Book Title: Shraddhvidhi Prakaran
Author(s): Vajrasenvijay Gani
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 370
________________ પરિશિષ્ટ ૩૪૬ શ્લોકોનું પદોનું આલંબન લઈ હૃદયને ભાવિત કરવું ખાસ જરૂરી છે. તેમાં તાત્પર્ય એ છે કે સ્વાધ્યાય દ્વારા આ રીતે ચિત્તમાં નિર્મળતા અને પ્રસન્નતા ઉત્પન્ન થયા પછી જ ચિત્ત પોતાના ઉત્તમ ધ્યેયમાં સ્થિરતાને પામી શકે છે. જેમ મલિન વસ્ત્રો ઉપર રંગ ચડી શકતો નથી તેમ જ્યાં સુધી આપણું અંતઃકરણ ક્રોધ, દ્રોહાદિ અશુભ ભાવોથી મલિન હોય ત્યાં સુધી તે ઉત્તમ ધ્યેયમાં સ્થિર બની શકતું નથી. ઉત્તમ ધ્યેયની સાથે મેળ સાધવા માટે આપણે પોતે પણ આપણી ભૂમિકા પ્રમાણે શક્ય ઉત્તમતા પ્રગટાવવી પડે છે અને તો જ ઉત્તમ ધ્યેયની સાથે સંબંધ બંધાય છે. રેવો ભૂત્વા તેવં યનેત્ એમ કહેવામાં આવ્યું છે, તેનું પણ એ જ તાત્પર્ય છે. ઉપર કહ્યું તેમ આવા સ્વાધ્યાયનું પ્રાથમિક ફળ ચિત્તની નિર્મળતા અને પ્રસન્નતા છે. ચિત્તની નિર્મળતા અને પ્રસન્નતાથી જ આપણને ઉત્તમ ધ્યેયમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. વળી રોજના વિશેષ વિશેષ અભ્યાસથી એ સ્થિરતામાં આગળ વધતો આત્મા ધ્યેયની સાથે વધુ ને વધુ તન્મયતાને પ્રાપ્ત કરનારો બને છે, કે જે તન્મયતા (એકાગ્રતા, લીનતા, લય, એકીકરણ) ક્ષણવારમાં આત્માની પરમ વિશુદ્ધિ કરવાનું સામર્થ્ય ધરાવે છે. શરૂઆતમાં પ્રાથમિક ભૂમિકામાં તો ભાવની વૃદ્ધિ માટે આ જાતિનો સ્વાધ્યાય ખાસ જરૂરી છે. આટલું કર્યા બાદ સમગ્ર શબ્દબ્રહ્મની ઉત્પત્તિના કારણભૂત તથા પંચપરમેષ્ઠિપદ વાચક પ્રણવૐકારનું નીચેના શ્લોકથી સ્મરણ કરવું. ॐकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव, ॐकाराय नमो नमः ॥ યોગી પુરુષો બિન્દુ (બિન્દુ એ ધ્યાનની એક અવસ્થા છે) પર્યંત કારનું ધ્યાન કરે છે. ધ્યાન કરાયેલો આ ૐકાર આ લોક અને પરલોકનાં તમામ સુખોને તથા મોક્ષપદને પણ આપનારો છે. તે કારને વારંવાર નમસ્કાર હો. ત્યાર પછી સકલ વિઘ્નોના વિચ્છેદક અને સઘળાં મનોવાંછિત પૂર્ણ કરનાર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરવું તે માટે “ૐૐ નમ: પાર્શ્વનાથાય વિશ્વચિન્તામળીયતે ' એ આખું કાવ્ય અથવા નીચેનું કાવ્ય બોલવું. नमोस्तु पार्श्वनाथाय, विघ्नविच्छेदकारिणे । नागेन्द्रकृतच्छत्राय सर्वादेयाय ॐ नमः ॥ વિઘ્નોનો નાશ કરનારા નાગરાજ ધરણેન્દ્ર જેમને છત્ર ધારણ કર્યું છે, તથા આદેય નામકર્મવાળા એવા મહામહિમાવંત શ્રી પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર થાઓ ! પછી નીચેના શ્લોકથી ચરમ શાસનપતિ, આસન્ન ઉપકારી, શ્રી મહાવીરવર્ધમાનસ્વામીનું સ્મરણ કરવું.

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394