________________
૧૯૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
ન વાપરે તો, તે ધનથી આલોકમાં અપયશ અને પરલોકમાં નરક પ્રાપ્ત થાય. અહીં મમ્મણશેઠ વગેરેનાં દૃષ્ટાંત જાણવાં.
૪ અન્યાયથી મેળવેલું ધન અને કુપાત્રદાન એ બેના યોગથી ચોથો ભાંગો થાય છે. એથી માણસ આ લોકમાં સપુરુષોને ધિક્કારવા યોગ્ય થાય છે અને પરલોકમાં નરકાદિ દુર્ગતિમાં જાય છે, માટે એ ચોથો ભાંગો વિવેકી પુરુષોએ અવશ્ય તજવો. કેમકે અન્યાયથી મેળવેલા ધનનું દાન આપવામાં બહુ દોષ છે. ગાયને મારી તેનાં માંસથી કાગડાને તૃપ્ત કરવા જેવી આ વાત છે. અન્યાયે મેળવેલા ધનથી લોકો જે શ્રાદ્ધ કરે છે તેથી ચંડાલ, ભિલ્લ અને એવા જ (બુક્કસ) હલકી જાતના લોકો ધરાઈ રહે છે.
ન્યાયથી મેળવેલું થોડું પણ ધન જો સુપાત્રે આપે તો, તેથી કલ્યાણ થાય છે, પરંતુ અન્યાયથી મેળવેલું ઘણું ધન આપે તો પણ તેથી કાંઈ ખરૂં ફળ નીપજવાનું નથી. અન્યાયે મેળવેલા ધનથી જે માણસ પોતાના કલ્યાણની ઇચ્છા રાખતો હોય તે કાલકૂટ નામે ઝેરનું ભક્ષણ કરી, જીવવાની આશા રાખે છે. અન્યાયે મેળવેલા ધન ઉપર પોતાનો નિર્વાહ ચલાવનાર ગૃહસ્થ પ્રાયે અન્યાયના માર્ગે ચાલનારો, કલહ કરનારો, અહંકારી અને પાપકર્મી હોય છે. અહીં રંક શ્રેષ્ઠી વગેરેનાં દષ્ટાંત જાણવાં. રંક શ્રેષ્ઠીની કથા નીચે પ્રમાણે છે. અન્યાયથી મેળવેલ ધનથી દુઃખી થનાર રંકશેઠનું દૃષ્ટાંત.
મારવાડ દેશમાં પાલી ગામમાં કાકૂયાક અને પાતાક નામે બે ભાઈ હતા. તેમાં નાનો ભાઈ પાતાક ધનવંત અને મોટો ભાઈ કાકૂયાક બહુ દરિદ્રી હતો. મોટો ભાઈ દરિદ્રી હોવાથી નાનાને ઘેર ચાકરી કરી પોતાનો નિર્વાહ કરે. એક સમયે વર્ષાકાળમાં દિવસે બહુ મહેનત કરવાથી થાકી ગયેલો કાકૂયાક રાત્રિએ સૂઈ રહ્યો. એટલામાં પાતાકે ઓલંભો દઈને કહ્યું કે, “ભાઈ આપણા ખેતરોના ક્યારામાં પાણી ઘણું ભરાઈ જવાથી ફાટી ગયા છતાં તને કાંઈ તેની ચિંતા નથી ?” એવો ઠપકો સાંભળી તુરત પોતાની પથારી છોડી કાકૂયાક દરિદ્રી પારકે ઘેર ચાકરી કરનાર પોતાના જીવની નિંદા કરતો કોદાળા લઈ ખેતરે ગયો અને કેટલાક લોકોને ફાટી ગયેલા ક્યારાને ફરીથી સમ કરતા જોઈ તેણે પૂછયું કે, “તમે કોણ છો ?” તેના જવાબમાં તેમણે કહ્યું કે, “અમે તારા ભાઈના ચાકર છીએ.” પાછું કાયાકે પૂછયું કે મારા ચાકર ક્યા ઠેકાણે છે ?” તેમણે કહ્યું કે “વલભીપુરમાં છે.”
અનુક્રમે કેટલોક સમય ગયા પછી અવસર મળતાં જ કાકૂયાક પોતાના પરિવાર સાથે વલભીપુર ગયો. ત્યાં ગોપુરમાં ભરવાડ લોકો રહેતા હતા, તેમની પાસે એક ઘાસનું ઝૂંપડું બાંધી તે લોકોની મદદથી જ એક નાની દુકાન કાઢીને રહ્યો. કાયાક શરીરે બહુ દુબળો હોવાથી ભરવાડ લોકો તેને “કશ્રેષ્ઠી” એવા નામથી બોલાવા લાગ્યા. એક સમયે કોઈ કાર્પટિક શાસ્ત્રમાં કહેલા કલ્પ પ્રમાણે ગિરનાર પર્વત ઉપર સિદ્ધ કરેલો કલ્યાણરસ તુંબડીમાં લઈ આવતો હતો. એટલામાં વલભીપુરના નજદીકના ભાગમાં આવતાં “કા તુંબડી” એવી વાણી કલ્યાણરસમાંથી નીકળી. તે સાંભળી ડરી ગયેલા કાર્પટિ કે વલભીપુરના પરામાં કપટી એવા કાકૂયાકના ઘરમાં કલ્યાણરસની તુંબડી થાપણ મૂકી પોતે સોમનાથની યાત્રાએ ગયો.