________________
શ્રી નમસ્કાર મહામંત્ર મહિમા ગર્ભિત શ્લોકો.
૩૩૭ પંચ નવકાર ચિંતવવા માત્રથી પણ જલ અને અગ્નિને થંભાવી દે છે, તથા અરિ, મારિ, ચોર અને રાજા-સંબંધી ઘોર ઉપસર્ગોનો સંપૂર્ણપણે નાશ કરે છે.
हरइ दुहं कुणइ सुहं, जणइ जसं सोसओ भवसमुदं ।
इहलोयपारलोइय-सुहाण मूलं नमुक्कारो ॥५॥ શ્રી નમસ્કાર મહામંત્ર દુઃખને હરે છે, સુખને કરે છે, યશને ઉત્પન્ન કરે છે, ભવસમુદ્રને શોષે છે, તથા આ નમસ્કાર આ લોક અને પરલોકનાં સઘળાં સુખોનું મૂળ છે.
नवकार-इक्क-अक्खर, पावं फेडेई सत्तअयराणं ।
पन्नासं च पअणं, सागर-पणसय-समग्गेणं ॥६॥ | શ્રી નવકાર મંત્રનો એક અક્ષર સાત સાગરોપમનું પાપ નાશ કરે છે, શ્રીનવકારમંત્રના એક પદ વડે પચાસ સાગરોપમનું પાપ નાશ પામે છે અને સમગ્ર નવકાર વડે પાંચસો સાગરોપમનું પાપ નાશ પામે છે.
जो गुणइ लक्खमेगं, पूओइविहीइजिणनमुक्कारं ।
तित्थयर-नामगो, सो बंधई नत्थि संदेहो ॥७॥ શ્રી જિનેશ્વરની પૂજાપૂર્વક જે એક લાખ વાર નવકારને વિધિપૂર્વક ગણે છે તે શ્રી તીર્થકર નામકર્મ’ ઉપાર્જન કરે છે તેમાં જરા પણ સંદેહ નથી.
इक्कोवि नमुक्कारो, परमेठ्ठीणं पगिठ्ठभावाओ ।
सयलं किलेसजालं, जलं व पवणो पणुल्लेई ॥८॥ પ્રકૃષ્ટ ભાવથી પરમેષ્ઠિઓને કરેલો એક પણ નમસ્કાર પવન જેમ જલને શોષી નાંખે તેમ સકલ ફલેશકાળને છેદી નાંખે છે.
पंचनमुक्कारेणसमं, अंते वच्चंति जस्स दसपाणा ।
सो जइ न जाइ मुक्खं, अवस्स वेमाणिओ होइ ॥९॥ અંત સમયે જેના દશ પ્રાણો પંચ નમસ્કારની સાથે જાય છે તે મોક્ષને ન પામે તો પણ વૈમાનિક અવશ્ય થાય છે.
जे केइ गया मुक्खं, गच्छंति य केविकम्ममलमुक्का । ।
ते सव्वे च्चिय जाणसु, जिणनवकारप्पभावेणं ॥१०॥ જે કોઈ મોક્ષે ગયા છે અને જે કોઈ કર્મમલથી રહિત બનીને મોક્ષે જાય છે તે સર્વ પણ શ્રી જિનનવકારના જ પ્રભાવે છે એમ જાણો.
एसो मंगलनिलओ, भवविलओ सयलसंघ-सुहजणओ ।
नवकार परममंतो, चिंतियमित्तो सुहं देई ॥११॥ પરમ મંત્રરૂપ આ નવકાર મંગલનું ઘર છે, તે સંસારનો વિલય કરનાર છે, સકલ સંઘને સુખ ઉપજાવનાર છે અને ચિંતવવા માત્રથી સુખને દેનારો થાય છે.
૪૩