Book Title: Shraddhvidhi Prakaran
Author(s): Vajrasenvijay Gani
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 387
________________ પુણ્યરૂપી અંગનું પાલન કરનાર નમસ્કાર છે. ૩૬૩ પરમેષ્ઠિનમસ્કારની ક્રિયાને આટલું બધું મહત્ત્વ આપ્યું છે. પરમેષ્ઠિનમસ્કાર એ ભક્તિની ક્રિયા છે અને ભક્તિ એ મોક્ષનું અનન્ય સાધન છે. એ સાધન હોવા છતાં અપ્રમત્તભાવ ન પ્રગટે ત્યાં સુધી જ્ઞાનીઓએ એને સાધ્ય કરતાં પણ અધિક આદર આપ્યો છે અને એટલે સુધી સ્પષ્ટ રીતે કહ્યું છે કે “મુક્તિથી અધિક તુજ ભક્તિ, મુજ મન વસી.” કારણ કે આવી અનન્ય ભક્તિથી જ પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ સુલભ બને છે. એ દૃષ્ટિએ જ અહીં પરમેષ્ઠિનમસ્કારને મોક્ષના અનન્ય કારણભૂત એવા પુણ્યાનુબંધી પુણ્યની જનની તરીકે કહેલ છે. પુણ્યરૂપી અંગનું પાલન કરનાર નમસ્કાર છે. પુત્રને જન્મ આપી દેવા માત્રથી માતાનું કાર્ય પૂરું થઈ જતું નથી. જન્મ આપવા કરતાં પણ પાલન પોષણ કરવામાં વધારે જવાબદારી અદા કરવી પડે છે. આ બધી જવાબદારી માતા બરાબર અદા કરે છે. જગતમાં પાલ્યપાલક સંબંધો અનેક પ્રકારના ગણાય છે. રાજા પ્રજાનું પાલન કરે છે, પતિ પત્નીનું પાલન કરે છે, શેઠ નોકરનું પાલન કરે છે, પણ આ બધા પાલનમાં કોઈપણ પાલક પોતાનું સ્વત્વ આપીને પોતાના આશ્રિતનું પાલન કરતો નથી. જ્યારે માતા પોતાનું સ્વત્વ આપીને પોતાનું હીર આપીને પોતાનાં સુખ, સગવડ, શાન્તિ અને સર્વસ્વના ભોગે પુત્રનું પાલન કરે છે. માત્ર પાલન કરે છે એટલું જ નહિ પણ પોતાના જીવનમાં સુંદર સંસ્કારોનું સિંચન કરીને પુત્રમાં તે વારસો ઉતારે છે. બાળકને હજારો ઉપદેશ જે અસર ન કરે તે તે અસર માતાનું આચરણ કરે છે. બાળકની અવ્યક્ત અવસ્થામાં ઉપદેશ કારગત નીવડતો નથી પણ માતાના પ્રકૃતિગત સુંદર સંસ્કારોની અસર તેના જીવન ઉપર પડે છે. મોટે ભાગે તે વખતે મળેલા સારા માઠા સંસ્કારો પ્રમાણે જ બાળકનું જીવન ઘડાય છે. અહિંસાપ્રેમી માતાનાં બાળકો સ્વભાવિક રીતે જ દયાળુ બને છે. ભક્તિપ્રિય અને શ્રદ્ધાળુ માતાના સંતાનો ભક્તિપ્રિય અને શ્રદ્ધાળુ બને છે. મક્કમ મનોબળવાળી નીડર અને શીલસંપન્ન માતાના સંતાનો ટેકીલા, શૂરવીર અને શીલસંપન્ન બને છે. સેવાભાવી માતાના સંતાનો સ્વાભાવિક રીતે જ સેવાભાવી બને છે. વિનીત માતાના સંતાનો વિનયશીલ બને છે અને ઉદારતાગુણસંપન્ન માતાના સંતાનો રાજ્યાદિ સંપત્તિનો પણ તૃણની જેમ ત્યાગ કરનારા બને છે એટલું જ નહિ પણ અવસર આવે બીજાની ખાતર પોતાના પ્રાણોનો પણ ત્યાગ કરતા લેશ પણ અચકાતા નથી. આ બધું માતા તરફથી મળેલા સુસંસ્કારોનું પરિણામ હોય છે. સ્વયં ઉત્તમ બન્યા વિના ઉત્તમતાના સંસ્કારો આપી શકાતા નથી. આજ સુધીમાં અનેક મહાપુરુષોની જગતને જે ભેટ મળી છે તેનું મૂળ તપાસીએ તો ઉત્તમ નરરત્નો તરીકે તેઓનું ઘડતર કરવામાં મુખ્ય ફાળો ત્યાગ અને વાત્સલ્યની મૂર્તિ એવી માતાનો અથવા માતા જેવું હદય ધરાવનાર પવિત્ર આત્માઓનો હોય છે એમ જણાયા સિવાય રહેશે નહિ. સર્વસ્વના ભોગે માતા

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394