________________
૨૭૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - તૃતીય પ્રકાશ” આગાર છે ઇત્યાદિ યુક્તિ દેખાડી, તો પણ ધોબીએ “દઢતા વિનાનો ધર્મ શા કામનો ? એમ કહી પોતાના નિયમની દૃઢતા ન મૂકી. એણે એવા દુઃખના વખતમાં પણ કોઈનું કહ્યું ન માન્યું. પોતાના માણસોના કહેવાથી રાજા પણ રુષ્ટ થયો અને મારી આજ્ઞા તોડશે તો સવાર થતાં તને તથા તારા કુટુંબને શિક્ષા કરીશ એમ કહેવા લાગ્યો. એટલામાં રાત્રિએ કર્મયોગથી રાજાના પેટમાં એવો શૂળરોગ થયો કે જેથી આખા નગરમાં હાહાકાર વર્તી રહ્યો, એમ કરતાં ત્રણ દિવસ ચાલ્યા ગયા. ધર્મના પ્રભાવથી ધોબીએ પોતાનો નિયમ બરોબર પાળ્યો. પછી પડવાને દિવસે રાજાનાં તથા રાણીનાં વસ્ત્ર ધોયાં. બીજને દિવસે રાજાના માણસોએ માગ્યાં ત્યારે તે તેણે તુરત આપ્યાં.
એજ રીતે કાંઈ ખાસ કામ માટે બહુ તેલનો ખપ પડવાથી રાજાએ શ્રાવક ઘાંચીને ચતુર્દશીને દિવસે ઘાણી ચલાવવાનો હુકમ આપ્યો. ઘાંચીએ પોતાના નિયમની દઢતા જણાવી તેથી રાજા ગુસ્સે થયો. એટલામાં પરચક આવ્યું. રાજાને પોતાની સેના સાથે શત્રુની સાથે જઈ સંગ્રામમાં ઉતરવું પડ્યું. પછી રાજાનો જય થયો. પણ એ કામમાં રાજા વ્યગ્ર થઈ જવાથી તેલનો ખપ પડ્યો નહીં અને ઘાંચીનો નિયમ સચવાયો. - હવે રાજાએ એક વખતે અષ્ટમીના શુભ મુહૂર્તે તે શ્રાવક કણબીને હળ ખેડવાની આજ્ઞા કરી ત્યારે તેણે પોતાનો નિયમ કહ્યો. તેથી રાજાને ક્રોધ ચડ્યો, પણ એટલામાં ધારાબંધ એક સરખો વરસાદ પડવાથી તેનો નિયમ સુખેથી સચવાયો. આ રીતે પર્વનો નિયમ અખંડ પાળવાના પુણ્યથી તે ત્રણે જણા અનુક્રમે મરણ પામી છઠ્ઠા લાંતક દેવલોકે ચૌદ સાગરોપમ આયુષ્યવાળા દેવતા થયા. ધનેશ્વર શેઠ સમાધિએ મરણ પામી બારમા અય્યત દેવલોકે ગયો. પછી તે ચારે દેવતાઓની ઘણી મૈત્રી થઈ શેઠનો જીવ જે દેવતા થયો હતો તેની પાસે બીજા ત્રણે દેવતાઓએ પોતાના ચ્યવનને અવસરે કબૂલ કરાવ્યું હતું કે “તારે પૂર્વભવની માફક આવતે ભવે પણ અમને પ્રતિબોધ કરવો.”
પછી તે ત્રણ જણા દેવલોકથી જુદા જુદા રાજકુળમાં અવતર્યા. અનુક્રમે યુવાન અવસ્થા પામી મોટા દેશના અધિપતિ થઈ, ધીર વીર અને હીર એવે નામે જગતુમાં પ્રસિદ્ધ થયા. તેમાં ધીર રાજાના નગરમાં એક શેઠને પર્વને દિવસે સદા કાળ પરિપૂર્ણ લાભ થતો હતો પરંતુ અન્ય દિવસોએ હાનિ પણ બહુ થતી હતી. તેણે એક વખતે જ્ઞાનીને આ વાત પૂછી. જ્ઞાનીએ કહ્યું
તે પૂર્વ ભવમાં દરિદ્રાવસ્થામાં સ્વીકારેલા નિયમને દૃઢપણે વળગી રહી યથાશક્તિ પર્વ દિવસો સમ્યફ પ્રકારે પાળ્યા; પરંતુ એક વખતે ધર્મ સામગ્રીનો જોગ છતાં પણ તું ધર્માનુષ્ઠાન કરવામાં આળસ વગેરે દોષથી પ્રમાદી થયો. તેથી આ ભવમાં તને આ રીતે લાભ-હાનિ થાય છે. વળી કહ્યું છે કે ધર્મમાં પ્રમાદ કરનારો માણસ જે કાંઇ પોતાનું નુકશાન કરી લે છે. તે ચોરના લુંટવાથી, અગ્નિના બાળવાથી, અથવા જુગટામાં હાર ખાવાથી પણ થતું નથી.
જ્ઞાનીનું એવું વચન સાંભળી તે શેઠ પોતાના કુટુંબ સહિત હંમેશા ધર્મ-કૃત્યોને વિષે સાવધાન રહ્યો. અને પોતાની સર્વ શક્તિથી સર્વ પર્વોની આરાધના કરવા લાગ્યો અને ઘણો જ થોડો અથવા થોડો આરંભ કરી તથા વ્યવહારશુદ્ધિ બરોબર સાચવીને વ્યાપાર વગેરે બીજ આદિ પર્વને દિવસે જ કરતો હતો પરંતુ બીજી વખતે નહીં. તેથી સર્વે ગ્રાહકોને વિશ્વાસ પડી ગયો. સર્વે તેની સાથે