Book Title: Shraddhvidhi Prakaran
Author(s): Vajrasenvijay Gani
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 363
________________ શ્રી નમસ્કાર મહામંત્ર મહિમા ગર્ભિત શ્લોકો. ૩૩૯ तुं मारे उत्कृष्ट भात छ, पिता छ, ने छ, ४५ छ, गुरु छ, धर्म छ, uu छ, स्वर्ग छ, भो। छ, सत्य छ, तत्प छ, भति छ भने ति छ. मन्त्रं संसारसारं, त्रिजगदनुपम, सर्वपापारिमन्त्रं । संसारोच्छेदमन्त्रं, विषमविषहरं, कर्मनिर्मूलमन्त्रं ॥ मन्त्रं सिद्धिप्रदानं, शिवसुखजननं, केवलज्ञानमन्त्रं ।। मन्त्रं श्रीजैन-मन्त्रं, जप जग जपितं, जन्मनिर्वाणमन्त्रम् ॥२०॥ મહામંત્ર શ્રી નવકાર એ સંસારમાં સારભૂત મંત્ર છે, ત્રણે જગતમાં અનુપમ છે, સર્વ પાપોનો નાશ કરનાર છે, સંસારનો ઉચ્છેદ કરનાર છે, વિષમ પ્રકારના વિષને હરનાર છે, કર્મને નિર્મૂલ કરનાર છે, સિદ્ધિને પ્રાપ્ત કરાવનાર છે, શિવસુખનું કારણ છે, કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર છે, આવા પ્રકારના અદ્ભુત સામર્થ્યવાળા પરમેષ્ઠિમંત્રને હે ભવ્યો! તમો વારંવાર જપો. જાપ કરાયેલો આ નમસ્કાર મહામંત્ર જન્મમરણની જંજાળમાંથી જીવોને છોડાવનાર છે. अर्हतो भगवंतइन्द्रमहिताः, सिद्धाश्च सिद्धिस्थिताः । आचार्याजिनशासनोन्नतिकराः, पूज्या उपाध्यायकाः ॥ श्री सिद्धान्तसुपाठका-मुनिवरा रत्नत्रयाराधकाः । पंचैते परमेष्ठिनः, प्रतिदिनं कुर्वंतु वो मंगलम् ॥२१॥ ઇન્દ્રો વડે પૂજ્ય એવા અરિહંત ભગવંતો, સિદ્ધિસ્થાનમાં રહેલા સિદ્ધ ભગવંતો, જિનશાસનની ઉન્નતિ કરનારા પૂજ્ય આચાર્ય ભગવંતો, શ્રી સિદ્ધાંતને સારી રીતે ભણાવનારા ઉપાધ્યાય ભગવંતો અને રત્નત્રયને ધારણ કરનારા મુનિ મહંતો એ પાંચે પરમેષ્ઠિઓ પ્રતિદિન તમારું મંગળ કરો. अशुभ करमको हरणकुं, मंत्र बडो नवकार, वाणी द्वादश अंगमे, देख लीओ तत्त्व सार ॥२२॥ शुभ मानस मानस करी, ध्यान अमृतरस रेलि । नवदल श्री नवकार पय, करी कमलासन केलि ॥२३॥ पातक पंक पखालीने, करी संवरनी पाळ । परमहंस पदवी भजो, छोडी सकल जंजाल ॥२४॥ रात्रि तणी सुख निद्रा त्यागी, जेवं मनडुं जागे । ध्यान धरो अरिहंततणुं सौ, तनमनने शुभ लागे ॥२५॥ नमस्कार महामंत्रने रटतां, आतम शुभ सर जागे; । दिनभरनी शुभ करणीमांहे, जय सुखडंका वागे ॥२६॥ શ્રી નવકાર પ્રત્યે પ્રીતિ જગાડનારાં કાવ્યો અહીં ઉપર રજૂ કરવામાં આવ્યાં છે. નવકારનો ભાવ આપણા હૃદયમાં જગાડવાના અનેક પ્રકારો છે, તેમાંનો આ પણ એક પ્રકાર છે.

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394