________________
૩૩૬
પરિશિષ્ટ
જાપ માટેની પૂર્વભૂમિકા મકાનનો પાયો બરાબર મજબૂત હોય તો જ મકાન સ્થિર ટકી શકે અને તેમાં વસનારા મનુષ્યો નિર્ભયપણે વસવાટ કરી શકે. તે જ રીતિએ નમસ્કાર મહામંત્રના જાપમાં ચિત્તની સ્થિરતા કરવા માટે તેના પાયાના ગુણોને બરાબર દઢ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે પાયાના ગુણોને બરાબર સમજી વિચારી તેને જીવનમાં ઉતારવા અહર્નિશ પ્રયત્ન કરવો જરૂરી છે. જો આ પ્રમાણે વિધિપૂર્વક મહામંત્રનો જાપ કરવામાં આવે તો મહામંત્રના જાપનો મહિમા શાસ્ત્રોમાં જે રીતિએ વર્ણવામાં આવ્યો છે તેનો ક્રમશઃ અનુભવ થયા વિના ન રહે. જાપની પૂર્વે પૂર્વસેવા તરીકે કરવાની કેટલીક હકીકત અહીં સંક્ષેપમાં વિચારીએ.
શ્રી નવકારના જાપમાં પ્રગતિ ઇચ્છનાર સાધકને માટે જાપની શરૂઆત કરતાં પહેલાં નવકાર મહામંત્રના મહિમાવાળા થોડાક પસંદગીના શ્લોકો દ્વારા નમસ્કાર મહામંત્રનો મહિમા હૃદયમાં સ્થાપિત કરવો જરૂરી છે. તે માટે શ્રી નમસ્કાર મહામંત્રના મહિમાગર્ભિત સ્તોત્રોમાંથી પોતાની રુચિ મુજબ પસંદ કરી તેને કંઠસ્થ કરી લેવા. તેનો અર્થ પણ ધારી લેવો અને જાપની શરૂઆત કરતાં પહેલાં શુભ ભાવનાથી ભાવિત હૃદયવાળા થઈને, શાન્ત ચિત્તે અર્થની વિચારણાપૂર્વક શ્લોકોને સુમધુર રીતિએ બોલવા. નમૂના માટેના થોડાંક પદ્યો અહીં જોઈએ. શ્રી નમસ્કાર મહામંત્ર મહિમા ગર્ભિત શ્લોકો
धन्नोहं जेण मओ, अणोरपारुम्मि भवसमुद्दम्मि ।
पंचण्ह नमुक्कारो, अचिंतचिंतामणी पत्तो ॥१॥ હું ધન્ય છું કે મને અનાદિ અનંત ભવસમુદ્રમાં અચિત્ત્વચિંતામણિ એવો પંચ પરમેષ્ઠિઓનો નમસ્કાર પ્રાપ્ત થયો.
जिणसासणस्स सारो, चउदसपुव्वाण जो समुद्धारो ।
जस्स मणे नवकारो, संसारो तस्स किं कुणई ? ॥२॥ નવકાર એ જિનશાસનનો સાર જે ચૌદ પૂર્વનો સમ્યગુ ઉદ્ધાર છે. નવકાર જેના મનમાં સ્થિર છે તેને સંસાર શું કરે ? અર્થાત્ નવકાર ગણનાર ભવ્યાત્માનું કંઈ પણ અનિષ્ટ કરવા તે સમર્થ નથી.
सेयाण परं सेयं, मंगल्लाणं च परममंगल्लं ।
पुन्नाण परमपुत्रं, फलं फलाणं परमरम्मं ॥३॥ નવકાર એ સર્વ શ્રેયોમાં પરમ શ્રેય છે. સર્વ માંગલિકને વિષે પરમ માંગલિક છે, સર્વ પુણ્યોને વિષે પરમ પુણ્ય છે અને સર્વ ફલોને વિષે પરમ રમ્ય ફળ છે.
थंभेड़ जल जलणं, चिन्तियमित्तोवि पंचनमुक्कारो । अरिमारिचोरराउलघोरु वसग्गं पणासेई. ॥४॥