________________
પરદેશ આદિમાં ધ્યાન રાખવા લાયક નીતિવચનો.
૧૮૩ પરદેશ આદિમાં ધ્યાન રાખવા લાયક નીતિવચનો.
વિવેકી પુરુષે પરગામ જતી વખતે ધનાદિની યથાયોગ્ય ચિંતા કરવા માટે કુટુંબના સર્વે લોકોને સારી શિખામણ દેવી તથા બહુમાનથી સર્વ સ્વજનોની સાથે વાત કરી, વિદાય થવું. કહ્યું છે કે જેને જગતમાં જીવવાની ઇચ્છા હોય તે માણસે પૂજ્ય પુરુષોનું અપમાન કરી, પોતાની સ્ત્રીને કટુ વચન કહી. કોઈને તાડના કરી, તથા બાળકને રોવરાવી પરગામે ગમન ન કરવું. પરગામ જવાનો વિચાર કરતાં જો પાસે કાંઈ પર્વ અથવા ઉત્સવ આદિ આવ્યો હોય તો તે કરીને જવું.
કહ્યું છે કે ઉત્સવ, ભોજન, મોટું પર્વ તથા બીજાં પણ મંગળ કાર્યની ઉપેક્ષા કરીને તથા જન્મનાં અને મરણનાં મળી બે પ્રકારનાં સૂતક હોય તો અને પોતાની સ્ત્રી રજસ્વલા હોય, તો પરગામે જવું નહીં. એમ જ બીજી વાતોનો પણ શાસ્ત્રાનુસારે વિચાર કરવો. વળી કહ્યું છે કે દૂધનું ભક્ષણ, સ્ત્રીસંભોગ, સ્નાન, સ્વસ્ત્રીને તાડના, વમન તથા થુંકવું એટલાં વાનાં કરીને તથા આક્રોશ વચન સાંભળીને પરગામે ન જવું. હજામત કરાવીને, નેત્રમાંથી આંસુ ગાળીને તથા સારા શુકન થતાં ન હોય તો પરગામે ન જવું.
પોતાના સ્થાનકથી કાંઈ કાર્યને અર્થે બહાર જતાં જે ભાગની નાડી વહેતી હોય, તે બાજુનો પગ આગળ મૂકવો. તેમ કરવાથી માણસના વાંછિત કાર્યની સિદ્ધિ થાય છે.
ડાહ્યા પુરુષે માર્ગે જતાં સામા આવેલા રોગી, વૃદ્ધ, બ્રાહ્મણ, અંધ, ગાય, પૂજ્ય પુરુષ, રાજા, ગર્ભિણી સ્ત્રી અને માથે ભાર હોવાથી નમી ગયેલો માણસ એટલા લોકોને પ્રથમ માર્ગ આપીને, પછી પોતે જવું.
પકવ અથવા અપકવ ધાન્ય, પૂજવા યોગ્ય મંત્રનું મંડળ, નાંખી દીધેલ ઉવટણું, સ્નાનનું ઉદક, રુધિર અને મડદું એટલાં વાનાં ઉલ્લંઘીને ગમન ન કરવું.
ઘૂંક, શ્લેષ્મ, વિષ્ટા, મૂત્ર, પ્રજ્વલિત અગ્નિ, સર્પ, માણસ અને આયુધ એટલાં વાનાં બુદ્ધિશાળી પુરુષે કોઈ કાળે પણ ઉલ્લંઘન ન કરવાં.
વિવેકી પુરુષે નદીના કાંઠા સુધી, ગાયો બાંધવાના સ્થાન સુધી, વડ આદિ વૃક્ષ, તળાવ, સરોવર, કૂવા, આરામ વગેરે આવે ત્યાં સુધી પોતાના બંધુને વળાવવા જવું. કલ્યાણના અર્થી પુરુષે રાત્રિને વખતે ઝાડની નીચે રહેવું નહીં. ઉત્સવ તથા સૂતક સમાપ્ત થયા પહેલાં કોઈ દૂર પ્રદેશ જવું નહીં. જાણ પુરુષે એકલા અજાણ્યા માણસોની સાથે અથવા દાસીની સાથે ગમન ન કરવું, તથા મધ્યાહ્ન સમયે અથવા મધ્ય રાત્રિએ પણ માર્ગે ગમન ન કરવું. કુરપુરુષ, રખેવાળ, ચાડીયા, કારુલોક અને અયોગ્ય મિત્ર એટલાની સાથે ઘણી વાતો ન કરવી. તથા અકાળે એમની સાથે ક્યાંય પણ ગમન ન કરવું.
લક્ષ્મીની ઇચ્છા કરનાર માણસે માર્ગમાં ગમે તેટલો થાક લાગે તો પણ પાડા, ગર્દભ અને ગાયની ઉપર બેસવું નહિ. માણસે માર્ગે જતાં હસ્તિથી એક હજાર, ગાડાથી પાંચ, તથા શિંગડાવાળા પશુથી અને અશ્વથી દશ હાથને છેટે ચાલવું. બુદ્ધિશાળી પુરુષે ભાતું લીધા વિના માર્ગે ગમન ન કરવું, મુકામ કર્યો હોય ત્યાં ઘણી ઉંઘ ન લેવી. તથા સાથે આવનાર લોકો ઉપર વિશ્વાસ