________________
પ્રવેશ.
૩૩૫ ઊંડા ઉતરવાથી ઘણી જ તમન્ના, જિજ્ઞાસા અને સતત ઉત્કંઠા ધારણ કરવાથી, બીજાં બધાં જ કાર્યોથી માનવજીવનમાં આ કાર્ય સૌથી શ્રેષ્ઠ છે તેવું સચોટા ભાન થવાથી, અને તેને સિદ્ધ કરવા માટે જરૂરી વિધિવિધાન તથા પોતાની ભૂમિકાને ઉચિત નિયમોનું સ્વેચ્છાથી આનંદપૂર્વક પાલન કરવાથી, વિદનો ઉપસ્થિત થાય તો પણ નાસીપાસ ન થતાં ધારણ કરવાથી, “કોઈ પણ ભોગે મારે આ કાર્ય સિદ્ધ કરવું જ છે' એવો દૃઢ નિશ્ચય ધારણ કરવાથી તથા આ વિષયના અનુભવી અને અધિકારી પુરુષો પાસેથી જ્ઞાન મેળવવા માટે અતિ નમ્રતાપૂર્વક સદા તત્પર રહેવાથી, હંમેશાં સારગ્રાહી વૃત્તિ કેળવવાથી અને જીવનમાં સતત મહામંત્રના જાપનો અભ્યાસ ચાલુ રાખવાથી આ કાર્ય જરૂર એક દિવસ સહજ બની જાય છે.
આ રીતે જપ દ્વારા અનેક આત્માઓએ અધ્યાત્મમાર્ગમાં પ્રવેશ કર્યો છે. તેમાં ક્રમે ક્રમે આગળ વધ્યા છે અને અંતે તેના પારને પણ પામી શક્યા છે.
આમાં ધર્ય-ધીરજ, ઉત્સાહ, પ્રસન્નતા, સમતા અને બહુમાનપૂર્વકનો પ્રયત્ન ખાસ જરૂરી છે. ઉપરાંત નમ્રતાપૂર્વક અનુભવીઓની દોરવણી લેવા સદા તત્પર રહેનાર અને તેમની સલાહ મુજબ ચાલનાર સુપાત્ર આત્મા જપ-સાધના દ્વારા આ ભવમાં જ સાહજિક અને નિરુપાધિક એવા આત્મિક આનંદનો અનુભવ કરવો ભાગ્યશાળી બની શકે છે.
હે સ્વામિ ! સ્વશરીરને વિષે પણ મમત્વબુદ્ધિનો ત્યાગ કરીને, શ્રદ્ધા વડે પવિત્ર અંતઃકરણવાળો થઈને, હૃદયમાં શુદ્ધ વિવેક ધારણ કરીને અન્ય સર્વનો સંગ ત્યજીને તથા શત્રુ અને મિત્રને વિષે સમભાવ ધારણ કરીને ક્યારે હું સંયમને આચરનારો બનીશ?