________________
દાન આપતાં થતી ચૌભંગી.
૧૯૧
આઠ દ્રમ્સ, અન્ન, વસ્ત્ર આદિ કાર્યમાં વાપર્યા તો પણ ન્યાયથી ઉપાર્જેલા તેથી ખુટ્યા નહીં. વળી અક્ષયનિધિની જેમ તથા ક્ષેત્રમાં વાવેલા સારા બીજની જેમ લક્ષ્મીની વૃદ્ધિ ઘણા કાળ સુધી થતી રહી. આ રીતે ન્યાયોપાર્જિત ધન ઉપર સોમ રાજાની કથા છે.
દાન આપતાં થતી ચૌભંગી.
ન્યાયથી મેળવેલું ધન અને સુપાત્રે દાન એ બેના સંબંધથી ચઉભંગી(ચાર ભાંગા) થાય છે. તેમાં.
૧ ન્યાયથી મેળવેલું ધન અને સુપાત્રદાન એ બેના યોગથી પ્રથમ ભાંગો થાય છે. એ પુણ્યાનુબંધિ પુણ્યનું કારણ હોવાથી એથી ઉત્કૃષ્ટ દેવતાપણું યુગલિયાપણું તથા સકિત વગેરેનો લાભ થાય છે અને એવી સામગ્રીના લાભને અંતે મોક્ષ પણ થોડા વખતમાં પ્રાપ્ત થાય છે. અહીં ધનસાર્થવાહ તથા શાલિભદ્ર વગેરેનું દૃષ્ટાંત જાણવું.
૨ ન્યાયથી મેળવેલું ધન પણ કુપાત્રદાન એ બેનો યોગ થવાથી બીજો ભાંગો થાય છે. એ પાપાનુબંધિ પુણ્યનું કારણ હોવાથી એથી કોઈ કોઈ ભવમાં વિષય સુખનો દેખીતો લાભ થાય છે; તો પણ અંતે તેનું પરિણામ કડવું જ નીપજે છે. અહીં લાખ બ્રાહ્મણોને ભોજન આપનાર બ્રાહ્મણનું દૃષ્ટાંત છે જે નીચે પ્રમાણે છે :
એક બ્રાહ્મણે લાખ બ્રાહ્મણોને ભોજન આપ્યું. તેથી તે કેટલાક ભવોમાં વિષયભોગ આદિ સુખ ભોગવી મરીને સર્વાંગ સુંદર અને સુલક્ષણ અવયવોને ધારણ કરનારો સેચનક નામે ભદ્રજાતિનો હાથી થયો. તેણે લાખ બ્રાહ્મણોને જમાડ્યા ત્યારે બ્રાહ્મણોને જમતાં ઉગરેલું અન્ન ભેગું કરી સુપાત્રે દાન આપનારો બીજો એક દરિદ્રી બ્રાહ્મણ હતો. તે સુપાત્રદાનના પ્રભાવથી સૌધર્મ દેવલોકે જઈ ત્યાંથી ચ્યવી પાંચસો રાજકન્યાઓને પરણનાર નંદિષેણ નામે શ્રેણિકપુત્ર થયો તેને જોઈ સેચનકને જાતિસ્મરણ જ્ઞાન થયું.
૩ અન્યાયથી ઉપાર્જેલું ધન અને સુપાત્રદાન એ બેના મળવાથી ત્રીજો ભાંગો થાય છે. સારા ક્ષેત્રમાં હલકું બીજ વાવવાથી જેમ અંકુર માત્ર ઊગે છે પણ ધાન્ય ઉગતું નથી, તેમ આનાથી સુખનો સંબંધ થાય છે. તેથી રાજાઓ, વ્યાપારીઓ અને ઘણા આરંભથી ધન મેળવનાર લોકોને તે માનવા લાયક થાય છે. કેમ કે એ લક્ષ્મી કાશયષ્ટિની જેમ શોભા વિનાની અને રસ વિનાની છતાં પણ ધન્યપુરુષોએ તેને સાત ક્ષેત્રોમાં લાવીને સેલડી સમાન કરી, ગાયને ખોળ આપતાં તેનું પરિણામ દૂધ જેવું થાય છે, અને દૂધ સર્પને આપતાં તેનું ઝેરના રૂપમાં પરિણામ આવે છે. સુપાત્રે અને કુપાત્રે વસ્તુનો ઉપયોગ કરવાથી એવાં ભિન્ન ભિન્ન પરિણામ નિપજે છે, માટે સુપાત્રમાં દાન કરવું એ જ ઉત્તમ છે.
સ્વાતિ નક્ષત્રનું જળ સર્પના મુખમાં પડે તો ઝેર બને છે અને છીપના સંપુટમાં પડે તો મોતી થાય છે, જુઓ તે જ સ્વાતિ નક્ષત્ર અને તે જ જળ, પણ પાત્રના ફેરફારથી પરિણામમાં કેટલો ફેર પડે છે ? આ વિષય ઉપર આબૂ પર્વત ઉપર જિનમંદિર કરાવનાર વિમળમંત્રી વગેરેનાં દૃષ્ટાંત લોકપ્રસિદ્ધ છે. મોટા આરંભ-સમારંભ વગેરે અનુચિત કર્મ કરીને ભેગું કરેલું ધન ધર્મકૃત્યમાં ૧. એક જાતના ઘાસની સાઠી.