________________
૧૭૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ : પ્રથમ પ્રકાશ
પ્રસાદથી મારી જીભની અણી ઉપર સરસ્વતી વસે છે તેથી જેમ મેં ભાનુમતી રાણીનો તલ જાણ્યો તેમ આ વાત હું જાણું છું.”
આ સાંભળી રાજા અજાયબ થયો અને કહેવા લાગ્યો કે “શું શારદાનંદન !” સામે ‘હા’નો જવાબ મળતાં બન્નેનો મેળાપ થયો અને તેથી બન્ને જણાને ઘણો આનંદ થયો. આ રીતે વિશ્વાસઘાત ઉપર દૃષ્ટાંત કહ્યું છે. પાપના પ્રકાર.
આ લોકમાં પાપ બે પ્રકારનું છે. એક ગુપ્ત અને બીજું જાહેર. ગુપ્ત પાપ પણ બે પ્રકારનું છે. એક લઘુ પાપ અને બીજાં મહાપાપ. ખોટાં ત્રાજવાં તથા ખોટાં માપ વગેરે રાખવાં એ ગુHલઘુપાપ અને વિશ્વાસઘાત વગેરે કરવો એ ગુપ્તમહાપાપ છે.
જાહેર પાપના પણ બે પ્રકાર છે. એક કુળાચારથી કરવું તે અને બીજાં લોકલજ્જા મૂકીને કરવું તે. ગૃહસ્થ લોકો કુળાચારથી જ હિંસા આદિ કરે છે તે જાહેર લઘુપાપ જાણવું; અને સાધુનો વેષ પહેરી નિર્લજ્જપણાથી હિંસા આદિ કરે તે જાહેર મહાપાપ જાણવું. લજ્જા મૂકીને કરેલા જાહેર મહાપાપથી અનંત સંસારીપણું વગેરે થાય છે. કારણ કે જાહેર મહાપાપથી શાસનનો ઉઠ્ઠાઇ આદિ થાય છે. કુળાચારથી જાહેર લઘુ પાપ કરે તો થોડો કર્મબંધ થાય અને જો ગુપ્ત લઘુપાપ કરે તો તીવ્ર કર્મબંધ થાય છે. કારણકે તેવું પાપ કરનાર માણસ અસત્ય વ્યવહાર કરે છે. મનવચન-કાયાથી અસત્ય વ્યવહાર કરવો એ ઘણું જ મોટું પાપ કહેવાય છે અને અસત્ય વ્યવહાર કરનારા માણસો ગુHલઘુ પાપ કરે છે.
અસત્યનો ત્યાગ કરનારા માણસ કોઈ સમયે પણ ગુપ્તપાપ કરવાને પ્રવૃત્ત થાય નહીં. જેની પ્રવૃત્તિ અસત્ય તરફ થઈ તે માણસ નિર્લજ્જ થાય છે અને નિર્લજ્જ થયેલો માણસ શેઠ, દોસ્ત, મિત્ર અને પોતાના ઉપર વિશ્વાસ રાખનારનો ઘાત કરવો આદિ ગુપ્ત મહાપાપ કરે છે. એ જ વાત યોગશાસ્ત્રમાં કહી છે. તે એ કે એક બાજુએ ત્રાજવામાં અસત્ય રાખીએ અને બીજી બાજુએ સર્વ પાતક મૂકીએ તો તે બેમાં પહેલું જ તોલમાં વધારે ઉતરશે. તેથી કોઈને ઠગવો એ અસત્યમય ગુપ્ત લઘુપાપની અંદર સમાય છે માટે કોઈને ઠગવાનું સર્વથા તજવું. ન્યાયમાર્ગને જ અનુસરો.
ન્યાયમાર્ગે ચાલવું એ જ દ્રવ્યની પ્રાપ્તિ કરાવનાર એક ગુપ્ત મહામંત્ર છે. હમણાં પણ જણાય છે કે ન્યાયમાર્ગને અનુસરનારા કેટલાક લોકો થોડું થોડું ધન ઉપાર્જન કરે તો પણ તેઓ ધર્મસ્થાનકમાં નિત્ય ખરચે છે. તેમ છતાં જેમ કૂવાનું પાણી નીકળે થોડું પણ કોઈ વખત બંધ પડે નહિ, તેમ તેમનો પૈસો નાશ પામતો નથી. બીજા પાપકર્મ કરનારા લોકો ઘણા પૈસા પેદા કરે છે તથા બહુ ખરચ કરતા નથી તો પણ મરુદેશનાં સરોવર થોડા વખતમાં સૂકાઈ જાય છે, તેમ તે લોકો થોડા વખતમાં નિર્ધન થાય છે. કેમકે પારકાં છિદ્ર કાઢીને સ્વાર્થ સાધવાથી પોતાની ઉન્નતિ થતી નથી પણ ઉલટો પોતાનો નાશ જ થાય છે. જાઓ, રહેંટના ઘડા છિદ્રથી પોતામાં જળ ભરી લે છે તેથી તેમાં જળ ભરાયેલું રહેતું નથી પણ વારંવાર ખાલી થઈને તેને જળમાં ડુબવું પડે છે.