________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
ધર્મદત્તનો જીવ મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકરદેવ થયો અને ચારે રાણીઓના જીવ તેના ગણધર થયા. ધર્મદત્તનો જીવ તીર્થંકરનામકર્મ વેદીને અનુક્રમે ગણધર સહિત મુક્તિએ ગયો. આ ધર્મદત્તનો અને ચારે રાણીઓનો સંયોગ કેવો આશ્ચર્યકારી છે ? સમજુ જીવોએ આ રીતે જિનભક્તિનું ઐશ્વર્ય જાણી ધર્મદત્ત રાજાની જેમ જિનભક્તિ તથા બીજાં શુભકૃત્ય કરવાને અર્થે હંમેશા તત્પર રહેવું. આ રીતે વિધિપૂર્વક જિનપૂજા કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે તે ઉપર આ ધર્મદત્ત રાજાની કથા છે.
દેરાસરની ઉચિત સાર સંભાળ.
૧૧૨
હવે‘“ચિચિંતાઓ” (ઉચિત ચિંતામાં રક્ત રહે) એ પદનું વ્યાખ્યાન બતાવે છે. દેરાસરની ઉચિત ચિંતા એટલે દેરાસરની પ્રમાર્જના કરવી-કરાવવી; વિનાશ પામતા દેરાંના ખૂણા ખાંચરા તથા પૂજાના ઉપકરણ, થાળી, વાટકા, રકેબી, કુંડી, લોટા, કળશ વગેરેને સમારવા, મંજાવવા, શુદ્ધ કરાવવા; પ્રતિમા, પ્રતિમાના પરિકરને નિર્મળ કરવા, દીવા-દીવીઓ વિગેરે ચોખ્ખા (સાફ) કરવા આગળ કહેવાશે એવી આશાતના વર્જન કરવી; દેરાસરના બદામ, ચોખા, નૈવેદ્યને સંભાળવા, રાખવા, વેચવાની યોજના કરવી; ચંદન, કેસર, ધૂપ, ઘી, તેલ વગેરેનો સંગ્રહ કરવો; આગળ યુક્તિ કહેવાશે એવી ચૈત્યદ્રવ્યની સંભાળ કરવી, ત્રણ-ચાર અગર તેથી અધિક શ્રાવકને વચ્ચે સાક્ષી રાખીને દેરાસરનાં નામાં લેખા અને ઉઘરાણી કરવી-કરાવવી; તે દ્રવ્ય યતનાથી સર્વને સંમત થાય એવા ઉત્તમ સ્થાનકે સ્થાપન કરવું.
તે દેવદ્રવ્યની આવક અને ખર્ચ વિગેરેનું સાફ-ચોખ્ખી રીતે નામુ-લેખું કરવું-કરાવવું, પોતે જઇને કરવું. તથા દેવના કામ માટે રાખેલા ચાકરોને મોકલી દેવદ્રવ્ય વસુલ કરાવવા; તેમાં દેવદ્રવ્ય ખોટું ન થાય તેમ યતના કરવી; તે કામમાં યોગ્ય પુરુષોને રાખવા; ઉઘરાણીના યોગ્ય, દેવદ્રવ્ય સાચવવા યોગ્ય, દેવના કામ કરવા યોગ્ય પુરુષોને રાખી તેની તપાસ કરવી એ સર્વ દેરાસરની ઉચિત ચિંતા ગણાય છે. તેમાં નિરંતર યત્ન કરવો. એ ચિંતા (સાર-સંભાળ) અનેક પ્રકારની છે.
જે સંપદાવંત શ્રાવક હોય તે પોતે તથા પોતાના દ્રવ્યથી તેમજ પોતાના નોકરોથી સુખે કરી તપાસ રખાવે અને દ્રવ્ય રહિત જે શ્રાવક હોય તે પોતાના શરીરથી દેરાસરનાં જે કાંઇપણ કામ બની શકે તે કરે અથવા પોતાના કુટુંબમાંથી કોઇકની પાસે કરાવવા યોગ્ય હોય તો તેની પાસે કરાવી આપે જેવું સામર્થ્ય હોય તે પ્રમાણે કરીને કામ કરાવી આપે. પણ યથાશક્તિએ ઉલ્લંઘન ન કરે. થોડા વખતમાં બની શકે એવું કોઇ કામ દેરાસરનું હોય તો તે બીજી નિસીહિ પહેલાં કરી લે અને થોડા વખતમાં બની શકે એમ ન હોય તો બીજી નિસીહિની ક્રિયા કરી લીધા પછી યથાયોગ્ય યથાશક્તિ કરે.
એવી જ રીતે ધર્મશાળા, પૌષધશાળા, ગુરુ, જ્ઞાન વગેરેની સારસંભાળ પણ દરરોજ યથાશક્તિએ કરવામાં ઉદ્યમ કરવો. કેમકે દેવ-ગુરુ-ધર્મના કામની સારસંભાળ શ્રાવક વિના બીજો કોણ કરે ? માટે શ્રાવકે જ જરૂર કરવી. પણ ચાર બ્રાહ્મણ વચ્ચે મળેલી એક સારણગૌની જેમ આળસમાં ઉપેક્ષા ન કરવી. કેમકે દેવ, ગુરુ, ધર્મના કામને ઉવેખી નાંખે અને તેની બનતી મહેનતે