________________
ભૂમિની પરીક્ષા.
૨૯૭
પોતાનું હિત ઇચ્છનારો બુદ્ધિશાળી પુરુષ, મૂર્ખ, અધર્મી, પાખંડી, પતિત, ચોર, રોગી, ક્રોધી, ચંડાળ, અહંકારી, ગુરુની સ્ત્રીને ભોગવનાર, વૈરી, પોતાના સ્વામીને ઠગનાર, લોભી અને મુનિહત્યા, સ્ત્રીહત્યા અથવા બાળહત્યા કરનારાઓનો પાડોશ તજે. કુશીલિયા વગેરે પાડોશી હોય તો તેમના વચન સાંભળવાથી તથા એમની ચેષ્ટા જોવાથી માણસ પોતે સદ્ગુણી હોય તો પણ તેના ગુણની હાનિ થાય.
પાડોશણે જેને ખીર બનાવી આપી તે સંગમ નામના શાલિભદ્રનો જીવ સારા પાડોશીના દાખલા તરીકે તથા પર્વ દિવસે મુનિને વહોરાવનાર પાડોશણના સાસુ-સસરાને ખોટું સમજાવનારી સોમભટ્ટની ભાર્યા ખરાબ પાડોશણના દાખલા તરીકે જાણવી.
અતિશય જાહેર સ્થળમાં ઘર કરવું સારું નથી. કેમકે આસપાસ બીજું ઘર ન હોવાથી તથા ચારે તરફ ખુલ્લો ભાગ હોવાથી ચોર વગેરે ઉપદ્રવ કરે છે. અતિશય ગીચ વસતિવાળા ગુપ્ત સ્થળમાં ઘર હોય તે પણ સારું નહિ. કેમકે ચારે તરફ બીજા ઘરો આવેલાં હોવાથી તે ઘરની શોભા જતી રહે છે તેમજ આગ વગેરે ઉપદ્રવ થતાં ઝટ અંદર જવું અથવા બહાર આવવું કઠણ થઈ જાય. ભૂમિની પરીક્ષા.
ઘરને માટે સારી જગ્યા તે શલ્ય, ભસ્મ, ખાત્ર વગેરે દોષથી તથા નિષિદ્ધ આયથી રહિત હોવી જોઈએ. તેમજ દૂર્વાઓ, કૂપલાં, દર્ભના ગુચ્છ વગેરે જ્યાં ઘણાં હોય એવી તથા સારા વર્ણની અને સારા ગંધની માટી, મધુર જળ તથા નિધાન વગેરે જેમાં હોય એવી હોવી જોઈએ. કહ્યું છે કે -
ઉનાળામાં ઠંડા સ્પર્શવાળી અને શિયાળામાં ઉષ્ણ સ્પર્શવાળી તથા વર્ષાઋતુમાં ઠંડા તથા ઉષ્ણ સ્પર્શવાળી જે ભૂમિ હોય સર્વ શુભકારી જાણવી. એક હાથ ઊંડી ખોદીને પાછી તે જ માટીથી તે ભૂમિ પૂરી નાખવી. જો માટી વધે તો શ્રેષ્ઠ, બરાબર થાય તો મધ્યમ અને ઓછી થાય તો અધમ ભૂમિ જાણવી.
જે ભૂમિમાં ખાડો કરીને જળ ભર્યું હોય તો તે જળ સો પગલાં જઈએ ત્યાં સુધીમાં જ. જેટલું હતું તેટલું જ રહે તો તે ભૂમિ સારી. આંગળ જેટલું ઓછું થાય તો મધ્યમ અને તે કરતાં વધારે ઓછું થાય તો અધમ જાણવી. અથવા જે ભૂમિના ખાડામાં રાખેલાં પુષ્પ બીજે દિવસે તેવાં ને તેવાં જ રહે તો તે ઉત્તમ ભૂમિ. અર્ધા સૂકાઈ જાય તો મધ્યમ અને સર્વે સૂકાઈ જાય તો અધમ જાણવી. જે ભૂમિમાં વાવેલ ડાંગર વગેરે ધાન્ય ત્રણ દિવસમાં ઊગે તે શ્રેષ્ઠ, પાંચ દિવસમાં ઉગે તે મધ્યમ અને સાત દિવસમાં ઉગે તે અધમ ભૂમિ જાણવી.
ભૂમિ રાફડાવાળી હોય તો વ્યાધિ, પોલી હોય તો દારિદ્ર, ફાટવાળી હોય તો મરણ અને શલ્યવાળી હોય તો દુ:ખ આપે છે માટે શલ્ય ઘણા જ પ્રયત્નથી તપાસવું. માણસનું હાડકું વગેરે શલ્ય નીકળે તો તેથી માણસની જ હાનિ થાય, ગધેડાનું શલ્ય નીકળે તો રાજાદિથી ભય ઉત્પન્ન થાય, શ્વાનનું શલ્ય નીકળે તો બાળકનો નાશ થાય, બાળકનું શલ્ય નીકળે તો ઘરધણી મુસાફરીએ