Book Title: Shraddhvidhi Prakaran
Author(s): Vajrasenvijay Gani
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 376
________________ ૩૫૨ પરિશિષ્ટ (૬) શ્રી નમસ્કાર મહામંત્રના ધારકને પોતાનાં પરમ બાંધવ લેખી તેમનાં સુખદુઃખમાં પરસ્પર સહાનુભૂતિ ભર્યો વ્યવહાર રાખવો. (૭) પંચપરમેષ્ઠિનમસ્કાર પ્રત્યે પ્રીતિભક્તિ જગાડે તેવું વાંચન દિવસમાં થોડીવાર પણ દરરોજ નિયમિત કરવું. (2) આરાધકોને નમસ્કારની આરાધનામાં ઉત્તેજન મળે તે હેતુથી સાહિત્યની વૃદ્ધિ, અનુભવની સામગ્રી, તથા જાપના અભ્યાસક્રમની વિધિ આદિ યોજનાઓ દ્વારા માર્ગદર્શન આપવાના પ્રયત્નો કરવા અને કરાવવા. મહામંત્રની સાધનાથી થતા લાભો સામાન્ય ફળ :- સાધનાના ક્રમ પ્રમાણે સાધના કરવાથી શારીરિક રોગો વગેરે ઉત્પન્ન થતા નથી અને થયેલા રોગાદિ દોષો વિનાશ પામે છે. તેવા પ્રકારના પૂર્વકર્મના ઉદયથી કદાચ રોગો ઉત્પન્ન થાય તોપણ વેદના વખતે ચિત્તની પ્રસન્નતા કાયમ ટકી રહે છે. મધ્યમ ફળ - મહામંત્રની સાધનાનું બળ વધવાથી જગત સાધકને અનુકૂળ વર્તે છે. અંતઃકરણ અને વિચારો પવિત્ર અને શુદ્ધ બને છે. વચન આદેય બને છે અને શુભ ભાવોની વૃદ્ધિ થાય છે. ઉત્તમ ફળ :- આ સાધનાના પ્રતાપે અપૂર્વ આત્મિક આનંદનો અનુભવ થાય છે, મન પ્રફુલ્લિત બને છે, સંતોષવૃત્તિ પ્રગટે છે. કામ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષાદિ ઉપતાપ કરનારા ફલેશકારી ભાવો નબળા પડે છે. સમતાદિ ગુણો પ્રગટે છે અને ધર્ય, ઔદાર્ય, ગાંભીર્યાદિ ભાવ ઐશ્વર્યની વૃદ્ધિ થાય છે. ઉત્તમોત્તમ ફળ - આ જગતમાં સર્વોત્તમ ફળ હોય તો એક જ છે અને તે “વિશ્વકલ્યાણની પરમોચ્ચ ભાવના.” શ્રી પરમેષ્ઠીની સાધનાનું આ શ્રેષ્ઠતમ ફળ સાધક સાધનાથી મેળવી શકે છે. અર્થાત્ શ્રી પરમેષ્ઠીની સાધના સાધકને પરમેષ્ઠી બનાવે છે – સર્વશ્રેષ્ઠ બનાવે છે, જગતપૂજ્ય બનાવે છે, અને ક્રમે કરી સર્વકર્મથી મુક્ત બનાવી પારલૌકિક સર્વશ્રેષ્ઠ ફળ તરીકે સિદ્ધિપદ અપાવે છે. “સાધનાના માર્ગમાં પ્રારંભથી માંડી છેવટ સુધી જે કાંઈ વિકાસ થાય છે. તે દેવગુરુની કૃપાનું જ ફળ છે' એવી શ્રદ્ધા સાધકને અવશ્ય સંપૂર્ણ બનાર્વે છે. પરંતુ “આ તો મારા પ્રયત્નનું ફળ છે એ પ્રકારે “મર્દને આગળ કરવાથી વિકાસ અટકી જાય છે. માટે આ માર્ગના અનુભવી પુરુષોનું નીચેનું કથન સાધકે હંમેશને માટે પોતાના હૃદયપટ ઉપર કોતરી રાખવું જરૂરી છે. યોગશાસ્ત્રના બારમા પ્રકાશમાં આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજી એ સંબંધમાં ફરમાવે છે કે - अथवा गुरु प्रसादा-दिहैव तत्त्वं समुन्मिपति नूनम् । गुरु चरणोपास्तिकृतः प्रशमजुषः शुद्धचित्तस्य ॥ ગુરુના ચરણની સેવા કરવાવાળા, શાંતરસમાં ઝીલનારા અને પવિત્ર અંતઃકરણવાળા સાધકને ગુરુની કૃપાથી આ જ ભવમાં ચોક્કસ રીતે તત્ત્વનો પ્રકાશ થાય છે.

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394