________________
પ્રવેશ.
૩૩૧ વિચારીને બરાબર મનમાં ઠસાવી લેવો જોઈએ. જાપના લાભો સમજી લેવા જોઈએ. પ્રારંભિક દશામાં સાધકને આ જાતનો સ્વાધ્યાય જરૂરી છે.
જાપ માટે સમય પ્રભાતનો દિવસ ઊગ્યા પહેલાંનો અથવા સાંજની સંધ્યાનો અથવા મન જે વખતે સ્વભાવિક રીતે પ્રસન્ન રહેતું હોય તે પસંદ કરવો જોઈએ.
સ્થાન પણ એકાંત, શાંત, પવિત્ર અને પ્રસન્ન વાતાવરણવાળું પસંદ કરવું જોઈએ, અર્થાત્ જ્યાં માણસોની બહુ અવરજવર ન હોય. જ્યાં બહારના શબ્દો કે કોલાહલ ન સંભળાય તેવું સ્થાન હોવું જોઈએ. બની શકે તો પોતાના ઘરમાં એકાદ ઓરડો એવો રાખવો કે જેમાં જપધ્યાન, સ્વાધ્યાય તથા ધાર્મિક ક્રિયા સિવાય બીજી કોઈ પણ પ્રવૃત્તિ થઈ શકે નહિ. તે સ્થાનમાં ઉત્તમ પ્રસન્ન આકૃતિવાળી ભગવાનની છબી કે મહાન અને પવિત્ર સગુરુનાં ચિત્રોની રચના કરી હોય તો સારું. તે સ્થાનમાં વાતાવરણની શુદ્ધતા માટે સુગંધી દ્રવ્યનો ધૂપ તથા ઘીનો દીવો સવાર-સાંજ થાય તે જરૂરનું છે. આ બધું મનની પ્રસન્નતા તથા સ્થિરતામાં હેતુભૂત છે.
જ્યાં જાપ કરવાનો છે તે સ્થાનમાં જાપ માટે એક ઊનનું આસન રાખવું જરૂરી છે તે આસન ઉપર બેસીને જાપ કરવો. બની શકે તો તે આસન શ્વેત વર્ણનું પસંદ કરવું. એ આસન ઉપર બીજું કંઈ પણ સાંસારિક કાર્ય ન કરવું. માળા-નવકારવાલી ૧૦૮ પારાની રાખવી અને તે પણ શ્વેત સૂતરની હોય તો વધુ સારું. શ્વેત વર્ણ એ શુકલધ્યાનનું પ્રતીક છે અને શાંતિનાં કાર્યો માટે તેનું ખાસ વિધાન છે. ક્કાચ શ્વેત માળા ન મળી શકે તો સુખડ આદિની માળા પણ ચાલી શકે.
જાપ કરતી વખતે આપણું મુખ પૂર્વ દિશા તરફ કે ઉત્તર દિશા તરફ રાખવું. તથા તે વખતે આપણું મન બહાર જ્યાં ત્યાં દોડ્યું ન જાય તે માટે આપણી બેઠકની બરાબર સામે જ બાજોઠ ઉપર સહેજ ઊંચા સ્થાને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું અથવા ગમે તે તીર્થકર ભગવાનનું ચિત્ર રાખવું. શકયતા હોય તો ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામિનું, ઉપકારી ગુરુમહારાજનું અને નમસ્કાર મહામંત્રના અક્ષરોનું ચિત્ર પણ બાજોઠ ઉપર રાખવું. મનને બહારના પદાર્થોમાંથી પાછું ખેંચી સામેના ચિત્રમાં કે નવકારના અક્ષરોમાં પરોવી રાખવું. સાધનાની શરૂઆતના દિવસોમાં એટલે કે પ્રારંભમાં આવા અવલંબનની જરૂર રહે છે. પછી તો અભ્યાસ સ્થિર થયા પછી શરીરમાં હૃદયકમલ આદિ સ્થાનોમાં આંખો બંધ કરીને પ્રભુની પ્રતિકૃતિનું અથવા શ્રી નમસ્કારના અક્ષરોનું ધ્યાન થઈ શકશે. પણ તે સ્થિતિ આવતાં વાર લાગે છે, તેથી ત્યાં સુધી સામે કોઈ ને કોઈ પ્રશસ્ત આલંબનની જરૂર રહે છે.
જાપ કરતી વખતે શરીરને બરાબર સ્થિર કરીને પલાંઠી વાળીને કરોડરજજુ સીધી રહે તેમ બેસવું. જે રીતે બેસવાથી કોઈ જાતની તકલીફ ન પડે અને સુખપૂર્વક લાંબો સમય બેસી શકાય તે રીતે અપ્રમત્ત થઈને બેસવું. મને પ્રસન્ન રાખવું. દાંતને દાંત અડાડવા નહિ. ઓષ્ટ બંધ રાખવા. * જાપ વખતે આપણો ઉપયોગ નમસ્કારના અક્ષરો ઉપર રાખવો. મનમાં કોઈપણ પ્રકારનો ક્ષોભ હોય તો તેના નિવારણ માટે થોડો વખત સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક ગંભીર રીતિએ સુંદર રાગરાગિણીપૂર્વક નમસ્કારનો ભાષ્યજાપ ચાલુ કરવો. પછી થોડી વાર ઉપાંશુ (એટલે માત્ર પોતે જ સાંભળી શકે તેવી રીતે હોઠ ફફડાવીને) જાપ કરવો અને પછી માનસ (મનોમન) જાપ શરૂ