Book Title: Shraddhvidhi Prakaran
Author(s): Vajrasenvijay Gani
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 374
________________ પરિશિષ્ટ ૩૫૦ જાપના પાંચ પ્રકાર જાપના પાંચ પ્રકાર પણ શાસ્ત્રમાં કહ્યા છે. તે અંગે જણાવ્યું છે કે शाब्दाज्जापान्मौन- स्तस्मात् सार्थस्ततोऽपि चित्तस्थ: । श्रेयानिह यदिवाऽऽत्म- ध्येयैक्यं जाप सर्वस्वम् ॥१॥ શાબ્દજાપ કરતાં મૌનજાપ સારો છે, મૌનજાપ કરતાં સાર્થજાપ સારો છે, સાર્થજાપ કરતાં ચિત્તસ્થજાપ સારો છે, ચિત્તસ્થજાપ કરતાં ધ્યેયૈક્યજાપ સારો છે, કારણ કે તે જાપનું સર્વસ્વ છે. ૧. શાબ્દજાપ અને ૨. મૌનજાપ. શાબ્દજાપ એટલે ભાષ્ય કે વાચિકજાપ અને મૌનજાપ એટલે ઉપાંશુજાપ તે બંનેનું વર્ણન ગયા પ્રકરણમાં કર્યું છે. ૩. સાર્થજાપ. સાર્થજાપ એટલે અર્થ સહિતનો જાપ-અર્થના ખ્યાલપૂર્વકનો જાપ. અહીં અર્થ એટલે માત્ર શબ્દાર્થ નહિ પણ વાચ્ય પદાર્થ નજર સમક્ષ આવવો તે છે. અર્થની વિચારણા નીચે મુજબ થઈ શકે; જેમ કે - ‘નમો અરિહંતાĪ’ પદ બોલતાં જ આપણા મનમાં સમવસરણમાં બેસી ચાર મુખે માલકોશ રાગમાં બાર પર્ષદા આગળ મેઘધ્વનિ સદેશ ગંભીર ઘોષથી દેશના દેતા શ્રી અરિહંત ભગવાનનું ચિત્ર ખડું થઈ જાય તો તેને સાર્થજાપ કહી શકાય. ઘણા માણસોને અર્થનું સ્પષ્ટ જ્ઞાન હોતું નથી એટલે તેઓ પોતાની (આંતરિક) નજર સમક્ષ વાચ્ય પદાર્થોનું ચિત્ર ખડું કરી શકતા નથી અને તેથી ધ્યેયમાં જે તન્મયતા થવી જોઈએ તે થતી નથી. જો તન્મયતા બરાબર થાય તો અપૂર્વ આનંદ આવે એવો નિયમ છે. એટલે મહામંત્રની સાધના કરનારે નમસ્કારના અર્થો બરાબર જાણી લેવા પ્રયાસ કરવો જરૂરી છે. ‘નમો સિદ્ધાળું’ પદ બોલતાં લોકના અગ્રભાગ પર આવેલી શુદ્ધ સ્ફટિક સમાન પિસ્તાલીસ લાખ યોજનની સિદ્ધશિલા અને તેના ઉપર બિરાજી રહેલા નિરંજન, નિરાકાર, વીતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી, પૂર્ણસુખી, સર્વશક્તિમાન એવા અનંત સિદ્ધભગવંતોનો ખ્યાલ મનમાં સ્પષ્ટ થવો જોઈએ. ‘નમો આયરિયાળ' પદ બોલતાં મહાન આચાર્ય કે જે પ્રભુશાસનના ધોરી છે, પંચાચારથી વિભૂષિત છે અને શિષ્યો પાસે પણ પંચાચારનું પાલન કરાવી રહ્યા છે એ પ્રકારનું ચિત્ર ખડું થવું જોઈએ. ‘નમો વન્સાવાળ’ પદ બોલતાં શ્રુતના પારગામી ઉપાધ્યાયજી મહારાજ સાધુઓને સૂત્રસિદ્ધાંતની વાચના આપી રહ્યા છે એ પ્રકારનું ચિત્ર મનમાં ખડું થવું જોઈએ. ‘નમો લોક્ સવ્વસાહૂળ' પદ બોલતાં શાંત, દાંત, ધીર, ગંભીર, ક્રિયાતત્પર, સ્વ-પર કલ્યાણની સાધના કરી રહેલ સાધુ મહાત્માઓનું ચિત્ર મનમાં ખડું થવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394