Book Title: Shraddhvidhi Prakaran
Author(s): Vajrasenvijay Gani
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 362
________________ ૩૩૮ પરિશિષ્ટ . पणव-हरिया-रिहा ईहमंतह बीआणिसप्पहावाणि । सव्वेसिं तेसिं मूलो, इक्को नवकारवरमतो ॥१२॥ પ્રણવ એટલે ઓકાર, માયા એટલે હકાર અને અઈ વગેરે પ્રભાવશાળી મંત્ર બીજો છે, તે સર્વનું મૂળ એક પ્રવર નવકારમંત્ર છે. અર્થાત્ ૐ હ્રીં અહં વગેરે મંત્રબીજોના મૂળમાં પણ શ્રી નવકારમંત્ર રહેલો છે. ताव न जायइ चित्तेण, चिंतियं पत्थिअं च वायाए । काएण समाढतं, जाव न सरिओ नमुक्कारो ॥१३॥ ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી કે જ્યાં સુધી શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કારને સ્મરવામાં આવ્યો નથી. ____ भोअणसमए सयणे, विबोहणे पवेसणे भओ वसणे । __पंचनमुक्कारं खलु, समरिज्जा सव्वकालम्मि ॥१४॥ ભોજન સમયે, શયન સમયે, જાગવાના સમયે, પ્રવેશ સમયે, ભય વખતે, કષ્ટ વખતે, એમ સર્વ સમયે ખરેખર પંચનમસ્કારને સ્મરવો જોઈએ. ज किंचि परमतत्तं, परमपयकारणं च जं किंचि । तत्थ वि सो नवकारो, झाइज्जइ परमजोगिहिं ॥१५॥ જે કાંઈ પરમતત્ત્વ છે અને જે કાંઈ પરમપદનું કારણ છે, તેમાં પણ તે નવકાર જ પરમયોગિઓ વડે વિચારાય છે. एनमेव महामंत्र, समाराध्येह योगिनः । त्रिलोक्यापि महीयन्तेऽधिगताः परमां श्रियम् ॥१६॥ યોગી પુરુષો આ જ નવકારમંત્રનું સમ્યગુ રીતિએ આરાધના કરીને પરમલક્ષ્મીને પામી ત્રણે લોક વડે પૂજાય છે. कृत्वा पापसहस्राणि, हत्वा जन्तुशतानि च । अमुं मन्त्रंसमाराध्य, तिर्यंचोपि दिवं गताः ॥१७॥ હજારો પાપોને કરનારા તથા સેંકડો જંતુઓને હણનારા તિર્યંચો પણ આ મંત્રની સારી રીતિએ આરાધના કરીને સ્વર્ગને પામ્યા છે. अहो पंचनमस्कारः, कोप्युदारो जगत्सु यः । संपदोऽष्टौ स्वयं धत्ते, दत्तऽनन्तास्तु ता:सताम् ॥१८॥ અહો ! આ જગતમાં પંચ નમસ્કારનું કોઈ વિશિષ્ટ ઉદારપણું છે કે જે પોતે આઠ જ સંપદાને ધારણ કરે છે છતાં પુરુષોને તે અનંત સંપદાને આપે છે. त्वं मे माता पिता नेता, देवो धर्मो गुरु परः । प्राणा:स्वर्गोऽपवर्गश्च, सत्त्वं तत्त्वं मतिर्गतिः ॥१९॥

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394