરમાતી નથી ?” યશોમતીએ જવાબમાં કહ્યું કે, હું તારી માતા નથી, તારી માતા તો ચંદ્રાવતી છે.' આ પછી ચંદ્રાંકકુમાર મને તિરસ્કારી તમારી શોધ માટે નીકળ્યો. હું પણ પતિ-પુત્ર અને