________________
૨૩૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ : પ્રથમ પ્રકાશ રત્નસારકુમાર નગરમાં દાખલ થયો તેણે નગરને ધનધાન્યથી ભરેલું અને સુવર્ણ તથા રત્નથી ભરપૂર દેખ્યું. અનુક્રમે તે રાજમહેલમાં ગયો ત્યાં તેણે સુની સુંદર શય્યા જોઈ કુમાર તેમાં સુતો કે તુર્ત ઉંઘી ગયો. રાક્ષસ ધમપછાડા કરતો ત્યાં આવ્યો. તેણે કુમારને ઘસઘસાટ ઉંઘતો જોયો. હું, આને કઈ રીતે મારૂં? તે વિચાર કરવા લાગ્યો. પછી તુર્ત તે વિચાર બદલી તે તેના ભૂતોના ટોળાને તેડી લાવ્યો. ભૂતોના અવાજે કુમારની ઉંઘ ઉડી ગઈ. તેણે રાક્ષસને કહ્યું “રાક્ષસરાજ ! હું ઘસઘસાટ ઉંઘતો હતો તમે મારી ઉંઘ ભાંગી તમે ઘોર પાપ કર્યું છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે -
૧. ધર્મની નિંદા કરનાર, ૨. પંકિતનો ભેદ કરનાર, ૩. વગર કારણે નિદ્રાનો છેદ કરનાર, ૪. ચાલતી કથામાં અંતરાય કરનાર અને ૫. જરૂર વિના રસોઈ કરનાર એ પાંચે પુરુષો મહાપાપી ગણાય છે. માટે પાછી મને ઉંઘ આવે તે સારૂ મારા પગના તળીયે તેલ મસળો.” રાક્ષસ સ્થિર થયો. તે વિચારવા લાગ્યો કે આને મારો કે ભૂતોનો નથી જરાપણ ક્ષોભ કે નથી જરાપણ ભય. જરૂર કોઈ આ મહાન સિદ્ધિ સંપન્ન પુરુષ હોવો જોઈએ. ભલે તેના કહ્યા મુજબ સેવા કરૂં.
રાક્ષસે તેલ લઈ કુમારનાં પગનાં તળીયાં મસળવા માંડ્યા. થોડીવારે કુમાર બેઠો થયો. અને કહેવા લાગ્યો. “રાક્ષસરાજ ! હું તમારા ઉપર પ્રસન્ન થયો છું તમે માગો તે આપીશ.' રાક્ષસના આશ્ચર્યમાં વધારો થયો. તે વિચારવા લાગ્યો. હું દેવ અને આ માનવ, માનવ ઉપર દેવ પ્રસન્ન થાય તે તો જાણ્યું છે. પણ આ મારા ઉપર પ્રસન્ન થઈ મને વરદાન માગવાનું કહે છે. આતો કોઈ અજબ પુરુષ છે. તે બોલ્યો “કુમાર ! મને વરદાન આપ્યું છે તો હું માનું કે તમે આ નગરના રાજવી થાઓ અને સુખ વૈભવ ભોગવો.”
કુમાર ઘડીકમાં વિચાર મગ્ન બન્યો, તેને ગુરુ પાસે રાજ્ય નહિ સ્વીકારવાનું લીધેલ વ્રત યાદ આવ્યું, બીજી તરફ રાક્ષસને આપેલ વચન પણ યાદ આવ્યું. તેણે રાક્ષસને કહ્યું, “રાક્ષસરાજ ! તમે મને રાજય આપો છો પણ મેં પૂર્વે વ્રત લીધું હોવાથી રાજ્ય લઈ શકું તેમ નથી.' રાક્ષસને આ વચન સાંભળી ક્રોધ ચઢ્યો, તેણે કુમારને ઉપાડયો અને આકાશમાંથી સમુદ્રમાં ફેંક્યો, સમુદ્રમાં પટકાઈ કુમાર બહાર આવતાં ફરી તેનો પગ ઝાલી અદ્ધર કર્યો અને બોલ્યો, “કુમાર ! એક બાજુ વરદાન આપે છે અને બીજી બાજુ વ્રતની વાત કરે છે. તમે અત્યારે શિલા સાથે અફાળી મારી નાંખું છું.' કુમારે કહ્યું, “રાક્ષસરાજ ! જરાપણ વિલંબ કર્યા વિના તમને ઉચિત લાગે તે કરો, પણ હું મારું વ્રત છોડીશ નહિ.” રાક્ષસે કુમારનો દેઢ નિશ્ચય જાણ્યો. તેણે રાક્ષસરૂપ સંદર્યું. અને અસલ દેવરૂપે પ્રગટ કર્યું અને કહ્યું, “કુમાર ! હું ચંદ્રશેખર દેવ છું. એક પ્રસંગે હરિર્ઝેગમેષી દેવને મેં પૂછ્યું કે “જગતમાં કોઈ એવો પુરુષ છે કે જે લોભને આધીન ન થાય. બત્રીસ લાખ અને અઠ્યાવીસ લાખ વિમાનના અધિપતિ ઇન્દ્રો પણ લોભને આધીન થઈ લડે છે તો પછી બીજાની શી વાત કરવી ?' હરિપ્લેગમેષીએ મને કહ્યું, ‘તું કહે છે તે વાત સત્ય છે પણ હાલ જગતુમાં વસુસારનો પુત્ર રત્નસાર જરાપણ લોભને આધીન બને તેમ નથી. કારણ કે તેણે પરિગ્રહ પરિમાણ વ્રત ગ્રહણ કરેલ છે.” મને પરીક્ષા કરવાની ઈચ્છા થઈ અને મેં પોપટ હર્યો, નગર વિકવ્યું, મેના વિમુર્તી અને તેને ઉપદ્રવ કરી તારા સત્ત્વની પરીક્ષા કરી. કુમાર ! ખરેખર તું