Book Title: Shraddhvidhi Prakaran
Author(s): Vajrasenvijay Gani
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 347
________________ ગ્રન્થકારની પ્રશસ્તિ विख्याततपेत्याख्या जगति जगच्चन्द्रसूरयोभूवन् । श्रीदेवसुन्दरगुरूत्तमाश्च तदनुक्रमाद्विदिताः ॥१॥ જગતમાં શ્રી જગચંદ્રસૂરિ તપ એવા નામથી પ્રસિદ્ધ થયા છે. તેઓશ્રીના અનુક્રમે પ્રસિદ્ધિને પામેલા શ્રીદેવસુંદરસૂરિ પ્રખ્યાત થયા. ૧ पञ्च च तेषां शिष्यास्तेष्वाद्या ज्ञानसागरा गुरवः । विविधावचूर्णिलहरिप्रकटनतः सान्वयाह्वानाः ॥२॥ એ દેવસુંદરસૂરિ મહારાજને પાંચ શિષ્યો થયા. તેમાં પ્રથમ જ્ઞાનરૂપ અમૃતના સમુદ્ર એવા જ્ઞાનસાગરગુરુ થયા. જેઓએ વિવિધ પ્રકારની ઘણા શાસ્ત્રોની અવચૂર્ણરૂપી લહેરોને પ્રકટ કરવાથી પોતાનું નામ સાર્થક કર્યું હતું. ૨. श्रुतंगतविविधालापकसमुद्धृताः समभवंश्च सूरीन्द्राः। कुलमण्डना द्वितीयाः श्रीगुणरत्नास्तृतीयाश्च ॥३॥ બીજા શિષ્ય શ્રી કુળમંડનસૂરિ થયા, જેઓ ઘણા સિદ્ધાંત ગ્રંથોમાં રહેલા અનેક પ્રકારના આલાવા લઈને વિચારામૃતસંગ્રહ વિગેરે ઘણા ગ્રંથોના બનાવનાર થયા. તથા ત્રીજા શિષ્ય શ્રી ગુણરત્નસૂરિ થયા. षट्दर्शनवृत्तिक्रियारत्नसमुच्चयविचारनिचयसृजः । श्रीभुवनसुन्दरादिषु भेजुर्विद्यागुरूत्वं ये ॥४॥ જે ગુણરત્નસૂરિ મહારાજે પદર્શનસમુચ્ચયની વૃત્તિ, અને હૈમીવ્યાકરણને અનુસાર ક્રિયારત્નસમુચ્ચય, વગેરે, વિચારચિય એટલે વિચારના સમૂહને પ્રગટ કર્યા છે અને શ્રી ભુવનસુંદરાદિ શિષ્યોના વિદ્યાગુરુ થયા હતા. श्रीसोमसुन्दरगुरूप्रवरास्तुर्या अहार्यमहिमानः ।। येभ्यः सन्ततिरूच्चैर्भवति द्वधा सुधर्मेभ्यः ॥५॥ જેઓનો અતુલ મહિમા છે. એવા શ્રી સોમસુંદરસૂરિ ચોથા શિષ્ય થયા. જેઓનાથી સાધુ સાધ્વીનો પરિવાર સારી રીતે પ્રવર્યો. જેમ સુધર્માસ્વામીથી ગ્રહણ-આસેવનાની રીતિ પ્રમાણે સાધુસાધ્વી પ્રવર્યા હતા તેમ. यतिजीतकल्पविवृतश्च पञ्चमाः साधुरत्नसूरिवराः । यैर्माद्दशोऽप्यकृष्यत करप्रयोगेण भवकूपात् ॥६॥

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394