________________
આલોયણા આપનાર ગુરુનું લક્ષણ.
૨૯૧ કેટલો શ્રમ પડે છે ? તેના જાણ, આલોયણા લેનારનો મોટો દોષ સાંભળવામાં આવે તો પણ વિષાદ ન કરનારા, આલોયણા લેનારને જુદાં જુદાં દૃષ્ટાંત કહી વૈરાગ્યના વચનથી ઉત્સાહ આપનારા કહ્યા છે.
(૧) જ્ઞાનાદિ પાંચ આચારને પાલન કરનારા, (૨) આલોયેલા દોષનું બરાબર મનમાં સ્મરણ રાખનારા, (૩) વ્યવહારવાનું એટલે પાંચ પ્રકારનો વ્યવહાર જાણી પ્રાયશ્ચિત્ત આપવામાં સમ્યક પ્રકારે વર્તન કરનારા.
પાંચ પ્રકારનો વ્યવહાર છે તે એ કે: (૧) પહેલો આગમવ્યવહાર તે કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચતુર્દશપૂર્વી, દશપૂર્વી અને નવપૂર્વીનો જાણવો. (૨) બીજો શ્રુતવ્યવહાર તે આઠથી અર્ધપૂર્વ સુધીના પૂર્વધર, અગીયાર અંગના ધારક તથા નિશીથાદિસૂત્રના જાણ વગેરે સર્વે શ્રુતજ્ઞાનીઓનો જાણવો. (૩) ત્રીજો આશાવ્યવહાર તે બે ગીતાર્થ આચાર્યો દૂર દેશમાં રહેલા હોવાથી એકબીજાને મળી ન શકે તો તેનું કોઈ જાણી ન શકે તેવી રીતે જે અંદરોઅંદર આલોયણા પ્રાયશ્ચિત્ત આપે છે તે પ્રમાણે જાણવો. (૪) ચોથો ધારણાવ્યવહાર તે પોતાના ગુરુએ જે દોષોનું જે પ્રાયશ્ચિત્ત આપ્યું હોય, તે ધ્યાનમાં રાખી તે મુજબ બીજાને આપવું તે રૂપ જાણવો. (૫) પાંચમો જીતવ્યવહાર તે સિદ્ધાંતમાં જે દોષનું જેટલું પ્રાયશ્ચિત્ત કહ્યું હોય, તે કરતાં ઓછું અથવા અધિક પ્રાયશ્ચિત્ત પરંપરાને અનુસરીને આપવું એ રૂપ જાણવો. હાલમાં આ જીતવ્યવહાર મુખ્ય છે.
(૪) આલોયણા લેનાર શરમથી બરાબર ન કહેતો હોય તો તેને વૈરાગ્ય ઉત્પન્ન કરનારી કથાઓ એવી રીતથી કહે કે તે સાંભળતાં જ આલોયણા લેનાર શરમ છોડીને સારી રીતે આલોવે. (૫) આલોયણા લેનારની સમ્યફપ્રકારે શુદ્ધિ કરે એવા. (૬) આલયણ આપી હોય તે બીજાને ન કહેનારા. (૭) જે જેટલું પ્રાયશ્ચિત્ત લઈ શકે તેને તેટલું જ આપનારા. (૮) સમ્યફ આલોયણા અને પ્રાયશ્ચિત્ત ન કરનારને આ ભવમાં તથા પરભવમાં કેટલું દુઃખ થાય છે તે જાણનારા; એવા આઠ ગુણવાળા ગુરુ આલોયણા આપવાને સમર્થ છે એમ કહ્યું છે.
આલોયણા લેવાના શુભ પરિણામથી ગુરુની પાસે જવા નીકળેલો ભવ્ય જીવ જો કદાચ આલોયણા લીધા વિના વચ્ચે જ કાળ કરી જાય તો પણ તે આરાધક થાય છે. - સાધુએ અથવા શ્રાવકે પહેલાં તો પોતાના ગચ્છના જ જે આચાર્ય હોય તેમની પાસે જરૂર આલોયણા લેવી. તેમનો જોગ ન હોય તો પોતાના જ ગચ્છના ઉપાધ્યાય, તે ન હોય તો પોતાના જ પ્રવર્તક, સ્થવિર અથવા ગણાવચ્છેદી એમની પાસે આલોયણા લેવી. પોતાના ગચ્છમાં ઉપર કહેલા પાંચેનો જોગ ન હોય તો સાંભોગિક-પોતાની સામાચારીને મળતા એવા બીજા ગચ્છમાં આચાર્ય આદિ પાંચમાં જેનો જોગ મળે તેની પાસે આલોયણા લેવી.
સામાચારીને મળતા પરગચ્છમાં આચાર્યાદિ પાંચેનો યોગ ન હોય તો ભિન્ન સામાચારીવાળા પરગચ્છમાં પણ સંવેગી આચાર્યાદિમાં જેનો યોગ હોય તેની પાસે આલોયણા લેવી. તેમ ન બને તો ગીતાર્થ પાસસ્થાની પાસે આલોયણા લેવી, તેમ ન બને તો ગીતાર્થ એવા સારૂપિક પાસે આલોયણા લેવી. તેનો પણ જોગ ન મળે તો ગીતાર્થ પશ્ચાત્કૃત પાસે આલોવવું.
સફેદ કપડા પહેરનારો, મુંડી, કચ્છ વિનાનો, રજોહરણ વગેરે ન રાખનારો, બ્રહ્મચર્ય પાળનારો, ભાર્યા રહિત અને ભિક્ષાવૃત્તિએ નિર્વાહ કરનારો એવો હોય તે સારૂપિક કહેવાય છે. સિદ્ધપુત્ર