Book Title: Shraddhvidhi Prakaran
Author(s): Vajrasenvijay Gani
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 368
________________ ૩૪૪ પરિશિષ્ટ स्वाहान्तं च पद ज्ञेयं पढमं हवइ मंगलं । वप्रोपरि वज्रमयं पिधानं देहरक्षणे ॥६॥ महाप्रभावा रक्षेयं, क्षुद्रोपद्रवनाशिनी । परमेष्ठिपदोद्भूता, कथिता पूर्वसूरिभिः ॥७॥ यश्चैवं कुरुते रक्षा, परमेष्ठिपदैः सदा । तस्य न स्याद्भयं व्याधि-राधिश्चापि कदाचन ॥८॥ ભાવાર્થ - નવપદસ્વરૂપ અને જગતના સારભૂત આ પરમેષ્ઠિનમસ્કાર આત્મરક્ષા કરવા માટે વજના પિંજર સમાન છે. તેનું હું સ્મરણ કરું છું. ૐ નમો અરિહંતા : ' આ મંત્ર મુગટરૂપે મસ્તકે રહેલો છે એમ જાણવું (રક્ષા કરતી વખતે મસ્તકે હાથ સ્પર્શવા) અને “ૐ નમો સવ્યસિદ્ધાdi ' આ મંત્ર મુખ પર શ્રેષ્ઠ વસ્ત્ર તરીકે રહેલો છે એમ જાણવું. (બોલતાં મુખ પર હાથ સ્પર્શવા.) (૨) ૐ નમો મારિયા : ' આ મંત્રને અતિશાયી અંગરક્ષક તરીકે જાણવો (બોલતાં શરીર પર હાથ સ્પર્શવા) અને “નમો વટ્ટાથા ' આ મંત્રને બે હાથમાં રહેલા મજબૂત આયુધ (શસ્ત્ર) તરીકે સમજવો. (બોલતાં બે હાથમાં શસ્ત્ર પકડવાની ચેષ્ટા કરવી.) (૩) . 35 નો નો સવ્વસાહૂ! ' આ મંત્રને પગમાં રહેલી મંગળકારી મોજડીઓ જાણવી (બોલતાં બે પગ નીચે હાથ સ્પર્શવા) અને “ પંદનમુal ' આ મંત્રને પાદતલે રહેલી વજની શિલાના સ્થાને સમજવો. (બોલતાં જે આસન પર બેઠા હોય તેને બન્ને હાથથી સ્પર્શ કરતાં મનમાં વિચારવું કે હું વજશિલા ઉપર બેઠો છું તેથી જમીનમાંથી કે પાતાલ લોકમાંથી મને કોઈ વિઘ્ન નડી શકશે નહિ.) (૪) . “સવ્વપાવપૂUTIો આ મંત્રને ચારે દિશામાં વજમય કિલ્લારૂપ જાણવો, (બોલતાં એમ વિચારવું કે મારી ચારે તરફ વજનો કોટ છે. બે હાથથી ચારે બાજુ કોટની કલ્પના કરતાં અંગુલી ફેરવવી) “કંડાત્માપ ચ સવ્વહિં આ મંત્રને ખેરના અંગારાની ખાઈ સમજાવી. (બોલતી વેળા વિચારવું કે વજના કોટની બહાર ચારે બાજુ ખેરના અગ્નિથી ખાઈ ભરેલી છે.) (૫) પઢમં હવફ મંડાનં ? આ મંત્રને કિલ્લા ઉપર વજમય ઢાંકણ સમજવું (બોલતી વેળા હાથ મસ્તક ઉપર ફેરવીને વિચારવું કે વજમય કોટની ઉપર આત્મરક્ષા માટે વજમય ઢાંકણ રહેલું છે. (આ પદને અંતે “સ્વાહા' મંત્ર પણ સમજી લેવો.) (૬) પરમેષ્ઠિપદોથી પ્રગટ થયેલી મહાપ્રભાવશાળી આ રક્ષા સર્વ ઉપદ્રવોનો નાશ કરનારી છે એમ પૂર્વાચાર્યોએ કહેલું છે. (૭) પરમેષ્ઠિપદો વડે આ રીતે જે નિરંતર આત્મરક્ષા કરે છે તેને કોઈપણ પ્રકારનો ભય, શારીરિક વ્યાધિ અને માનસિક પીડાઓ કદી પણ થતી નથી. સર્વ ઉપદ્રવોનો નિવારક આ મંત્ર છે. (૮)

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394