________________
૨૧૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ ગુણી તથા પુત્ર વિનાની પોતાની બહેન એટલા લોકોનું અવશ્ય પોષણ કરવું. જેને મોટાઈ ગમતી હોય, એવા પુરુષે સારથિનું કામ, પારકી વસ્તુનું ખરીદ-વેચાણ તથા પોતાના કુળને અનુચિત કાર્ય કરવા તૈયાર ન થવું.
મહાભારત વગેરે ગ્રંથોમાં પણ કહ્યું છે કે પુરુષે બ્રહ્મમુહૂર્તને વિષે ઉઠવું અને ધર્મનો તથા અર્થનો વિચાર કરવો. સૂર્યને ઊગતા તથા આથમતાં કોઈ વખતે પણ ન જોવો. પુરુષે દિવસે ઉત્તર દિશાએ તથા રાત્રિએ દક્ષિણ દિશામાં અને કાંઈ તકલીફ હોય તો ગમે તે દિશાએ મુખ કરીને મળ-મૂત્રનો ત્યાગ કરવો. આચમન કરીને દેવની પૂજા વગેરે કરવી, ગુરુને વંદના કરવી, તેમજ ભોજન કરવું. હે રાજા ! જાણ પુરુષે ધન પ્રાપ્ત કરવા પ્રયત્ન અવશ્ય કરવો, કારણ કે તે હોય તો જ ધર્મ વગેરે થાય છે.
જેટલો ધનનો લાભ હોય તેનો ચોથો ભાગ ધર્મકૃત્યમાં, ચોથો ભાગ સંગ્રહમાં અને બાકી રહેલા બે ચોથા ભાગમાં પોતાનું પોષણ ચલાવવું અને નિત્ય નૈમિત્તિક ક્રિયાઓ કરવી. વાળ સમારવા, આરિસામાં મુખ જોવું, તથા દાતણ અને દેવની પૂજા એ સર્વ બપોર પહેલાં જ કરવાં, પોતાના હિતની વાંછા કરનાર પુરુષે હંમેશાં ઘરથી દૂર જઈ મળ-મૂત્ર કરવું, પગ ધોવા, તથા એઠવાડ નાખવો. જે પુરુષ માટીના ગાંગાડા ભાંગે, તૃણના કટકા કરે, દાંતવડે નખ ઉતારે, તથા મળ મૂત્ર કર્યા પછી બરાબર શુદ્ધિ ન કરે. તે આ લોકમાં લાંબુ આયુષ્ય ન પામે. ભાંગેલા આસન ઉપર ન બેસવું, ભાંગેલું કાંસાનું પાત્ર રાખવું નહીં. વાળ છૂટા મૂકી ભોજન ન કરવું તથા નગ્ન . થઈને ન હાવું, નગ્ન સુઇ ન રહેવું, ઘણી વાર એઠાં હાથ વગેરે ન રાખવા, મસ્તકના આશ્રયે સર્વ પ્રાણ રહે છે માટે એંઠા હાથ મસ્તકે ન લગાડવા.
માથાના વાળ ન પકડવા, તથા મસ્તક ઉપર પ્રહાર પણ ન કરવો. પુત્ર તથા શિષ્ય સિવાય બીજાને શીખામણ માટે મારવું નહિ. પુરુષોએ કોઈ કાળે પણ બે હાથ મસ્તક ન ખણવું, તથા વગર કારણે વારંવાર માથે હાવું નહીં. ગ્રહણ વિના રાત્રિએ નહાવું સારું નથી, તથા ભોજન કરી રહ્યા પછી અને ઊંડા ઘરમાં પણ ન હાવું, ગુરુનો દોષ ન કહેવો, ગુરુ ક્રોધ કરે તો તેમને પ્રસન્ન કરવા તથા બીજા લોકો આપણા ગુરુની નિંદા કરતા હોય તો તે સાંભળવી પણ નહીં.
- હે ભરત ગુરુ. સતી સ્ત્રીઓ, ધર્મી પરુષો તથા તપસ્વીઓ. એમની મશ્કરીમાં પણ નિંદા ન કરવી. કોઈપણ પારકી વસ્તુ ચોરવી નહીં, કિંચિત્માત્ર પણ કડવું વચન ન બોલવું, મધુર વચન પણ વગર કારણે બોલવું નહીં, પારકા દોષ ન કહેવા, મહાપાપ કરવાથી પતિત થએલા લોકોની સાથે વાર્તાલાપ પણ ન કરવો, તેમના હાથનું અન્ન ન લેવું, તથા તેમની સાથે કાંઈ પણ કામ કરવું નહીં. એક આસન ઉપર ન બેસવું, ડાહ્યા માણસે લોકમાં નિંદા પામેલા, પતિત, ઉન્મત્ત, ઘણા લોકોની સાથે વૈર કરનારા અને મૂર્ખ એટલાની દોસ્તી કરવી નહીં. તથા એકલા મુસાફરી કરવી નહીં.
હે રાજા ! દુષ્ટ વાહનમાં ન ચઢવું, કિનારા ઉપર આવેલી છાયામાં ન બેસવું, તથા આગળ પડી જળના પ્રવાહની સામા જવું નહીં. સળગેલા ઘરમાં દાખલ થવું નહીં, પર્વતની ટુંક ઉપર ન ચડવું, મુખ ઢાંક્યા વિના બગાસું, ઉધરસ તથા શ્વાસ ખાવાં નહીં. ડાહ્યા માણસે ચાલતાં ઊંચી,