Book Title: Shraddhvidhi Prakaran
Author(s): Vajrasenvijay Gani
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 386
________________ ૩૯૨ પરિશિષ્ટ ત્યાં સુધી ખડે પગે ઊભા રહી અનેક રીતે સહાય કરે છે અને જ્યારે જરૂર ન હોય ત્યારે સ્વયં ખસી જાય છે. આવા કુશલાનુબંધી પુણ્યને ઉત્પન્ન કરનાર હોવાથી નમસ્કાર મહામંત્રને પુણ્યરૂપી શરીરને ઉત્પન્ન કરનાર માતાની ઉપમા આપી છે તે યથાર્થ છે. ખરી રીતે તો ઉત્તરોત્તર તેનાથી મોક્ષ મળે છે. પણ અહીં સાથદશાને ગૌણ રાખી સાધનદશાને મુખ્ય બનાવી આ ફળ દર્શાવ્યું છે. આ ઉપરથી એમ પણ ફલિત થાય છે કે સાધ્ય કરતાં સાધનની મહત્તા જરા પણ ઓછી નથી. કાર્યસિદ્ધિના ઇચ્છુકને જેટલી કિંમત કાર્યની હોય છે એટલી જ કે તેના કરતાં અધિક કિંમત તેના સાધનની હોય છે. જો ખરેખર કારણ વિના કાર્ય થતું જ ન હોય તો કારણની ઉપેક્ષા કરવી એ કાર્યની જ ઉપેક્ષા કરવા તુલ્ય છે અને કારણનો આદર તે કાર્યનો જ આદર કરવા તુલ્ય છે. જમીનમાં પાણી પ્રગટ કરવું એ કાર્ય છે અને કૂવો ખોદવાની ક્રિયા એ કારણ છે. જે માણસ વાસ્તવિક કારણોનું આસેવન કરે છે તેનું કાર્ય અવશ્ય સિદ્ધ થાય છે અને પ્રમાદને વશ થઈ કારણોનો અનાદર કરી તેનું આસેવન કરતો નથી. તો તેને કદી પણ કાર્યસિદ્ધિ થતી નથી. યોગ્ય ભૂમિમાં કૂવો ખોદતાં જેમ પાણીની સેર પોતાની મેળે પ્રગટે છે તેમ શુભ અનુષ્ઠાનોમાં મંડ્યા રહેવાથી આત્માની શુદ્ધિ થવા રૂપ કાર્ય પણ પોતાની મેળે થાય છે. વસ્ત્રને ઉજ્જવળ બનાવવું એ કાર્ય છે. વસ્ત્રને ધોવાની ક્રિયાથી જેમ વસ્ત્રમાં ઉજ્જવળતા આપોઆપ પ્રગટે છે તેમ શુભ અનુષ્ઠાનોમાં સંલગ્ન રહેવાથી આત્મારૂપી વસ્ત્રમાં પણ ઉજ્જવળતા આપોઆપ પ્રગટે છે. મનુષ્યને જ્યારે ક્ષુધાની પીડાનો અનુભવ થાય છે ત્યારે તેને તે શમાવવી અર્થાત્ તૃપ્તિ મેળવવી એ કાર્ય છે. હવે કાર્ય કરવા માટે જો તે વિધિપૂર્વક પોતાની પ્રકૃતિને અનુકૂળ ભોજનની ક્રિયા કરે છે અર્થાત્ હાથ દ્વારા એક એક કોળિયો લઈને મુખમાં મૂકતો જાય છે અને કંઠ દ્વારા પેટમાં ઉતારતો જાય છે તો ક્રમશઃ તેની ક્ષુધા શમતી જાય છે. એ રીતે ભોજનની ક્રિયા પરિપૂર્ણ થતાં તેને સુધાની પીડાનો નાશ અને તૃપ્તિનો અનુભવ આપોઆપ થાય છે. રોગને પ્રાપ્ત થયેલો આરોગ્યનો અર્થી આત્મા સુવૈદ્યના વચન અનુસાર વિધિપૂર્વક ઔષધ ઉપચારની ક્રિયા કરે છે તો તે આરોગ્યરૂપી કાર્યને સાધનારો બને છે. પર્વત ઉપર આરોહણ કરવા ઇચ્છતો મનુષ્ય જો શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ક્રમસર પગથિયાં ચડવાની ક્રિયા કરે છે તો તે પર્વતના શિખર ઉપર જઈ પહોંચે છે. આ બધાં કાર્યોમાં સાધનની જ મહત્તા છે. એ સાધનમાં આદર એ કાર્યનો જ આદર છે. તેથી ઊલટું સાધનનો અનાદર, સાધનની ઉપેક્ષા કે સાધનમાં મધ્યસ્થતા એ કાર્ય પ્રત્યે પણ અનાદર, ઉપેક્ષા અને મધ્યસ્થતામાં પરિણમે છે. મુમુક્ષુઓ માટે મોક્ષ એ સાધ્ય છે એ વાત જેટલી નિશ્ચિત છે, તેટલી જ એ વાત પણ નિશ્ચિત છે કે મોક્ષ કુશલાનુબંધી પુણ્યની પુષ્ટિ વિના કદી પણ પ્રાપ્ત થઈ શકતો નથી. એ કુશલાનુબંધી પુણ્યની પ્રાપ્તિ પરમેષ્ઠિનમસ્કાર વિના થતી નથી એ પણ નિશ્ચિત છે. એટલા માટે જ જ્ઞાનીઓએ

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394