________________
૧૭૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ : પ્રથમ પ્રકાશ છે. દુર્દેવના યોગથી કદાચિત્ દુભિક્ષાદિ આવે તો પણ વિવેકી પુરુષે “ઠીક થયું” એમ કહી અનુમોદના પણ ન કરવી. કારણ કે તેથી વૃથા પોતાનું મન મલિન થાય છે. આ વિષય ઉપર ટૂંકમાં એક દષ્ટાંત કહે છે. ઘી-ચામડાના વેપારીનું દષ્ટાંત.
બે મિત્ર હતા. તેમાં એક વૃતની અને બીજો ચામડાની ખરીદી કરવા જતા હતા. માર્ગમાં એક વૃદ્ધ સ્ત્રીને ત્યાં ભોજન કરવા રહ્યા. વૃદ્ધ સ્ત્રીએ તેમનો ભાવ જાણી ઘૂતના ખરીદનારને ઘરની અંદર અને બીજાને બહાર બેસાડીને જમાડ્યા. બન્ને જણા ખરીદી કરીને પાછા તે જ વૃદ્ધ સ્ત્રીને ત્યાં આવ્યા. ત્યારે સ્ત્રીએ ચામડાં ખરીદનારને અંદર અને બીજાને બહાર બેસાડીને જમાડ્યા. પછી બન્નેના પૂછવાથી વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે, જેનું મન શુદ્ધ હતું તેને અંદર બેસાર્યો અને જેનું મન મલિન હતું તેને બહાર બેસાર્યો. આ રીતે મનની મલિનતા ન રાખવા ઉપર દૃષ્ટાંત કહ્યું છે. કહ્યું છે કે -
उचित मुत्तुण कलं, दव्वादिकमागयं च उक्करिसं ।
निवडिअमविआणंतो परससंतं न गिण्हिज्जा ॥ ६॥ વ્યાખ્યા :- સો રૂપિયે ચાર-પાંચ ટકા સુધી ઉચિત વ્યાજ અથવા “વ્યાજમાં બમણું મૂળ દ્રવ્ય થાય” એવું વચન છે. તેથી ધીરેલા દ્રવ્યની બમણી વૃદ્ધિ અને ધીરેલા ધાન્યની ત્રણ ગણી વૃદ્ધિ થાય તેટલો વિવેકી પુરુષે લેવો. તથા જે ગણિમ, ધારિમાદિ વસ્તુનો કોઈ કારણથી ક્ષય થઈ ગયો હોય અને આપણી પાસે હોય તો તેનો ચઢતે ભાવે જેટલો લાભ થાય તેટલો લેવો; પણ એ વિના બીજો લાભ ન લેવાય.
તાત્પર્ય એ છે કે જો કોઈ સમયે ભાવિભાવથી સોપારી આદિ વસ્તુનો નાશ થવાથી પોતાની પાસે સંગ્રહ કરેલી તે વસ્તુ વેચતાં બમણો અથવા તેથી વધારે લાભ થાય તે મનના પરિણામ શુદ્ધ રાખીને લેવો, પણ “સોપારી આદિ વસ્તુનો જ્યાં ત્યાં નાશ થયો એ ઠીક થયું” એમ મનમાં ન ચિંતવે.
તેમજ કોઈ પણ ઠેકાણે પડેલી વસ્તુ પારકી છે, આપણી નથી એમ જાણતાં છતાં ઉપાડવી નહીં. વ્યાજ-વટાવ અથવા ક્રય-વિક્રય આદિ વ્યાપારમાં દેશ, કાળ વગેરેની અપેક્ષાએ ઉચિત તથા શિષ્ટજનોને નિંદાપાત્ર ન થાય તેવી રીતે જેટલો લાભ મળે તેટલો જ લેવો. એમ પ્રથમ પંચાશકની વૃત્તિમાં કહ્યું છે. ખોટાં માપ-તોલ ન રાખવાં.
તેમજ ખોટાં કાટલાં અથવા ખોટાં માપ રાખીને, ચૂનાધિક વ્યાપાર કરીને, રસની અથવા બીજી વસ્તુની ભેળસેળ કરીને, મર્યાદા કરતાં અધિક અયોગ્ય મૂલ્ય વધારીને, અયોગ્ય રીતે વ્યાજ વધારીને, લાંચ આપીને અથવા લઈને, ફૂડ-કપટ કરીને, ખોટું અથવા ઘસાયેલું નાણું આપીને, કોઈના ખરીદ-વેચાણનો ભંગ કરીને, પારકા ગ્રાહકો ભરમાવી ખેંચી લઈને, નમૂનો એક બતાવી