Book Title: Shraddhvidhi Prakaran
Author(s): Vajrasenvijay Gani
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 364
________________ ૩૪૦ પરિશિષ્ટ ઉપર મુજબના શ્લોકમાંથી પોતાની રુચિ મુજબ પસંદ કરી તેને કંઠસ્થ કરી લેવા. મૈત્રી આદિ ભાવનાગર્ભિત શ્લોકો શ્રી નવકાર મહિમાગર્ભિત કાવ્યો વગેરેથી ભાવિત થયા બાદ મંત્રી આદિ ભાવનાથી વાસિત થવું જોઈએ. એ માટે શ્રી નવકારના સાધકને ઉપયોગી એવા મંત્રી આદિ ભાવનાગર્ભિત શ્લોકો હવે અહીં રજૂ કરવામાં આવે છે તેમાંથી સ્વરુચિ અનુસાર શ્લોકો પસંદ કરી તેને કંઠસ્થ કરી લેવા તેનો અર્થ પણ ધારી લેવો. જાપની શરૂઆત કરતાં પહેલાં પસંદ કરેલા શ્લોકોને અર્થની વિચારણાપૂર્વક સુમધુર રીતે બોલવા અને અંતઃકરણને ભાવિત કરવું. खामेमि सव्वजीवे, सव्वे जीवा खमंतु मे । मित्ति मे सव्वभूएसु, वेरं मंज्झ न केणइ ॥१॥ જગતના સર્વ જીવોને હું નમાવું છું. તેમની પાસે મારા અપરાધની માફી માગું છું. સર્વ જીવો મને ક્ષમા આપો એમ પ્રાર્થ છું. મારે સર્વ જીવોની સાથે મૈત્રીભાવ છે, કોઈની સાથે મારે વેર-વિરોધ નથી. शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखीभवतु लोकः ॥२॥ જગતના સર્વ જીવોનું કલ્યાણ થાઓ, સર્વ પ્રાણીસમૂહ પારકાનું હિત કરવાની ભાવનાવાળો બનો, સર્વના સર્વ દોષો નાશ પામો અને સર્વત્ર સર્વલોક સુખી થાઓ. ૨ मा कार्षीत् कोपि पापानि, मा च भूत् कोपि दुःखितः । मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते ॥३॥ કોઈ પણ પ્રાણી પાપ કરો નહિ, કોઈ પણ જીવ દુઃખી થાઓ નહિ. આ આખું જગત કર્મબંધનમાંથી મુક્ત થાઓ આવી બુદ્ધિને મૈત્રીભાવના કહેવાય છે. अपास्ताशेषदोषाणां, वस्तुतत्त्वावलोकिनाम् । गुणेषु पक्षपातो यः, स प्रमोदः प्रकीर्तितः ॥४॥ જેમણે સર્વ દોષો દૂર કર્યા છે અને વસ્તુ તત્ત્વને જેઓ વાસ્તવિક સ્વરૂપમાં જોઈ રહ્યા છે તેઓના ગુણો પ્રત્યે પક્ષપાત-સ્વાભાવિક ખેંચાણ થવું તે પ્રમોદ ભાવના કહેવાય છે. दिनेष्वार्तेषु भीतेषु, याचनामेषु जीवितम् । પ્રતિવરપરા-દ્ધિ પ્રથમfમથીયરે છે 'દીન-દુઃખી, ભયથી આકુળ-વ્યાકુલ અને જીવિતવ્યને યાચનારાં પ્રાણીઓનાં દુઃખને ટાળવાની બુદ્ધિ તે કરુણા ભાવના છે. ૫ क्रूरकर्मसु निःशंकं, देवतागुरु निंदिषु । आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्यमुदीरितम् ॥६॥

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394