________________
૧૫૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
છે, તે પંગુ છતાં પોતાને ઋદ્ધિ પ્રાપ્ત થવા માટે સો યોજન પગે જવાની ધારણા કરે છે; અર્થાત્ તે મહેનત નકામી છે એમ સમજવું.
કાયદાકીય નીતિસારમાં વળી કહ્યું છે કે વૃદ્ધ પુરુષોની સંમતિથી ચાલનારો રાજા પુરુષોને માન્ય થાય છે. કારણ કે ખરાબ ચાલના લોકો કદાચિત તેને ખોટે માર્ગે દોરે તો પણ તે જાય નહીં. ધણીએ પણ સેવકના ગુણ પ્રમાણે તેનો આદર સત્કાર કરવો જોઈએ. કહ્યું છે કે જ્યારે રાજા સારા તથા નરસા સર્વે સેવકોને સરખી પંક્તિમાં ગમે ત્યારે ઉદ્યમ કરવાને સમર્થ એવા સેવકોનો ઉત્સાહ ભાંગી જાય છે. સેવક પ્રીતિવાળો અને બુદ્ધિશાળી હોય.
સેવકે પણ સ્વામી વિષે ભક્તિ, ચતુરતા વગેરે અવશ્ય રાખવાં જ જોઈએ કેમકે, સેવક ધણી ઉપર ઘણી પ્રીતિ રાખનારો હોય તો પણ તે જો બુદ્ધિહીન અને કાયર હોય તો તેથી ધણીને શું લાભ થવાનો ? તથા સેવક બુદ્ધિશાળી અને પરાક્રમી હોય તો પણ તે જો ધણી ઉપર પ્રીતિ રાખનારો ન હોય તો તેથી પણ શું લાભ થવાનો?
માટે જેમનામાં બુદ્ધિ, શૂરવીરપણું અને પ્રીતિ એ ત્રણ ગુણ હોય તે જ રાજાના સંપત્તિકાળમાં તથા વિપત્તિકાળમાં ઉપયોગી થાય એમ જાણવા અને જેમનામાં ગુણ ન હોય તે સેવક સ્ત્રી સમાન સમજવા.
કદાચિત્ રાજા પ્રસન્ન થાય તો તે સેવકને માનપત્ર આપે છે. પણ સેવકો તો તે માનના બદલામાં વખતે પોતાના પ્રાણ આપીને પણ રાજા ઉપર ઉપકાર કરે છે. સેવકે રાજાદિની સેવા ઘણી ચતુરાઈથી કરવી, કેમકે સેવકે સર્પ, વ્યાધ્ર, હાથી અને સિંહ એવા ક્રૂર જીવોને પણ ઉપાયથી વશ કરેલા જોઈને મનમાં વિચારવું કે બુદ્ધિશાળી અને ડાહ્યા પુરુષોએ “રાજાને વશ કરવો એ વાત સહજ છે” રાજાને વશ કરવાની રીત.
રાજાદિને વશ કરવાના પ્રકાર નીતિશાસ્ત્ર આદિ ગ્રંથોમાં કહ્યા છે, તે એ છે કે :- ડાહ્યા સેવકે ધણીની બાજુએ બેસવું, તેના મુખ તરફ દૃષ્ટિ રાખવી, હાથ જોડવા અને ધણીનો સ્વભાવ જાણીને સર્વ કાર્યો સાધવાં. સેવકે સભામાં ધણીની પાસે બહુ નજીક ન બેસવું તથા બહુ દૂર પણ ન બેસવું. ધણીના આસન જેટલા અથવા તેથી વધારે ઉંચા આસન ઉપર પણ ન બેસવું, ધણીની આગળ તેમ પાછળ પણ ન બેસવું, કારણ કે બહુ પાસે બેસીએ તો ધણીને અકળામણ થાય, બહુ દૂર બેસે તો બુદ્ધિહીન કહેવાય, આગળ બેસે તો બીજા કોઈ માણસને ખોટું લાગે અને પાછળ બેસે તો ધણીની દૃષ્ટિ ન પડે માટે ઉપર કહ્યા પ્રમાણે બેસવું. સ્વામિ આદિને વિનંતિ ક્યારે કરવી. .
થાકી ગયેલો, સુધાથી તથા તૃષાથી પડાયેલો, ક્રોધ પામેલો, કોઈ કાર્યમાં રોકાયેલો, સુવાનો વિચાર કરનારો તથા બીજા કોઈની વિનંતી સાંભળવામાં રોકાયેલો એવી અવસ્થામાં ધણી હોય