________________
નમસ્કારનો અચિંત્યપ્રભાવ.
૩૫૭
એક ગામથી બીજૈ ગામ જવું હોય ત્યાં વચ્ચે ચાલવાની ક્રિયા ગામ પ્રાપ્તિમાં કારણ છે. જો પ્રયાણનું કામ ચાલુ હોય તો ગામ પોતાની મેળે આવીને ઊભું રહે છે. વિદ્યાર્થી માટે પરીક્ષામાં ઉત્તીર્ણ થવું એ કાર્ય છે અને તે માટે અનુભવી શિક્ષકની દોરવણી મુજબ નમ્રપણે અભ્યાસમાં સતત ઉદ્યમશીલ રહેવું એ કારણ છે. કાર્યને લક્ષ્યમાં રાખીને વાસ્તવિક કારણોના આસેવનમાં મંડ્યા રહેવાથી એના ફળરૂપે જે કાર્ય થવાનું છે તે તેના કાળે આવીને ઊભું રહે છે. એ પ્રમાણે જ કાર્ય-કારણની સનાતન વ્યવસ્થા છે.
નમસ્કાર એક મહાન શક્તિ છે.
પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવાથી જેમ સહાયવૃત્તિ, વિનય, સદાચાર, અવિનાશીપણું અને પરોપકાર વગેરે લોકોત્તર ગુણો પ્રત્યે પ્રેમ જાગે છે તેમ બીજા પણ અનેક લાભો થાય છે. ખરી રીતે આ પંચનમસ્કાર એક મહાન શક્તિ અથવા શક્તિનો પુંજ છે. પ્રતિપક્ષી વસ્તુને હઠાવવા માટે હંમેશાં શક્તિની જરૂર પડે છે.
જીવનો ખરો શત્રુ મોહ જ છે.
અનાદિકાળથી આ જીવના સાચા પ્રતિપક્ષી કોઈ હોય તો તે આઠ પ્રકારનાં કર્મો જ છે. એ કર્મોમાં પણ મોહનીય કર્મ મુખ્ય છે. આઠેય કર્મોમાં તે નાયકના સ્થાને છે. એ મોહનીય કર્મને જીતવું દુષ્કર છે. તે મોહનીય કર્મના બે પ્રકાર છે. એક દર્શનમોહનીય અને બીજું ચારિત્ર મોહનીય. આ મોહનીય કર્મને જીતવાથી બીજા સર્વ કર્મોનું બળ જર્જરિત થઈ જાય છે. પરમેષ્ઠિનમસ્કારથી મોહનીય કર્મનો સમૂલ નાશ થાય છે અને મોહના નાશથી બીજાં તમામ કર્મો અવશ્ય નાશ પામે છે. માટે જ નવકારમાં સવ્વપાવપ્પળામળો' એ પદ કહ્યું છે. મોહનાશનો ઉપાય
હવે નમસ્કારથી મોહનીય કર્મ કેવી રીતે નાશ પામે છે તે વિચારીએ. મોહનીય કર્મમાં પણ દર્શનમોહનીય બળવાન છે. નવકારના પ્રથમ પદ નમો અરિહંતાાં’થી દર્શનમોહનીય કર્મ જીતાય છે. દર્શનમોહ એટલે ઊલટી માન્યતા. અરિહંતને ભાવથી નમસ્કાર કરવાથી જીવ સમ્યગ્ માન્યતામાં આવે છે. જીવની ઊંધી માન્યતા એ જ દર્શનમોહનું મોટું બળ છે. જે આત્મા ભાવથી અરિહંતને નમે છે તેની ઊંધી માન્યતા ટળે છે. ખરી રીતે તો તે અરિહંતના માર્ગને નમ્યો, સન્માર્ગને નમ્યો, તેની ઉન્માર્ગની રુચિ ટળી અને તે સન્માર્ગની રુચિવાળો બન્યો. એથી દર્શનમોહનું મર્મસ્થાન ભેદાઈ જાય છે અને પછી ક્રમે ક્રમે તે સર્વથા પણ જિતાઈ જાય છે. (દર્શનમોહ નાશ પામે છે.)
નમસ્કારનો અચિંત્ય પ્રભાવ
સામાન્યથી પણ નમવાનો પરિણામ વખણાય છે. પણ જ્યારે નમસ્કારના વિષય તરીકે અરિહંત પરમાત્માઓ આવે છે ત્યારે તો તે નમસ્કારની શક્તિ અચિંત્ય સામાર્થ્યવાળી બની જાય છે. નમસ્કાર હોય પણ નમસ્કારના વિષય તરીકે કાર્યસિદ્ધિ કરવામાં અચિંત્ય શક્તિ ધરાવનારા