________________
પુત્રનું ઉચિત.
૨૦૫ પછી કોળીએ પત્નીના કહ્યા પ્રમાણે માગ્યું અને વ્યંતરે આપ્યું. પણ લોકોએ તેવા વિચિત્ર સ્વરૂપે ગામમાં પેસનારા તે કોળીને રાક્ષસ સમજી લાકડાથી અને પથ્થરથી મારી નાંખ્યો.
અર્થાત્ જેને પોતાને અક્કલ નથી તથા જે મિત્રનું કહેવું પણ માને નહિ અને પત્નીને વશમાં રહે તે મંથર કોળીની જેમ નાશ પામે. ઉપર કહેલો પ્રકાર કવચિત્ બને છે, માટે સુશિક્ષિત અને બુદ્ધિશાળી પત્ની હોય તો તેની સલાહ લેવાથી ઉલટો ઘણો ફાયદો જ થાય છે. આ વાતમાં અનુપમાદેવી અને વસ્તુપાળ-તેજપાલનું દૃષ્ટાંત જાણવું.
સારા કુળમાં પેદા થયેલી, પાકી વયની, કપટ વિનાની, ધર્મકરણી કરવામાં તત્પર, પોતાના સાધર્મિક અને પોતાના સગાવહાલામાં આવેલી સ્ત્રીઓની સાથે પોતાની સ્ત્રીની પ્રીતિ કરાવવી. સારા કુળમાં જન્મેલી સ્ત્રીની સાથે પ્રીતિ કરવાનું કારણ એ છે કે ખરાબ કુળમાં જન્મેલી સ્ત્રીની સાથે સોબત કરવી એ કુળવાન સ્ત્રીઓને અપવાદનું મૂળ છે. સ્ત્રીને રોગાદિ થાય તો તેની ઉપેક્ષા પુરુષ ન કરે, તપસ્યા, ઉજમણું, દાન, દેવપૂજા, તીર્થયાત્રા આદિ ધર્મકૃત્યોમાં સ્ત્રીને તેનો ઉત્સાહ વધારી ધન વગેરે આપીને સહાય કરે પણ અંતરાય ન કરે. કારણ કે પુરુષ સ્ત્રીના પુણ્યનો ભાગ લેનારો છે તથા ધર્મકૃત્ય કરાવવું એ જ પરમ ઉપકાર છે. પુરુષનું સ્ત્રીના સંબંધમાં આ વિગેરે ઉચિત આચરણ પ્રાયે જાણવું. પુત્રનું ઉચિત.
હવે પુત્રના સંબંધમાં પિતાનું ઉચિત આચરણ કહીએ છીએ. પિતા બાલ્યાવસ્થામાં પૌષ્ટિક અન્ન, સ્વેચ્છાથી હરવું-ફરવું, ભાતભાતનાં રમકડાં વગેરે ઉપાયથી પુત્રનું લાલનપાલન કરે, અને તેના બુદ્ધિના ગુણ ખીલી નીકળે ત્યારે તેને કળામાં કુશળ કરે. બાલ્યાવસ્થામાં પુત્રનું લાલનપાલન કરવાનું કારણ એ છે કે તે અવસ્થામાં તેનું શરીર જો સંકળાયેલું અને દુર્બળ રહે તો તે કોઈ કાળે પણ પુષ્ટ ન થાય. માટે જ કહ્યું છે કે, પુત્ર પાંચ વર્ષનો થાય ત્યાં સુધી તેનું લાલનપાલન કરવું, તે પછી દસ વર્ષ સુધી અર્થાત્ પંદર વર્ષનો થાય ત્યાં સુધી તાડના કરવી અને સોળમું વર્ષ બેઠા પછી પિતાએ પુત્રની સાથે મિત્રની જેમ વર્તવું. પિતાએ પુત્રને દેવ, ગુરુ, ધર્મ, સુખી તથા સ્વજન એમનો હંમેશાં પરિચય કરાવવો. તથા સારા માણસોની સાથે તેને મૈત્રી કરાવવી.
ગુરુ આદિનો પરિચય બાલ્યાવસ્થાથી જ હોય તો વલ્કલચીરિની જેમ હંમેશા મનમાં સારી ભાવના જ રહે છે. ઉત્તમ જાતના, કુલીન તથા સુશીલ લોકોની સાથે મૈત્રી કરી હોય તો કદાચ નશીબના વાંકથી ધન ન મળે તો પણ આવનારા અનર્થ તો ટળી જાય જ એમાં શક નથી. અનાર્ય દેશમાં થયેલા એવા પણ આદ્રકુમારની અને અભયકુમારની મૈત્રી તે જ ભવમાં સિદ્ધિ માટે થઈ.
પિતાએ પુત્રને કુળથી, જન્મથી અને રૂપથી બરાબર હોય એવી કન્યા પરણાવવી. તેને ઘરના કારભારમાં જોડવો તથા અનુક્રમે તેને ઘરની માલિકી સોપવી. “કુળથી જન્મથી અને રૂપથી બરાબર હોય એવી કન્યા પરણાવવી.” એમ કહેવાનું કારણ એ છે કે કજોડાવાળી સ્ત્રી સાથે ભર્તારનો યોગ થાય તો તેમનો તે ગૃહવાસ નથી પણ માત્ર વિટંબણા છે. તથા એકબીજા ઉપરનો રાગ