Book Title: Shraddhvidhi Prakaran
Author(s): Vajrasenvijay Gani
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 371
________________ મૈત્રી આદિ ભાવનાગર્ભિત શ્લોકો. ૩૪૭ कल्याणपादपाराम, श्रुतगङ्गाहिमाचलम् । विश्वाम्भोजरविं देवं, वन्दे, श्रीज्ञातनन्दनम् ॥ કલ્યાણરૂપી વૃક્ષોના બગીચારૂપ, શ્રુતજ્ઞાનરૂપ ગંગાને ઉત્પન્ન કરવા માટે હિમાલય સમાન, વિશ્વમાં રહેલા, ભવ્યજીવોરૂપી કમળને વિકસાવવા માટે સૂર્ય સમાન, જ્ઞાતપુત્ર શ્રી સિદ્ધાર્થનંદન શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કાર થાઓ ! પછી નીચેના શ્લોકથી અનંત લબ્લિનિધાન શ્રી ગૌતમ ગણધરેન્દ્રનું સ્મરણ કરવું. . सर्वारिष्टप्रणाशाय, सर्वाभीष्टार्थदायिने । सर्वलब्धिनिधानाय, श्रीगौतमस्वामिने नमः ॥ સર્વ વિનોનો મૂળથી જ નાશ કરનારા અને સર્વ અભીષ્ટ પદાર્થોને આપનારા, અનંતલબ્ધિના નિધાન એવા શ્રી મહાવીર પરમાત્માના મુખ્ય શિષ્ય શ્રી ગૌતમગણધરેન્દ્રને નમસ્કાર થાઓ ! પછી નીચેના શ્લોકથી પરમ ઉપકારી ગુરુમહારાજનું કૃતજ્ઞ બુદ્ધિથી અતિ નમ્રભાવે સ્મરણ કરવું. अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया । नेत्रमुन्मीलितं येन, तस्मै श्रीगुरवे नमः ॥ અજ્ઞાનરૂપી અંધકારથી જેમનાં નેત્રો આચ્છાદિત થયેલાં છે એવા અજ્ઞાની જીવોની આંખમાં અંજનશલાકા વડે જ્ઞાનરૂપી દિવ્ય અંજન કરીને તેમનાં જ્ઞાનચક્ષુઓને ખોલી આપનારા અર્થાત્ અજ્ઞાનીને જ્ઞાની બનાવનાર શ્રી ગુરુભગવંતને નમસ્કાર થાઓ ! ગુરુની કૃપા દ્વારા જ આરાધનાના માર્ગમાં પ્રવેશ, પ્રગતિ અને પૂર્ણતા પ્રાપ્ત થઈ શકે છે. તેથી અરિહંતદેવની જેમ ઉપકારી ગુરુનો ઉપકાર સુદ્ધાં ક્ષણવાર પણ વિસ્મરણ કરવા લાયક નથી પરંતુ સદા સ્મરણ કરવા યોગ્ય છે. પછી નીચે મુજબ પ્રાર્થના કરવી - श्रीतीर्थंकरगणधरप्रसादात् सिद्ध यतु मम एषः योग: શ્રી તીર્થંકર પરમાત્મા અને શ્રી ગણધર ભગવંતોના પ્રસાદથી મારો આ જપયોગ સિદ્ધ થાઓ એમ હું પ્રાર્થના કરું છું. જાપની શરૂઆતમાં ઉપર બતાવેલ વસ્તુઓનું મનન-ચિંતન કરવાથી મન, વચન, કાયાની ચંચળતા દૂર થાય છે. યોગશાસ્ત્રમાં તે માટે કહ્યું છે કે – वचनमनः कायानां, क्षोभं यत्नेन वर्जयेच्छान्तः । रसभाण्डमिवात्मानं, सुनिश्चल धारयेन्नित्यम् ॥ સાધકે પ્રથમ મન-વચન-કાયાની ચપળતાનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો. પછી શાંત બનેલા તેણે પોતાના આત્માને રસથી ભરેલા વાસણની જેમ નિશ્ચલપણે ધારી રાખવો. જાપ પૂર્ણ યથા બાદ પણ મૈત્રી આદિ ભાવનાઓ ફરીથી વિચારવી. શુભ ધ્યાનની સ્થિરતા અને વૃદ્ધિ માટે એ ભાવનાઓ રસાયણનું કામ કરે છે. એનાથી ચિત્ત પ્રસન્ન અને પ્રફુલ્લિત થાય છે અને હૃદયમાં સદ્ભાવ વૃદ્ધિ પામે છે. હવે જાપના પ્રકારો આદિ પ્રયોજનભૂત બાબતો જણાવવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394