________________
૧૩૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ હતા કે મેં પાપ ઘોર કર્યું છે. તો તેનું ફળ પણ મારે ઘોર સહન કરવું જોઈએ. મારા પાપના હિસાબે તો આ એટલું ઉગ્ર ફળ નથી. તેણે ચિત્તને સ્થિર રાખી સર્વ સહન કર્યું અને અંતે દઢપ્રહારીએ પોતાનું કલ્યાણ સાધ્યું.
પચ્ચખાણ કરવાથી આશ્રવદ્વાનો ઉચ્છેદ થાય છે. આશ્રવના ઉચ્છેદથી તૃષ્ણાનો ઉચ્છેદ થાય છે. તૃષ્ણાના ઉચ્છેદથી માણસોને ઘણો ઉપશમ થાય છે. ઘણા ઉપશમથી પચ્ચકખાણ શુદ્ધ થાય છે. શુદ્ધ પચ્ચકખાણથી ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. ચારિત્રધર્મની પ્રાપ્તિથી કમનો ક્ષય થાય છે. કર્મના ક્ષયથી ક્ષપકશ્રેણિનો પ્રારંભ થાય છે અને તેથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયાથી સદાય અનંત સુખને આપનાર એવું મોક્ષ સુખ મળે છે. ગુરુ પાસે કેમ બેસવું ?
પછી શ્રાવકે સાધુ-સાધ્વી આદિ ચતુર્વિધ સંઘને વંદન કરવું. જિનમંદિર આદિ સ્થળે ગુરુનું આગમન થાય તો, તેમનો સારી રીતે આદરસત્કાર સાચવવો અને વળી ગુરુને જોતાં જ ઊભા થવું. સામા આવતા હોય તો સન્મુખ જવું. બે હાથ જોડી માથે અંજલિ કરવી. પોતે આસન આપવું, ગુરુ આસને બેઠા પછી પોતે આસને બેસવું. ગુરુને ભક્તિથી વંદના કરવી ગુરુની સેવાપૂજા કરવી અને ગુરુ જાય તેમની પાછળ જવું. એ રીતે સંક્ષેપથી ગુરુનો આદરસત્કાર જાણવો. તેમજ ગુરુની બે બાજુએ મુખ આગળ અથવા પૂંઠે પણ ન બેસવું. ગુરુના સાથળને પોતાના સાથળ લગાડીને તેમની પાસે ન બેસવું. તેમજ શ્રાવકે ગુરુની પાસે પગની અથવા બાહુની પલાંઠી વાળીને અથવા પગ લાંબા કરીને પણ ન બેસવું. બીજે ઠેકાણે પણ કહ્યું છે કે – પલાંઠી વાળવી, ઓઠિંગણ દેવું, પગ લાંબા કરવા, વિકથા કરવી, ઘણું હસવું, વિગેરે ગુરુ પાસે વર્જવા. દેશના સાંભળવાની રીત.
શ્રાવકે નિદ્રા તથા વિકથા વર્જી મન-વચન-કાયાની ગુપ્તિ રાખી હાથ જોડી અને બરાબર ઉપયોગ સહિત ભક્તિથી બહુમાનપૂર્વક ગુરુનો ઉપદેશ સાંભળવો. વળી સિદ્ધાંતમાં કહેલી રીત પ્રમાણે ગુરુની આશાતના ટાળવા માટે ગુરુથી સાડા ત્રણ હાથનું અવગ્રહક્ષેત્ર મૂકી તેની બહાર જીવજંતુ રહિત ભૂમિએ બેસીને ધર્મદેશના સાંભળવી. દેશના શ્રવણના લાભો.
કહ્યું છે કે શાસ્ત્રથી નિંદિત આચરણ આચરવાથી ઉત્પન્ન થયેલા તાપને નાશ કરનારૂં, સદ્ગુરુના મુખરૂપ મલય પર્વતથી ઉત્પન્ન થયેલું ચંદનરસ સરખું વચનરૂપી અમૃત ધન્ય પુરુષને જ મળે છે.
ધર્મદેશના સાંભળવાથી અજ્ઞાનનો અને મિથ્યાજ્ઞાનનો નાશ થાય, સમ્યકત્વનું જ્ઞાન થાય, સંશય ટળે, ધર્મમાં દઢતા થાય, વ્યસન આદિ કુમાર્ગની નિવૃત્તિ થાય, સન્માર્ગને વિષે પ્રવૃત્તિ થાય, કષાય આદિ દોષોનો ઉપશમ થાય, વિનય આદિ ગુણોની પ્રાપ્તિ થાય, કુસંગતિનો ત્યાગ થાય, સત્સંગતિનો લાભ મળે, સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય, મોક્ષની ઇચ્છા થાય, શક્તિ અનુસાર દેશવિરતિ અથવા સર્વવિરતિની પ્રાપ્તિ થાય અને અંગીકાર કરેલી દેશવિરતિની અથવા સર્વવિરતિની