________________
ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનથી થતા લાભ.
૧૮૯ રાત્રે સુખે સુઈ રહ્યો. પ્રભાત સમયે જોયું તો પાછું ઘરમાં પહેલાંની માફક પરિપૂર્ણ ધન તેના જોવામાં આવ્યું, ત્યારે ફરીથી તેણે સર્વ ધન ધર્મકૃત્યમાં વાપર્યું. એમ કરતાં નવ દિવસ થયા. દશમે દિવસે ફરીથી તેણે સ્વપ્રમાં આવી લક્ષ્મીએ કહ્યું કે “તારા પુણ્યને લીધે હું તારા ઘરમાં જ ટકી રહી છું.” લક્ષ્મીનું આ વચન સાંભળી વિદ્યાપતિ શ્રેષ્ઠી પરિગ્રહ પરિમાણ વ્રતનો કદાચ ભંગ થાય એવા ભયથી નગર મૂકી બહાર ચાલ્યો ગયો. એટલામાં કોઈ એક રાજા પછવાડે પુત્ર ન મૂકતાં મરી ગયો હતો, તેની ગાદીએ યોગ્ય પુરુષને બેસાડવાને માટે પટ્ટહસ્તીની સૂંઢમાં મંત્રી વગેરે લોકોએ કળશ અભિષેક રાખ્યો હતો. તે હાથીએ આવી આ વિદ્યાપતિ શ્રેષ્ઠીને અભિષેક કર્યો. પછી આકાશવાણી થવા પ્રમાણે વિદ્યાપતિએ રાજા તરીકે જિનપ્રતિમાની સ્થાપના કરી રાજ્ય ચલાવ્યું અને છેવટ તે પાંચમે ભવે મોક્ષ પામ્યો. ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનથી થતા લાભ.
ન્યાયથી ધનનું ઉપાર્જન કરનાર માણસ ઉપર કોઈ શક રાખતું નથી પણ જ્યાં ત્યાં તેની પ્રશંસા થાય છે. પ્રાયે તેની કોઈ પ્રકારની હાનિ થતી નથી અને તેની સુખ સમૃદ્ધિ વગેરે દિવસે દિવસે વૃદ્ધિ પામે છે. માટે ધનનું ઉપાર્જન કરવું તે ઉપર કહેલી રીતે આ લોકમાં તથા પરલોકમાં લાભકારી છે. કેમકે પવિત્ર પુરુષો પોતાની શુદ્ધ ચાલચલગતના બળની મગરૂરી હોવાથી સર્વ ઠેકાણે ધીરજથી વર્તે છે. પણ પાપી પુરુષો પોતાના કુકર્મથી હણાયેલા હોવાને લીધે સર્વ ઠેકાણે મનમાં શંકા રાખીને ચાલે છે. આ વિષય ઉપર નીચે પ્રમાણે એક કથા છે. દેવ અને યશ શ્રેષ્ઠીનું દષ્ટાંત.
દેવ અને યશ નામે બે શેઠ બહુ પ્રીતિથી સાથે ફરતા હતા. કોઈ નગરનાં માર્ગમાં પડેલું રત્નજડિત કુંડલ તેમના જોવામાં આવ્યું. દેવશ્રેષ્ઠી સુશ્રાવક, પોતાનાં વ્રતને દેઢ વળગી રહેલો અને પરધનને સર્વ અનર્થ સમાન ગણનારો હોવાથી પાછો વળ્યો. યશશ્રેષ્ઠી પણ તેની સાથે પાછો વળ્યો, પણ “પડેલી વસ્તુ લેવામાં બહુ દોષ નથી,” એમ વિચારી તેણે દેવશ્રેષ્ઠીની નજર ચૂકાવીને કુંડલ ઉપાડ્યું અને પાછું મનમાં એમ વિચાર્યું કે,
મારા મિત્રને ધન્ય છે, કારણ કે એનામાં એવી અલૌકિક નિર્લોભતા વસે છે તો પણ યુક્તિથી હું એને આ કુંડલમાં ભાગીદાર કરીશ.આમ વિચારી યશશ્રેષ્ઠીએ કુંડલ છુપું રાખ્યું અને બીજે શહેરે જઈ તે કુંડલના દ્રવ્યથી ઘણું કરીયાણું ખરીધું, અનુક્રમે બન્ને શેઠ પોતાને ગામે આવ્યા. લાવેલા કરીયાણાની વહેંચણી કરવાના અવસરે ઘણું કરીયાણું જોઈ દેવશ્રેષ્ઠીએ આગ્રહથી તેનું કારણ પૂછયું. યશશ્રેષ્ઠીએ પણ જે વાત હતી તે કહી.
દેવશ્રેષ્ઠીએ કહ્યું, “અન્યાયથી મેળવેલું એ કોઈ પણ રીતે સંઘરવા યોગ્ય નથી; કેમકે જેમ કાંજી દૂધની અંદર પડે તો દૂધનો નાશ થાય છે, તેમ એ ધન લેવાથી પોતાનું ન્યાયથી ઉપાર્જેલું ધન પણ એની સાથે અવશ્ય નાશ પામે છે.” એમ કહી દેવશ્રેષ્ઠીએ તે સર્વ અધિક કરીયાણું હતું, તે જુદું કરી યશશ્રેષ્ઠીને આપ્યું. “પોતાની મેળે ચાલ્યું આવેલું ધન કોણ મૂકે?” એવા લોભથી યશશ્રેષ્ઠી સર્વ કરીયાણું પોતાની વખારે લઈ ગયો. તે જ દિવસની રાત્રિએ ચોરોએ