________________
પુણ્યાનુબંધી પુણ્યની ઉપાદેયતા.
૩૬૧ તેમાં જો પુણ્યની પ્રબળતા હોય તો મોક્ષને અનુકૂળ ઉત્તમોત્તમ પ્રકારની સામગ્રી મેળવી આપવામાં તે અગ્રગણ્ય ભાગ ભજવે છે.
કર્મની પરતંત્ર દશામાં રહેલો જીવ અનાદિ અભ્યાસના યોગે સહજભાવે અશુભમાં તન્મય બની જાય છે. જીવની આ અશુભ દશા શુભ આલંબન વિના ટળી શકતી નથી અને શુભ આલંબનોની પ્રાપ્તિ પુણ્યાનુબંધી પુણ્ય વિના સુલભ નથી.
આરાધક માત્રનું અંતિમ ધ્યેય સર્વ કર્મથી રહિત બનવાનું હોય છે. પણ એ દશા પ્રાપ્ત થતાં. પહેલાં વચ્ચે એક અવસ્થામાંથી અવશ્ય પસાર થવું પડે છે. એ અવસ્થાનું નામ “કુશલાનુબંધી કર્તવ્યોમાં આત્માને ઓતપ્રોત બનાવી દેવો’ તે છે. આ વાત દષ્ટાંતથી વિચારીએ. પુણ્યાનુબંધી પુણ્યની ઉપાદેયતા
કોઈ માણસને ભીંત ઉપર એક સુંદર ચિત્ર આલેખવાની ઇચ્છા થઈ. આ કાર્ય માટે પ્રથમ ભીંતને યોગ્ય બનાવવી પડે છે, એટલે કે ખાડા-ટેકરા દૂર કરી જમીનને સરળ, લીસી અને પાણીદાર બનાવવી પડે છે. પોતાનું ચિત્ર તેમાં ઝળકી ઊઠે તે માટેના તમામ ઉપાયો કરવા પડે છે. આ બધું થયા પછી જ તેમાં આલેખેલું ચિત્ર પ્રતિષ્ઠાને પામે છે. અહીં ત્રણ અવસ્થા થઈ.
પ્રથમ ભીંત ચિત્ર માટે અયોગ્ય હતી તે પહેલી અવસ્થા. તેને ઉપાયો દ્વારા યોગ્ય બનાવી તે તેની બીજી અવસ્થા. એ યોગ્ય બન્યા પછી તેમાં ચિત્ર પ્રતિષ્ઠાને પામ્યું છે તેની ત્રીજી અવસ્થા
આમાં વચ્ચે યોગ્ય ઉપાયો દ્વારા ભીંતને યોગ્ય બનાવવાની ક્રિયા કરી ન હોત તો કદી પણ તેમાં ચિત્ર ઝળકી શકતા નહિ. તેમ અહીં પણ જીવ અનાદિકાળથી અશુભ ભાવમાં રમણતા કરે છે તેને પ્રથમ પુણ્યાનુબંધી પુણ્યથી ઉત્પન્ન થતાં ઉત્તમોત્તમ નિમિત્તોના બળથી શુભ ભાવનામાં લાવવો પડે છે. અને એ રીતે જીવમાં શુભની પ્રતિષ્ઠા થયા પછી એટલે કે અણુએ અણુમાં શુભભાવની એકમેકતા થયા પછી જ જીવરૂપી ભીંત ઉપર શુદ્ધિનો રંગ ચઢી શકે છે.
અહીં પણ ત્રણ અવસ્થા થઈ. પ્રથમ અશુભ, પછી તેને તે તે ઉપાયો વડે શુભ બનાવી તે બીજી, અને એ શુભ બન્યા પછી તેના ઉપર શુદ્ધ દશારૂપી રંગ ચઢ્યો તે ત્રીજી અવસ્થા. આ અનાદિનો ક્રમ છે. જે કોઈ શુદ્ધ દશાને પામ્યા છે તે બધા આ રીતે ક્રમશઃ વિકાસ કરીને જ શુદ્ધ દશાને પામ્યા છે.
અશુભની રુચિ બેઠી છે ત્યાં સુધી આલંબનની ખૂબ જ જરૂર છે. શુભના બળથી અશુભનો રાગ ટળી ગયા પછી શુભ પોતાની મેળે જ ખસી જાય છે. કારણ કે તે સજ્જન મિત્ર જેવો છે. જરૂર હોય ત્યાં સુધી સહાયમાં ઊભો રહે અને જરૂર પૂર્ણ થાય ત્યારે પોતાની મેળે ખસી જાય. એનું મુખ્ય કામ અશુભને કાઢવાનું છે. જેમ એરંડિયું પેટમાં ભરાયેલા જૂના મળને કાઢી પોતે પોતાની મેળે નીકળી જાય છે. તેમ આ પુણ્યાનંખુધી પુણ્ય અશુભની રુચિ દૂર કરાવે છે અને મોક્ષને અનુકૂળ ઉત્તમ વસ્તુઓમાં ઉત્તમ રુચિ કરાવી સન્માર્ગમાં સ્થિર કરાવી જરૂર હોય
(૪૬