________________
૧૨૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ જેનાં બે પ્રકારના ભેદની કલ્પના કરાય છે એવા દેવદ્રવ્યનો નાશ થતો જોઈને સાધુ પણ જો ઉપેક્ષા કરે તો અનંતસંસારી થાય છે. અહીંયાં દેવદ્રવ્યના બે બે ભેદની કલ્પના કેમ કરવી તે બતાવે છે. દેવદ્રવ્ય અને કાષ્ઠ, પાષાણ, ઈટ, નળીયાં વિગેરે જે હોય (જે દેવદ્રવ્ય કહેવાય) તેનો વિનાશ, તેના પણ બે ભેદ છે, એક યોગ્ય અને બીજો અતીતભાવ. યોગ્ય તે નવાં લાવેલાં અને અતીતભાવ તે દેરાસરમાં લગાડેલાં તેના પણ મૂળ અને ઉત્તર નામના બે ભેદ છે. મૂળ તે થંભ, કુંભી વિગેરે, ઉત્તર તે છાજ, નળીયા વિગેરે, તેના પણ સ્વપક્ષ અને પરપક્ષ નામના બે ભેદ છે. સ્વપક્ષ અને શ્રાવકાદિએ તે કરેલો વિનાશ અને પરપક્ષ તે મિથ્યાત્વી વિગેરે લોકોએ કરેલો વિનાશ. એમ દેવદ્રવ્યના બે બે ભેદની કલ્પના અનેક પ્રકારની થાય છે. ઉપર લખેલી ગાથામાં “અપિ” ગ્રહણ કરેલ છે તેથી શ્રાવક પણ ગ્રહણ કરવા. એટલે શ્રાવક કે સાધુ જો દેવદ્રવ્યનો વિનાશ થતો ઉપેક્ષે તો અનંતસંસારી થાય છે.
પ્રશ્ન :- મન, વચન, કાયાથી સાવધ કરવા, કરાવવા અનુમોદવાનો પણ જેને ત્યાગ છે એવા સાધુઓએ દેવદ્રવ્યની રક્ષા શા માટે કરવી જોઈએ ?
ઉત્તર :- સાધુ જ કોઈક રાજા, દીવાન, શેઠ વગેરેની પાસેથી યાચના કરી ઘર, હાટ, ગામ ગરાસ લઈ તેના દ્રવ્યથી જો નવું દેરાસર બંધાવે તો તમે કહો તેમ દોષ લાગે. પણ કોઈક ભદ્રિક જીવોએ ધર્મના માટે પહેલાં આપેલું જિનદ્રવ્યનું અથવા બીજા કોઈ ચૈત્ય દ્રવ્યનું સાધુ રક્ષણ કરે તો તેમાં કાંઈ દોષ નથી પરંતુ ચારિત્રની પુષ્ટિ છે, કારણ કે જિનેશ્વરોની આજ્ઞાનું આરાધન થાય છે. જો દેરાસર નવીન બંધાવતા ન હોય પણ પૂર્વે કરાવેલાનો કે દેરાસરના દ્વેષીને કષ્ટ આપીને પણ બચાવ કરવો તેમાં કાંઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. તેમાં કાંઈ પ્રતિજ્ઞા પણ ભંગ થતી નથી. આગમમાં પણ એમ જ કહેવું છે કે –
પ્રશ્ન :- દેરાસરના કામને માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવા ખેતર, સુવર્ણ, ચાંદી, ગામ, ગરાસ, ગાય, બળદ, વિગેરે દેરાસરના નિમિત્તે ઉપજાવનાર સાધુને ત્રિકરણ યોગ (મન, વચન, કાયા)ની શુદ્ધિ ક્યાંથી હોય ?
ઉત્તર :- ઉપર લખેલાં કારણ જો પોતે કરે એટલે દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પોતે યાચના કરે તો તેને ચારિત્રની શુદ્ધિ ન કહેવાય; પણ તે દેવદ્રવ્યની (ક્ષેત્ર, ગામ, ગરાસ વિગેરેની) કોઈ ચોરી કરે, તે ખાઈ જાય, કે લઈ લેતો હોય તો તેને ઉવેખે (અવગણના કરે) તો ત્રિકરણ વિશુદ્ધિ ન કહેવાય. છતી શક્તિયે જો ન નિવારે તો અભક્તિ ગણાય છે માટે જો દેવદ્રવ્યનો કોઈ વિનાશ કરતો હોય તો તેને સાધુ અવશ્ય નિવારે-અટકાવે; ન નિવારે તો દોષ લાગે છે. દેવદ્રવ્યના ભક્ષણ કરનાર પાસેથી દ્રવ્ય પાછું લેવાના કાર્યમાં કદાપી સર્વ સંઘનું કામ પડે તો સાધુ, શ્રાવકે પણ તે કાર્યમાં લાગીને (તે કાર્ય પાર પાડવું પણ ઉવેખવું નહીં. વળી બીજા ગ્રંથોમાં પણ કહેવું છે કે :- દેવદ્રવ્યનું ભક્ષણ કરે કે ભક્ષણ કરનારની ઉપેક્ષા કરે તથા પ્રજ્ઞા હીનપણાથી દેવદ્રવ્યનો ઉપયોગ કરે તો પણ પાપકર્મથી લેપાય છે. પ્રજ્ઞાહીનપણું એટલે દેવદ્રવ્યનું કોઈક અંગ ઉધાર આપે, થોડા મૂલ્યવાળા દાગીના રાખી વધારે દેવદ્રવ્ય આપે, આ પુરુષ પાસેથી આ કારણથી