________________
નિદ્રાની વિધિ.
૨૪૯ પ્રમાણે થોડી ઊંઘ લે. ઊંઘવા જતી વખતે શ્રાવકે કેવું રહેવું જોઈએ ? તે વિષે કહે છે. અબ્રહ્મ તે સ્ત્રીસંભોગ, તેથી નીરાળા રહેવું; કારણ કે માવજીવ ચતુર્થ વ્રત પાળવા અસમર્થ એવા તરૂણ શ્રાવકે પણ પર્વતિથિ આદિ ઘણા દિવસોએ બ્રહ્મચારીપણે જ રહેવું જોઈએ. કેમકે બ્રહ્મચર્યનું ફળ બહુ જ મોટું છે. મહાભારતમાં પણ કહ્યું છે કે - ' હે ધર્મરાજ! એક રાત્રિ સુધી બ્રહ્મચર્ય પાળનાર બ્રહ્મચારીને જે શુભ ગતિ થાય છે તે શુભ ગતિ હજારો યજ્ઞ કરવાથી પણ થાય કે નહીં ? તે માટે શંકા રહે છે.
નિર્દ એ વિશેષ્ય છે અને આ એ નિદ્રાનું વિશેષણ છે. તથા એવો ન્યાય છે કે કોઈપણ વિધિ અથવા નિષેધ વિશેષણ સહિતના હોય તો તે વિધિ અથવા નિષેધ પોતાનો સંબંધ વિશેષણની સાથે રાખે છે. તેથી “ઊંઘ લેવી હોય તો થોડી લેવી” એમ અહીં કહેવાનો ઉદ્દેશ છે પણ ઉંઘ લેવી એમ કહેવાનો ઉદ્દેશ નથી.
કારણ કે દર્શનાવરણીય કર્મનો ઉદય થવાથી ઊંઘ એની મેળે આવે છે માટે ઊંઘ લેવાની વિધિ શાસ્ત્ર શું કરવા કહે? જે વસ્તુ બીજે કોઈ પ્રકારે મળતી નથી તેનો વિધિ શાસ્ત્ર કહે છે એવો નિયમ છે. એ વાત અગાઉ એક વખત કહેવામાં આવી છે. બહુ નિદ્રા લેનાર માણસ આ ભવથી તથા પરભવથી પણ ભ્રષ્ટ થાય છે. ચોર, વૈરી, ધૂતારા, દુર્જન વગેરે લોકો પણ સહજમાં તેની ઉપર હુમલો કરી શકે છે. થોડી ઊંઘ લેવી એ મહાપુરુષોનું લક્ષણ છે. આગમમાં કહ્યું છે કે જે પુરુષ અલ્પાહારી, અલ્પ-વચની, અલ્પ-નિદ્રા લેનારો તથા ઉપધિ અને ઉપકરણ પણ અલ્પ રાખનારો હોય છે તેને દેવતા પણ પ્રણામ કરે છે. નીતિશાસ્ત્રાદિમાં કહેલો નિદ્રાવિધિ નીચે પ્રમાણે છે. નિદ્રાની વિધિ.
જીવોથી ભરેલો, ટૂંકો, ભાંગેલો, મેલો, પડપાયાવાળો, તથા બાળવાના લાકડાથી બનાવેલો એવો ખાટલો સૂવાના કામમાં વાપરવો નહીં. સૂવાના તથા બેસવાના કામમાં ચાર સુધી જોડેલાં લાકડાં હોય તે સારાં; પાંચ આદિ લાકડાનો યોગ સૂનાર ધણીનો તથા તેના કુળનો નાશ કરે છે. પોતાના પૂજનિક પુરુષથી ઊંચે સ્થાનકે ન સૂવું, તથા પગ ભીના રાખીને ઉત્તર-પશ્ચિમ દિશાએ મસ્તક કરીને, વાંસની પેઠે લાંબો થઈને, પગ મૂકવાને ઠેકાણે મસ્તક કરીને ન સૂવું; પરંતુ હસ્તિના દંતની માફક સૂવું.
દેવમંદિરમાં, રાફડા ઉપર, વૃક્ષની નીચે, સ્મશાનમાં તથા વિદિશાએ (ખૂણાની દિશાએ) મસ્તક કરીને ન સૂવું. કલ્યાણની ઇચ્છા કરનાર પુરુષે સૂવાને વખતે મળ-મૂત્રની શંકા હોય તો તે દૂર કરવી. મળ-મૂત્ર કરવાનું સ્થાનક ક્યાં છે તે બરોબર જાણવું. પાણી પાસે છે કે નહીં તે જોવું અને બારણું બરોબર બંધ કરવું. ઈષ્ટદેવને નમસ્કાર કરીને અપમૃત્યુનો ભય ટાળવો, પવિત્ર થવું. પછી વસ્ત્ર બરોબર પહેરીને રક્ષામંત્રથી પવિત્ર કરેલી પહોળી પથારીને વિષે સર્વ આહારનો પરિત્યાગ કરીને ડાબે પડખે સૂઈ રહેવું. ક્રોધથી, ભયથી, શોકથી, મદ્યપાનથી, સ્ત્રીસંભોગથી, ભાર ઉપાડવાથી, વાહનમાં બેસવાથી તથા માર્ગે ચાલવાથી, ગ્લાનિ પામેલા,