________________
૨૫૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ - તીય પ્રકાશ પ્રાતઃકાળે જંબૂકુમારે પ્રભવચોર તેના પાંચસો સાથીદારો, આઠ સ્ત્રીઓ, સાસુ સસરા અને માત-પિતા સાથે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા બાદ જંબૂસ્વામી નિરતિચાર શુદ્ધ ચારિત્રપાળી ચૌદપૂર્વી થયા અને અનુક્રમે ચારઘાતિ કર્મ ખપાવી કેવળજ્ઞાન મેળવી મુક્તિપદને વર્યા. જંબુસ્વામી પછી તેમની પાટે પ્રભવસ્વામી થયા. સ્થૂલિભદ્રની કથા.
પાટલીપુત્રમાં નંદ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને શકટાલ નામે મંત્રી હતો. આ મંત્રીને લાચ્છલદે નામે ભાર્યા હતી. આ શકટાલ મંત્રીને લાચ્છલદેથી સ્થૂલિભદ્ર અને શ્રીયક નામે બે પુત્રો થયા. અને યક્ષ-યક્ષિદિન્ના વિગેરે સાત પુત્રીઓ થઈ.
એક દિવસ મિત્રોની સાથે સ્થૂલિભદ્ર ઉદ્યાનમાં ગયા. પાછા વળતાં કોશા નામની વેશ્યાએ તેમને જોયા. જોતાં જ તે મુગ્ધ બની અને આકર્ષાઈ પોતાના આવાસે લઈ ગઈ. સ્થૂલિભદ્ર પણ તેનામાં લુબ્ધ બન્યા. આ પછી પુત્રના મોહવાળા પિતાએ પુત્રની ઈચ્છા મુજબ ધન મોકલવાનું રાખ્યું. આમ બાર વર્ષ સ્થૂલભદ્ર કોશ્યાને ઘેર પસાર કર્યા. અને સાડા બાર કોડ સોનૈયા ખર્યા. - પાટલીપુત્રમાં એક વરરૂચિ નામનો બ્રાહ્મણ હતો. તેણે કપટથી નંદનું મન શકટાલ મંત્રી ઉપરથી ફેરવ્યું શકટાલને આથી ખોટું લાગ્યું અને તેણે વિષ ખાઈ સ્વપુત્રના હાથે તલવાર મરાવીને મૃત્યુ આપ્યું. પાછળથી રાજાને ખબર પડી કે વરરૂચિની આમાં કપટક્રિયા હતી. તેણે વરરૂચિને જેલમાં નાંખ્યો અને મંત્રીપદ સ્વીકારવા શ્રીયકને કહ્યું. શ્રીયકે રાજાને કહ્યું, “હે રાજન્ ! મારો મોટો ભાઈ યૂલિભદ્ર વેશ્યાને ઘેર છે. અને તે મોટો હોવાથી પ્રધાનપદનો અધિકારી હોવાથી તેને બોલાવી આપ તે પદ તેમને આપો.' રાજાએ ધૂલિભદ્રને બોલાવ્યો અને મંત્રીપદ લેવા આગ્રહ કર્યો. સ્થૂલિભદ્ર જવાબમાં કહ્યું, “રાજનું! વિચારી આપને જવાબ આપીશ.” રાજાએ “ભલે વિચાર કરીને કહેજો' એમ કહી તેને રજા આપી.
સ્થૂલિભદ્ર અશોકવાટિકામાં ગયો તેણે મંત્રીપદ માટે વિચાર કરવા માંડ્યો વિચારતાં વિચારતાં તેને સમગ્ર જગત્ સ્વાર્થી જણાવા લાગ્યું. તેને મંત્રીપદ, રાજ્યઋદ્ધિ કે સંપત્તિ સર્વ અસ્થિર અને અનર્થકારક દેખાવા લાગ્યાં. તેણે પોતાના હાથે પંચમુષ્ઠિ લોચ કર્યો અને શાસનાદેવીએ આપેલા સાધુવેષ ગ્રહણ કરી રાજા આગળ હાજર થયો. રાજા આ જોઈ આશ્ચર્ય પામ્યો અને બોલ્યો “આ શું?” સ્થૂલિભદ્રે કહ્યું “રાજન્ ! મેં તમે કહ્યા મુજબ ખુબ ખુબ વિચાર કર્યો તો જણાયું કે સંસારમાં જન્મી યોગ્યપદ લેવા જેવું હોય તો આ સાધુપદ છે. આથી મેં સાધુપદ ગ્રહણ કર્યું છે' તુર્ત રાજમહેલ છોડી લિભદ્ર સંભતિવિજય આચાર્ય પાસે ગયા. અને વિધિપૂર્વક તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી.
કોશા સ્કૂલિભદ્રના દીક્ષા અંગીકારના સમાચાર સાંભળી તુર્ત તેમની પાસે આવી અને વિલાપ કરતાં કહેવા લાગી કે મંત્રીપદ છોડી આ તમે શું લીધું ? અને તમારાથી લેવાયું પણ કેમ ?' સ્થૂલિભદ્ર મૌન રહ્યા. ત્યાંથી તેમણે ગુરુ સાથે વિહાર આરંભ્યો.
ચાતુર્માસ સમય નજીક આવ્યો. ગુરુ પાસે રહેલા સાધુઓમાંથી એકે ગુરુમહારાજ પાસે આવી સિંહની ગુફા આગળ રહી ચાતુર્માસ કરવાની માગણી કરી. બીજાએ મહાસર્પના બીલ આગળ