Book Title: Shraddhvidhi Prakaran
Author(s): Vajrasenvijay Gani
Publisher: Bhadrankar Prakashan
View full book text
________________
૨૭૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ - ચતુર્થ પ્રકાશ જ્ઞાનાચાર - મૂળસૂત્ર વાંચવારૂપ સજઝાય કરવી, વ્યાખ્યાન સાંભળવું, સાંભળેલા ધર્મનું ચિંતવન કરવું અને યથાશક્તિ અજવાળી પાંચમને દિવસે જ્ઞાનની પૂજા કરવી. | દર્શનાચાર - જિનમંદિરમાં કાજો કાઢવો, લીંપવું, ગહુંલી માંડવી વગેરે જિનપૂજા. ચૈત્યવંદન અને જિનબિંબને ઓપ કરીને નિર્મળ કરવા આદિ કાર્યો કરવાં.
ચારિત્રાચાર - જળો મૂકાવવી નહિ, જૂ તથા શરીરમાં રહેલા ગંડોળ પાડવા નહિ, કીડાવાળી વનસ્પતિને ખાર ન દેવો, લાકડામાં, અગ્નિમાં અને ધાન્યમાં ત્રસ જીવની રક્ષા કરવી. કોઈને આળ ન દેવું, આક્રોશ ન કરવો, કઠોર વચન ન બોલવું, દેવ-ગુરુના સોગન ન ખાવા, ચાડી ન ખાવી તથા પારકો અવર્ણવાદ ન બોલવો. પિતાની તથા માતાની દૃષ્ટિ ચૂકવીને કામ ન કરવું નિધાન, દાન અને પડેલી વસ્તુની યતના કરવી. દિવસે બ્રહ્મચર્ય પાળવું, રાત્રિને વિષે પુરુષે પરસ્ત્રીની તથા સ્ત્રીએ પરપુરુષની સેવા ન કરવી. ધન, ધાન્ય વગેરે નવવિધ પરિગ્રહનું પરિમાણ : જેટલું રાખ્યું હોય તેમાં પણ ઘટાડો કરવો. દિશાપરિમાણ વ્રતમાં પણ કોઈને મોકલવું, સંદેશો કહેવરાવવો, અધોભૂમિએ જવું વગેરે તજવું. સ્નાન, અંગરાગ, ધૂપ, વિલેપન, આભૂષણ, ફૂલ, તાંબૂલ, બરાસ, અગર, કેસર, અંબર અને કસૂરી એ વસ્તુનું તથા રન, હીરા, મણિ, સોનું, રૂપું મોતી વગેરેનું પરિમાણ કરવું.
ખજૂર, દ્રાક્ષ, દાડમ, ઉત્તતિય, નાળિયેર, કેળાં, મીઠાં લીંબુ, જામફળ, જાંબુ, રાયણ, નારંગી, બીજોરાં, કાકડી, અખરોટ, વાયફલ, કોઠા, ટિબરૂ, બિલીફળ, આમલી, બોર, બિલ્વફળ, ચિભડા, ચીભડી, કેરાં, કરમદાં, ભોરડ, લીંબુ, આમ્યવેતસ, આમનું અથાણું, અંકુરા, જાતજાતના ફૂલ તથા પત્ર, સચિત્ત, બહુબીજ, અનંતકાય પણ એક પછી એક વર્જવા. - વિગઇનું અને વિગઇની અંદર આવનારી વસ્તુનું પરિમાણ કરવું. વસ્ત્ર ધોવા, લીપવું, ખેત્ર ખણવું, ત્વવરાવવું, બીજાની જૂ કાઢવી, ક્ષેત્ર સંબંધી જાતજાતનાં કામો, ખાંડવું, દળવું, પાણીમાં ઝીલવું, અન્ન રાંધવું, ઉલટણ લગાડવું વગેરેનો ઘટાડો કરવો. તથા ખોટી સાક્ષી પૂરવી નહીં. દેશાવકાસિક વ્રતને વિષે ભૂમિ ખોદવાનું, પાણી લાવવાનું, કપડાં ધોવાનું, નહાવાનું, પીવાનું, અગ્નિ સળગાવવાનું, દીવો કરવાનું, લીલોત્રી કાપવાનું, મ્હોટા વડિલોની સાથે છૂટથી બોલવાનું, અદત્તાદાનનું તથા સ્ત્રીએ પુરુષની સાથે તથા પુરુષ સ્ત્રીની સાથે બેસવું, સુવું, બોલવું, જોવું, વગેરેનું વ્યવહારનાં સંબંધમાં પરિમાણ રાખવું, દિશિનું માન રાખવું, તથા ભોગપભોગનું પણ પરિમાણ રાખવું, તેમજ સર્વે અનર્થદંડનો સંક્ષેપ કરવો.
સામાયિક, પૌષધ તથા અતિથિસંવિભાગમાં પણ જે છૂટ રાખી હોય તેમાં દરરોજ કંઈક કમી કરવું, ખાંડવું, રાંધવું, જમવું, ખણવું, વસ્ત્રાદિ રંગવું, કાંતવું, પીંજવું, લોઢવું, ઘર વગેરે ધોળાવવું, લીપવું, ઝાટકવું, વાહન ઉપર ચઢવું, લીખ વગેરે જોવી, પગરખાં પહેરવાં, ખેતર નીંદવું, લણવું, ઓછણ કરવું વગેરે કાર્યોને વિષે દરરોજ બનતાં સુધી સંવર જ રાખવો. ભણવું, જિનમંદિરે દર્શન કરવા, વ્યાખ્યાન સાંભળવું, ગણવું, એટલાં કામો તથા જિનમંદિરનાં સર્વે કામો પ્રત્યે ઉદ્યમ કરવો. આઠમ, ચૌદશ, કલ્યાણક તિથિઓમાં તપ વિશેષ કરેલા હોય તેનો લોકોને ધર્મ પમાડવા વર્ષ દિવસમાં ઉદ્યાપન મહોત્સવ કરવો, ધર્મને અર્થે મુહપત્તિ, પાણીનાં ગળણાં

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394