________________
૩૩૨
પરિશિષ્ટ કરવો. જાણે મન જાપ કરે છે અને આત્મા તેનું શ્રવણ કરે છે એવી કલ્પના કરી અંતરમાં જાપને ઉપયોગથી આપણે સાંભળી રહ્યા છીએ તેમ ધારણા કરવી. જાપમાં એકાગ્રતા સાધવા માટે આ પદ્ધતિ ઘણી શ્રેષ્ઠ છે.
થોડા સમય પછી એટલે કે આ રીતે અભ્યાસ સ્થિર થયા પછી આંખો બંધ કરી મનને હૃદયકમળમાં સ્થાપન કરવું અને તે વખતે એવી કલ્પના કરવી કે હૃદયમાં એક વિકસિત કમળ છે, તેને આઠ પાંખડી છે, તે કમળની મધ્યમાં એક કર્ણિકા છે, તે કર્ણિકામાં દેદીપ્યમાન ઉજ્જવલ, પરમજ્યોતિ સ્વરૂપ અરિહંત પરમાત્મા સાક્ષાત્ બિરાજમાન છે એવું ધ્યાન કરવું. પછી તે કર્ણિકામાં નમ મરઢતાપી' એ પ્રમાણે હીરા જેવા ચકચકાટ કરતા શ્વેત વર્ણના સાત અક્ષરો છે એમ ચિંતવવું, પછી આજુબાજુની આઠ પાંખડીઓમાં નવકારનાં બાકીનાં આઠ પદોને ગોઠવીને તે પદોનું ધ્યાન કરવું.
આ જાપ અને ધ્યાનમાં ઉતાવળ ન કરવી. બહુ જ શાંતિ અને ધીરજથી આગળ વધવું. શરૂઆતમાં દશમિનિટ પણ ઘણી છે. પછી જેમ જેમ રસ આવે, ઉત્સાહ વધે અને ભાવના જાગૃત થાય તેમ તેમ સમય વધારવો.
જાપની પ્રાથમિક દશામાં મનને જાપમાં જોડવું એ કઠિન લાગે છે. પરંતુ નિયમિત અભ્યાસથી એક દિવસ તે કઠિનતા દૂર થઈ શકે છે અને એવો સમય પણ આવે છે કે જાપ શરૂ કર્યા પછી જાપમાંથી મન બહાર નીકળતું જ નથી. ઊલટું બહાર નીકળવું એ તેને કષ્ટરૂપ લાગે છે. તેનું પરિણામ એ આવે છે કે જાપના સમય સિવાય પણ સર્વ અવસ્થામાં મનની અંદર જાપ ચાલુ જ રહે છે. લાંબાકાળ સુધીના સ્થિર અને દઢ અભ્યાસ પછી આ અવસ્થા આવે છે. તેને “અજપા જાપ' કહેવાય છે. તે સ્થિતિ આવતાં વગર પ્રયત્ન મનની અંદર સતત જાપ ચાલુ જ રહે છે અને આનંદ વધતો જ રહે છે. એટલા માટે જ કહેવાયું છે કે નપાત્ સિદ્ધિઃ નપાત્ સિદ્ધિઃ નપાત્ સિદ્ધિ ન સંશય: જપથી સિદ્ધિ થાય છે તેમાં સંદેહ ન રાખવો.
આ રીતે વિધિસર જાપનો પ્રારંભ કરવાથી ધીમે ધીમે ઘણી જ પ્રગતિ કરી શકાય છે અને તેથી મન ઘણું જ પ્રસન્નતાવાળું બનતું જાય છે. મનની પ્રસન્નતા હજારો લેશોને દૂર કરે છે. આ વિષયમાં અનુભવીઓનું નીચેનું વચન ખાસ મનન કરવા યોગ્ય છે - “કલેશેવાસિત મન સંસાર કુલેશ રહિત મન તે ભવપાર' ફલેશયુકત મન એ જ સંસાર છે અને કુલેશરહિત મન એ જ મોક્ષ છે. - અજ્ઞાની જીવો અજ્ઞાનતાના કારણે એમ માને છે કે ધન આદિ બહારના પદાર્થોમાં જ બધું સુખ છે. અને જ્ઞાની પુરુષો પોતાના અનુભવના બળથી કહે છે કે મનની પ્રસન્નતા એ જ ખરું ધન છે. જો મન પ્રસન્ન ન હોય તો બીજી સંપત્તિ તો અનેક પ્રકારના ફલેશ કરાવી જીવને અશાન્તિની આગમાં સતત બાળ્યા જ કરે છે.
દુન્યવી સુખોમાં પણ શાંત મનવાળો અને પ્રસન્ન ચિત્તવાળો મનુષ્ય જેવો વિવેક કરી શકશે તેવો વિવેક અશાંત, અપ્રસન્ન અને અવિવેકી મનુષ્ય કરી શકશે નહિ. ૧. પૂર્વ જન્મના કોઈ દઢ અભ્યાસી જીવની આમાં શીઘપણે પણ પ્રગતિ થઈ શકે છે.