________________
૨૧૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ રોગ છતાં રસાયન ખાય, (૫૯) પોતે પોતાની મોટાઈનો અહંકાર રાખે, (૬૦) ક્રોધથી આત્મઘાત કરવા તૈયાર થાય, (૬ ૧) નિરંતર વગર કારણે આમ તેમ ભટકતો રહે, (૬૨) બાણના પ્રહાર થયા હોય તો પણ યુદ્ધ જુએ, (૬૩) મોટાની સાથે વિરોધ કરી નુકશાનમાં ઉતરે, (૬૪) થોડું ધન છતાં આડંબર મોટો રાખે,(૬૫) હું પંડિત છું એમ સમજી બહુ બબડાટ કરે, (૬૬) પોતાને શુરવીર સમજી કોઈની બીક ન રાખે.
(૬૭) ઘણાં વખાણ કરી સામા માણસને ત્રાસ ઉપજાવે, (૬૮) હાંસી કરતાં મર્મ વચન બોલે, (૬૯) દરિદ્રીના હાથમાં પોતાનું ધન આપે, (૭૦) લાભ નક્કી નહીં છતાં ખરચ કરે, (૭૧) પોતાના ખરચનો હિસાબ રાખવાનો પોતે કંટાળો કરે, (૭૨) નશીબ ઉપર ભરોસો રાખી ઉદ્યમ ન કરે, (૭૩) પોતે દરિદ્રી થઈ વાતો કરવામાં વખત ગુમાવે, (૭૪) વ્યસનાસકત થઈ ભોજન કરવાનું પણ ભૂલી જાય, (૭૫) પોતે નિર્ગુણી છતાં પોતાના કુળની ઘણી પ્રશંસા કરે, (૭૬) કઠોર સ્વર છતાં ગીત ગાય, (૭૭) સ્ત્રીના ભયથી યાચકને દાન આપે નહીં, (૭૮) કૃપણતા કરવાથી માઠી અવસ્થા પામે, (૭૯) જેના દોષ ખુલ્લા દેખાતા હોય તેનાં વખાણ કરે, (૮૦) સભાનું કામ પૂરું થયા વિના વચમાંથી ઉઠી જાય, (૮૧)દૂત થઈ સંદેશો ભૂલી જાય, (૮૨) ખાંસીનો રોગ છતાં ચોરી કરવા જાય, (૮૩) યશ માટે ભોજનનું ખર્ચ મોટું રાખે; (૮૪) લોક વખાણ કરે એવી આશાથી થોડો આહાર કરે, (૮૫) જે વસ્તુ થોડી હોય તે ઘણી ભક્ષણ કરવાની મરજી રાખે, (૮૬) કપટી અને મીઠા બોલા લોકોના પાસમાં સપડાય, (૮૭) વેશ્યાના યારની સાથે કલહ કરે, (૮૮) બે જણા કાંઈ મસલત કરતા હોય તો વચ્ચે ત્રીજો જાય, (૮૯) આપણા ઉપર રાજાની મહેરબાની હંમેશાં રહેશે એવી ખાત્રી રાખે, (૯૦) અન્યાયથી સારી અવસ્થામાં આવવાની ઇચ્છા કરે; (૯૧) ધન પાસે નહીં છતાં ધનથી થનારાં કામો કરવા જાય, (૯૨) લોકમાં ગુપ્ત વાત જાહેર કરે, (૯૩) યશ મેળવવા અજાણ માણસનો જામીન થાય, (૯૪) હિતનાં વચન કહેનારની સાથે વેર કરે, () બધે ભરોસો રાખે, (૯૬) લોક વ્યવહારમાં ન જાણે, (૯૭) વાચક થઈ ઉષ્ણ ભોજન જમવાની ટેવ રાખે, (૯૮) મુનિરાજ થઈ ક્રિયા પાળવામાં શિથિલતા રાખે, (૯૯)કુકર્મ કરતાં શરમાય નહીં અને (૧૦૦) બોલતાં બહુ હસે, તે મૂર્ખ જાણવો.” આ રીતે સો પ્રકારના મૂર્ખ કહ્યા છે.
જેથી આપણો અપયશ થાય તે છોડવું. વિવેકવિલાસ નામના ગ્રંથમાં કહ્યું છે કે – અન્ય હિતવચનો.
વિવેકી પુરુષે સભામાં બગાસું, છીંક, ઓડકાર, હાસ્ય વિગેરે કરવાં પડે તો મોં આગળ કપડું ઢાંકીને કરવાં, તથા સભામાં નાક ખોતરવું નહીં અને હાથ મરડવા નહીં, પલાંઠી વાળવી, પગ લાંબા ન કરવા, તથા નિદ્રા, વિકથા અને ખરાબ ચેષ્ટા ન કરવી, અવસર આવે કુલીન પુરુષોનું હસવું માત્ર હોઠ પહોળા થાય એટલું જ હોય છે. પણ ખડખડ હસવું અથવા ઘણું હસવું સર્વથા અનુચિત છે.
બગલમાં સીસોટી વગાડવા આદિ અંગવાઘ, વગર પ્રયોજને તૃણના કટકા કરવા, પગે અથવા હાથે જમીન ખોતરવી, નખથી નખ અથવા દાંત ઘસવા, એટલી ચેષ્ટાઓ કરવી નહીં, વિવેકી