________________
મૈત્રી આદિ ભાવનાગર્ભિત શ્લોકો.
૩૪૫
પછી (૧) પાપપ્રતિઘાત અને ગુણબીજાધાન નામનું પંચસૂત્રમાંનું પ્રથમ સૂત્ર પ્રણિધાનપૂર્વક ગણી જવું. અથવા (૨) વીતરાગ સ્તોત્રનું ૧૭મું શરણસ્તવ ગણી જવું, એ બે ન આવડતાં હોય તો (૩) અમૃતવેલીની સજ્ઝાયનો પાઠ કરી જવો. તેટલો સમય પણ ન હોય તો નીચેના મહામંગળકારી ચત્તારિમંગલ સૂત્રથી આત્માને ભાવિત કરવો.
चत्तारि मंगलं- अरिहंता मंगलं । सिद्धा मंगलं । साहू मंगलं । केवलिपन्नत्तो धम्मो मंगलं ।
ચાર પદાર્થો મંગલ છે, ૧. અરિહંતો મંગલ છે, ૨. સિદ્ધો મંગલ છે, ૩. સાધુઓ મંગલ છે અને ૪. કેવલિપ્રરૂપિત ધર્મ મંગલ છે.
चत्तारि लोगुत्तमा- अरिहंता लोगुत्तमा । सिद्धा लोगुत्तमा । साहु लोगुत्तमा । केवलिपन्नत्तो धम्मो लोगुत्तमो ।
ચાર પદાર્થો લોકમાં ઉત્તમ છે. ૧. અરિહંતો લોકમાં ઉત્તમ છે, ૨. સિદ્ધો લોકમાં ઉત્તમ છે, ૩. સાધુઓ લોકમાં ઉત્તમ છે અને ૪. કેવલિપ્રરૂપિત ધર્મ લોકમાં ઉત્તમ છે.
चत्तारि सरणं पवज्जामि, अरिहंते सरणं पवज्जामि ।
सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलिपन्नत्तं धम्मं सरणं पवज्जामि ।
ચાર વસ્તુઓ શરણરૂપ છે. રાગદ્વેષાદિ સંસારના ભયથી બચવા માટે હું ચારના શરણ સ્વીકારું છું. ૧. અરિહંતોનું શરણ સ્વીકારું છું, ૨. સિદ્ધોનું શરણ સ્વીકારું છું, ૩. સાધુઓનું શરણ સ્વીકારું છું અને ૪. કેવલિપ્રરૂપિત ધર્મનું શરણ સ્વીકારું છું.
પછી નીચેની ગાથા સ્થિરચિત્તે ભણવી.
अरिहंतो महदेवो, जावज्जीवं सुसाहुणो गुरुणो । जिणपन्नत्तं तत्तं, इअ सम्मत्तं मए गहीअं ॥
પ્રત્યેક ભવમાં અરિહંત પરમાત્મા મારા દેવ સુસાધુ ભગવંતો મારા ગુરુ છે, તેમજ સકલ જીવોનું હિત એ જ છે તત્ત્વ જેમાં એવો જે શ્રી જિનેશ્વર ભગવંત કથિત ધર્મ તેને જ હું તત્ત્વ માનું છું. આ જાતિનું સમ્યક્ત્વ મેં અંગીકાર કર્યું છે.
સાધકે સાધનાની શરૂઆતમાં ત્રણે કાલના અને ત્રણે જગતના સર્વ શ્રી નવકારસાધક ભવ્યાત્માઓની સાધનાની પણ ત્રિવિધે ત્રિવિધ ભૂરિ ભૂરિ અનુમોદના કરવી જોઈએ.
આ રીતે જાપ શરૂ કરતાં પહેલાં નવકારમંત્ર મહિમાગર્ભિત શ્લોકો, મૈત્રી આદિ ભાવનાઓ, શ્રી વજ્રપંજરસ્તોત્રથી આત્મરક્ષા, પંચસૂત્ર અથવા અમૃતવેલિની સજ્ઝાય, શરણસ્તવ આદિ અથવા ‘વત્તામિંગŕ'નો પાઠ વગેરેમાંથી અનુકૂળતા અને સ્ફૂર્તિ મુજબ થોડી વાર રટણ કરવું.
ઉપરની તમામ વસ્તુઓ અંતઃકરણમાં શુભ ભાવ ઉત્પન્ન કરવા માટે અર્થાત્ ચિત્તની નિર્મળતા અને પ્રસન્નતા માટે ઉપાયભૂત છે. તેથી જે રીતે હૃદયમાં શુભભાવ ઉત્પન્ન થાય તે રીતે તે પવિત્ર
૪૪