Book Title: Shraddhvidhi Prakaran
Author(s): Vajrasenvijay Gani
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 383
________________ માયાને જીતવાનો ઉપાય (આચાર્ય પદ). ૩૫૯ આત્મસાત્ કર્યો હોય તે ગુણવાળાની સાથે વસવાથી, તેમના પ્રત્યે આદર અને બહુમાન કેળવવાથી, તેમના ગુણની અનુમોદના અને પ્રશંસા કરવાથી, તેમને વારંવાર પ્રણામ કરવાથી તેમની સેવા કરવાથી આપણામાં પણ તે ગુણ પ્રગટે છે. વિનયશીલ એવા ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરનારમાં પછી માન કે અભિમાન ટકી શકતાં નથી અને નમ્રતા તેમનામાં વધતી જાય છે. પ્રકૃતિનો એવો નિયમ છે કે મદ અને માનને છોડીને મનુષ્ય જેમ જેમ વધારે ને વધારે નમ્ર બનતો જાય છે તેમ તેમ તે વધારે ને વધારે ઉન્નત બનતો જાય છે. કહ્યું પણ છે કે “અંતર મદભાવ વહાવે, તે ત્રિભુવન નાથ કહાવે” અર્થાત્ નમ્રતાથી જ સાચી પ્રભુતા પ્રગટે છે. આ રીતે ઉપાધ્યાય પદને નમસ્કાર કરવાથી આત્મા ઘણી પ્રગતિ સાધી શકે છે. માયાને જીતવાનો ઉપાય (આચાર્ય પદ) “નમો આયરિયાળ” આ પદથી માયાચાર દૂર થાય છે. ગુપ્ત શક્તિને ગોપવવી, અર્થાત્ તેનો સદુપયોગ ન કરવો તે માયાચાર કહેવાય છે. સદાચારની ક્રિયાઓમાં સંલગ્ન રહેતા ભાવાચાર્યો પોતાનું બળ જરા પણ ગોપવતા નથી. આચાર્યપદને નમવાથી શક્ય ક્રિયામાં પરાક્રમ ફોરવવાનું બળ આવે છે અને તેથી માયાચાર (માયા નામનો દોષ) ટળે છે. માયા ટળે એટલે સરળતા નામનો ગુણ પ્રગટે જ છે. મનુષ્ય જેમ જેમ વધુ ને વધુ સરળ બનતો જાય છે તેમ તેમ તે મુક્તિની વધુ ને વધુ નિકટ પહોંચતો જાય છે. આત્માની સરળતા એ મુક્તિનો સૌથી ટૂકામાં ટૂંકો માર્ગ છે. આવી સરળતા આપણને આચાર્યપદની ઉપાસના દ્વારા સુલભ બને છે તેથી તે પદ આપણા અનંત કલ્યાણને કરનારું બને છે. લોભને જીતવાનો ઉપાય (સિદ્ધ પદ) “નમો સિદ્ધાળું” આ પદ દુન્યવી લોભને દૂર કરનાર છે. સિદ્ધ પરમાત્માની અનંત ઋદ્ધિનું દર્શન થયા પછી દુન્યવી ઋદ્ધિનો લોભ રહેતો નથી. ભમરો ત્યાં સુધી જ ગુંજારવ કરે છે જ્યાં સુધી તેણે પુષ્પનો પરાગ મેળવ્યો નથી. જીવને દુન્યવી પદાર્થોનો લોભ ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી આત્માની અનંતઋદ્ધિનું દર્શન તેને થયું નથી. સિદ્ધપદને નમવાથી વાસ્તવિક રીતે તો પોતાના આત્મામાં જ રહેલી અનંતઋદ્ધિનું દર્શન થાય છે તેથી તેનો બીજો દુન્યવી લોભ ટળી જાય છે અને સંતોષવૃત્તિ પ્રગટે છે. મનુષ્ય જેમ જેમ વધુ ને વધુ સંતોષવૃત્તિ કેળવતો જાય છે તેમ તેમ તેનામાં સુખની માત્રા વધતી જાય છે. સુખનો સંબંધ સંતોષની સાથે છે. કારણ કે સુખનું મૂળ સંતોષ છે. એ સંતોષગુણની પ્રેરણા આપણને સિદ્ધપદ દ્વારા મળે છે માટે સિદ્ધપદ આપણા માટે મહાન ઉપકારી બની જાય છે. ખરેખર આ મહામંત્રનો પ્રભાવ વચનાતીત છે, અચિંત્ય છે. ગુણ પ્રાપ્તિના લક્ષ્યપૂર્વક તેની ઉપાસના કરવાથી આ મહામંત્ર ભવ્યાત્માઓને આ ભવમાં જ કષાયો ઉપર વિજય અને જીવનમુક્ત દશાને પ્રાપ્ત કરાવી અહીં જ મુક્તિસુખનો અનુભવ કરાવનાર બને છે. કહ્યું પણ છે કે ઋષાયમુર્ત્તિ: બિન મુòિરેવ ॥

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394